________________
શાસ્ત્રયોગ
૧૫૧
શ્રી મહાવીર પ્રભુએ સાડા બાર વર્ષમાં ૪૮ મિનિટ નિદ્રા લીધી. એમાં આપણી જેમ લાંબા થઈને તો સૂતા જ નથી. સાડા બાર વર્ષમાં ઉગ્ર પરિષહોના કારણે અત્યંત શ્રમિત થવાથી જ્યાં ન ચાલ્યું ત્યાં ક્ષણવાર ઝોકું આવ્યું, પ્રમાદ થયો. આ બધા પ્રમાદને ભેગા કરીએ તો અંતર્મુહૂર્ત થાય. સરેરાશ એક વર્ષે ૪ મિનિટ પ્રમાદ ગણાય. રોજની ૧૪૪૦ મિનિટ લેખે ૩૬૦ દિવસની લગભગ ૫ લાખ મિનિટ એમાં ફક્ત ૪ મિનિટ શી વિસાતમાં ? આપણે તો રોજની ૩૫૦ મિનિટની ઊંઘ તો ઓછામાં ઓછી લઈએ છીએ, આ પ્રમાદ છે.
વળી જાગૃત અવસ્થામાં પણ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્ત બનીએ, તેમાં જ તન્મયતા આવે. તદાકાર, તચ્ચિત્ત બની જવાય છે. ચોવીસે કલાક વિષયોની ખણજ, વિષયોની રુચિ, વિષયોની ઝંખના, એમાં જ જીવોની સુખબુદ્ધિ, એમાં જ આનંદ, એનું જ આકર્ષણ રહે, તે પણ પ્રમાદ છે.
વળી રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, રતિ - અરતિ, ભય – શોક, હાસ્ય - જુગુપ્સા, કુતૂહલ – ચપળતા આ બધા મોહના વિકારો છે, આને જ્ઞાની પ્રમાદ કહે છે. આમાંના પ્રત્યેક પ્રમાદમાં આત્માના અનંત સંસારનું રીઝર્વેશન કરવાની તાકાત છે તો બધાનો સમુદાય જેનામાં હશે તેના ભાવિની કલ્પના પણ ધ્રુજાવનારી બને તેમ છે.
પ્રમાદની ભયંકરતા સમજાય તો જ ધર્મમાં આગળ વધી શકાય તેમ
વિકથા એ પણ પ્રમાદ છે. સ્ત્રીકથા, દશકથા, ભક્ત (આહાર - પાણીની) કથા, રાજ્યકથા એ બધું પ્રમાદ છે. આ ચાર અને દર્શનભેદિની કથા, ચારિત્રભેદિની કથા વગેરે પાપકથામાંથી એકે ય પ્રકારની વાત નહિ કરવાની. સ્ત્રીઓ વિષે વાતચીત કરવી એ જેમ સ્ત્રીકથા છે તેમ સ્ત્રીઓ સાથે વાતચીત કરવી એ પણ સ્ત્રીકથા છે.
મહા તપસ્વી મુનિ નંદીષણ વેશ્યા સાથે વાતમાં ઊભા રહ્યા તો પતન પામ્યા. પતનની પ્રત્યેક શરૂઆત બહુ જ પાતળી હોય છે. એટલે વિવેક શક્તિથી બચવું જોઈએ. અનાદિકાળના સંસ્કારો તેનું તોફાન કરવા ઉત્સુક હોય છે પણ જો નિમિત્ત ન મળે તો તે માયકાંગલા બની જાય છે અને જો નિમિત્તોથી બચીએ તો આત્મા powerful શક્તિમાન બની શકે છે. આત્મા નિમિત્તવાસી છે એટલે શુભ નિમિત્તોના આલંબનમાં રહેવું.
ભોજનકથામાં ભોજન અંગેની વ્યર્થ વાતોનો સમાવેશ થાય છે. સુરતી જમણમાં ઘારી તો હોય જ છે, સુરતનું જમણ અને કાશીનું મરણ વગેરે બોલવું તે પણ વિકથા છે. હાથી સુસ્તી ઊડે છે, એવું બોલવું તે પણ વિકથા છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org