________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
બની જાય છે. આફ્રિકાના જંગલમાં નીગ્રો જાતિના માણસો પોતાના નખો વધારીને તીક્ષ્ણ નખો દ્વારા મનુષ્યના ગળાની ધોરી નસને ચીરીને મોંમા મૂકી લોહી પીએ છે, જાણે કે સ્ટ્રોથી ગોલ્ડસ્પોટ પીતા હોય તેમ, નિર્બંસપણે મનુષ્યોના જીવતા છતાં લોહી પીને તેનો આસ્વાદ માણતા હોય છે. આવી નિર્ધ્વસતાવાળું કુળ મળે તો પણ ધર્મ કરવાની યોગ્યતા રહેતી નથી. કદાચ આર્યકુળમાં જન્મ થયો પણ ત્યાં માતા-પિતાના સંસ્કારો ન મળ્યા તો પણ જન્મ નિરર્થક જશે. ત્યાં વિકાસની કોઈ શક્યતા નથી. સંસ્કારી માતા-પિતા મળવાં એ બહુ ઊંચું પુણ્ય છે. સંસ્કારી માતાપિતા દ્વારા બાલ્યકાળથી સંસ્કારોનું સિંચન મળે છે. અને એ બાલ્યકાળનું સિંચન યૌવનવયમાં બહુ કામ કરે છે. ધર્મના સંસ્કાર પામી જીવ વિવેકી બને છે. પોતાના હિત અને અહિતની સમજણ વિવેક વિના શક્ય નથી. વિવેકી આત્મા સત્ત્વશીલ બની ધર્મને પામી શકે છે. પોતાના નિમિત્તે બીજાના દુખમાં વધારો થાય એવું વિવેકી કદી ન કરે, બીજાને દુઃખનું નિમિત્ત તે આપે નહિ એટલું જ નહીં પણ પોતાના નિમિત્તે બીજા દુ:ખી થાય તેનું પણ તેને દુ:ખ હોય. વિવેકી સત્ય બોલે, જુઠ્ઠું કદી ન બોલે. પણ સત્ય બધું ન. બોલાય એવું તે સમજે છે, પોતાના સત્ય વચનથી બીજાના કષાયની ઉદીરણા થતી હોય તેવું કંઈ ન કરે, તેવું કંઈ ન બોલે, બીજાને અહિતકારી, ઉપદ્રવકારી વચન સાચું હોય તો પણ તે દ્રવ્યથી સત્ય છે. પણ ભાવથી અસત્ય છે.
૧૫૪
સમતામય, સમાધિપૂર્વકનું, ચિત્તપ્રસન્નતાવાળું, આનંદપ્રદ વચન એ ભાવથી સત્ય છે. આ સમજે તે જ વિચારીને બોલી શકે અને તે જ ધર્મી બની શકે છે.
ઉપદેશકની જવાબદારી વડાપ્રધાન કરતાં પણ વધારે છે. ઉપદેશક જેવાં વચનો પ્રસાર કરશે, તેવાં લોકોનાં માનસ બનશે. ઉપદેશકનું જીવન શાંત પ્રશાંત, ઉપશાંત હોય. સાત્ત્વિક્તાની વાત કરવાની પણ ઝનૂની નહીં બનાવવાના. મતભેદો ઊભા કરવા જેવા નથી, મતભેદ એટલે માન્યતાનો ભેદ, વિચારસરણીનો ભેદ એમાંથી મનોભેદ સર્જાય છે અને એમાંથી તનભેદ સર્જાય છે.
-
મનોભેદની પૂર્વભૂમિકામાં માન્યતાનો ભેદ હશે જ.
આજે ડાયવોર્સ છૂટાછેડા કેમ લેવાય છે ? પૂર્વભૂમિકામાં વિચારભેદ રહેલો છે. ડાહ્યો માણસ વિચારભેદ જ થવા ન દે. વિચારભેદમાંથી મનોભેદ થાય એટલે છૂટા પડવાનું બને છે. તનભેદ થાય એટલે નનામી નીકળે. મનભેદથી મારામારી, કાપાકાપી, અંતે નનામી નીકળે છે. હંમેશાં પોતાના વિચારનો સાક્ષી ભાવ જોઈએ. પોતાના વિચારનો આગ્રહ પોતા પૂરતો હોઈ શકે, પણ બીજા પર લાદવાનું બને તો તે વ્યાજબી નથી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
-
www.jainelibrary.org