________________
પ્રભુદર્શન કેવી રીતે થાય ?
૧૬૫
સહનશક્તિની મર્યાદા નક્કી કરે છે તેને કર્મસત્તા બેહદ હેરાન કરે છે. વળી એમ વિચારો કે વર્તમાનકાળનાં સમજણનાં પાપો પણ એટલાં બધાં તીવ્ર છે કે આવી એક નહી પણ સાત કેન્સરની ગાંઠો થવી જોઈએ. આવો વિચાર કદી આવે ખરો ? આનાથી સહનશક્તિ વધે છે. પણ આવી કેળવણી કોઈ સ્કૂલમાં લીધી છે ખરી ? તમારી સ્કૂલમાં છટ્ઠીમાં છ વાર નાપાસ થાવ તો પાંચમીમાં મોકલે છે ? અહીં તો અગ્યારમા ગુણસ્થાનકે ઉપશાંત મોહ વીતરાગ છબસ્થ અવસ્થાને સ્પર્શી ગયેલા મહાત્માઓ પણ જો ચૂકે તો કર્મસત્તા એને નિગોદમાં મોકલી દે છે. અહીંની સ્કૂલ આવી છે. તમારી સ્કૂલ સોમાંથી પાંત્રીસ માર્ક્સ પાસ કરે અને ઓછા આવે તો પ્રમોશનથી પણ ઉપરના ક્લાસમાં ચઢાવી દે. અહીં તો સોમાંથી સો માર્ક્સ જ પાસ થવાય, એકલી કાયાની સંખના કર્યો ન ચાલે. કષાયોની સંલેખના પણ કરવાની છે.
ના શાસ્ત્રમાં વાત આવે છે. એક સાધુ ગુરુ મહારાજ પાસે અણસણ કરવાની આજ્ઞા માંગે છે. ગુરુજીએ કહ્યું કે વાર છે, કેળવણી Training લેવા માટે શિષ્ય ૧૨ વર્ષ સુધી તપ કરી કાયા સૂકવી નાંખી. લોહી – માંસ સાવ સુકાઈ ગયાં. પછી ગુરુજીની અનુજ્ઞા લેવા જતાં ગુરુજીએ કહ્યું કે, હજી વાર છે. એટલે શિષ્ય કહ્યું, હજી વાર છે ? એમ ?” જુઓ આ આંગળી ! એમ કરીને તોડીને બતાવી - જુઓ, છે લોહી ? જે છે તે આ જ છે.” એમ ગુરુએ કહ્યું. તમારે ભાવસંલેખના દ્વારા કષાયોને પાતળા કરી નાંખવાના બાકી છે. કોઈ ગમે તે કહે, કરે, અરે પથરાં મારે, તો પણ કષાય ન આવવો જોઈએ. તો અનુજ્ઞા મળે.
કર્મસત્તાની સામે ખૂંખાર જંગ ખેલવાનો છે. એમાં ચૂકી ગયા તો મોહરાજા એના સૈન્ય સાથે આપણા ઉપર તૂટી પડશે.
ના એક શ્રેષ્ઠી છે. અણસણ કર્યું. અઠાવનમો ઉપવાસ છે આજે સત્તાવન ઉપવાસ પૂરા થયા છે. ઓરડામાં સંથારો કર્યો છે, ત્યાં સામેની બારીમાંથી બોરનું ઝાડ દેખાયું. ઝાડ ઉપર ખૂબ જ પાકીને તૈયાર થઈને લચી રહેલાં ઝૂમખાંઓ જોયાં – જ્ઞાનીઓ કહે છે, નિમિત્તો બહુ ખરાબ છે. નિમિત્તોની અસર બહુ ઝડપી છે. તેનાથી મુક્ત રહેવા માટે નિમિત્તોથી દૂર રહો. તમારા આત્માની ખૂણામાં બેસીને ઊલટ તપાસ તો કરો. અનુશાસન તો આપો. આવી સત્ત્વહીનતા મારામાં કેમ છે ? હું ધર્મમાં કાયર કેમ છું? ધંધામાં અપૂર્વ સત્ત્વવાળો, અહીં કેમ નહીં ?
સત્તાવનમા ઉપવાસ સુધી ભૂખ ન લાગી, લાગી તો સહન કરી અઠાવનમાં દિવસે પરિણામ પતિત થાય છે અને વિચારે છે કે આજે અણસણ ન હોત તો એક એક બોર ચાવી ચાવીને ટેસ્ટથી ખાત ! મનોયોગમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org