________________
શાસ્રયોગ
છે. સંશય ચેતનાને મલિન બનાવે છે, તેનાથી આત્મા નીચો ઊતરે છે. એકપણ નાનો નિયમ આપવામાં આવે કે દસ મિનિટ પરમાત્માને જોયા કરવાના, ડાફોડિયાં બંધ કરીને દર્શન કરવાની બાધા આપું ? અન્ય વિકલ્પ વિના, અન્ય પ્રવૃત્તિ વિના એક સામાયિક કરવું. એવી નાની પ્રતિજ્ઞા આપું તો પાળી શકશો ? આપણે કશું જ કરી શકીએ તેમ નથી. આપણી એક પણ ક્રિયામાં મન ભળતું નથી, સ્થિર ચિત્તે ક્રિયા થતી નથી, પછી આત્માનો અનુભવ કેવી રીતે થાય ?
૧૫૩
અસ્થિર ચિત્તે, ચલચિત્તે કરેલો ધર્મ અલ્પ પુણ્ય બંધાવે છે, મામૂલી પુણ્ય બંધાવે છે. અતિ સામાન્ય પુણ્ય બંધાવે છે.
અંદરના આદરભાવે, બહુમાન ભાવે, સ્થિર ચિત્તે કરેલો ધર્મ વિશિષ્ટ કોટીનું પુણ્ય બંધાવે છે.
તમે આજે જે કંઈ ધર્મક્રિયા કરો છો તેનાથી મામુલી પુણ્ય બંધાશે, અને અધકચરી સામગ્રી મળશે. સુસંસ્કાર અને શુભાનુબંધ પડવાની કોઈ શક્યતા નથી. આવા અલ્પ પુણ્યથી મળનારી સદ્ગતિ પણ સામાન્ય જ હશે પોતાના હાથે ઘણાં અંતરાયો જીવે નાખેલા છે તેના કારણે સંક્લેશ, અસંતોષ, અતૃપ્તિ, ધર્મ કરવાની વિશિષ્ટ રુચિનો અભાવ સહેજે રહેશે.
પોતાને ધર્મ કરવાની રુચિ નહિવત્, પોતાને ધર્મ કરવાના સંયોગો અલ્પ, પોતાને ધર્મ કરવાનું વાતાવરણ પણ મંદ, પોતાને ધર્મ કરવાનો ઉત્સાહ પણ મામૂલી.. અધકચરી સામગ્રીના સમયમાં સંક્લેશ અને સંક્લેશ જ હોય એવો આત્મા પરલોકમાં દુર્ગતિમાં જાય. અને કદાચ સદ્ગતિ મળે તો પણ ભવનપતિ, અંતરાદિનો ભવ મળે અને તેમાં પણ હલકી કક્ષાના દેવમાં જન્મ થાય, તો શુભાનુબંધ નહીં હોવાના કારણે ત્યાં ધર્મની ઇચ્છા થવી શક્ય નથી. પ્રતિસમયે અસંખ્ય દેવો ચ્યવી રહ્યા છે એટલે મરી રહ્યા છે. તેમાંથી લગભગ બધા જ તિર્યંચમાં જાય છે. મનુષ્યમાં એક પણ જીવ ન આવે એવું ઘણી જ વાર બને છે. ક્યારેક જ અસંખ્યમાંથી એક અસંખ્યાતમો ભાગ મનુષ્યમાં આવે છે. માનો કે ૧ લાખને અસંખ્ય કહીએ તો તેનો અસંખ્યાતમો ભાગ ૧૦૦૦ આવે. તેથી ક્યારેક જ દેવાયુ પૂર્ણ કરી મનુષ્યમાં જીવો આવે છે.
હવે મનુષ્યને ઉત્પન્ન થવાના સ્થાન ૩૦ અકર્મભૂમિ, ૫૬ અંતર્દીપ, ૧૫ કર્મભૂમિ તેમાં ૮૬ સ્થાનોમાં ધર્મ છે જ નહીં, માત્ર ૧૫ કર્મભૂમિમાં ધર્મની સંભાવના છે. જ્યાં અસિ, મસિ અને કૃષિ હોય તે કર્મભૂમિ કહેવાય
છે.
કદાચ કર્મભૂમિમાં પણ જન્મ થઈ જાય તો પણ ત્યાં હિંસક કુલ, શિકારી કુલ, અનાર્ય કુલમાં જન્મ થયો તો પણ ધર્મની સંભાવના નહિવત્
Jain Education International 2010_05
For Private &Personal Use Only
www.jainelibrary.org