________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આ પ્રમાણે કુથલી એટલે બિનજરૂરી વાતચીત પણ પ્રમાદ છે. પારકી પંચાંતનો આમાં સમાવેશ થાય છે. વેપારીઓ બહુ લુચ્ચા છે. બધામાં ભેળસેળ કરે છે, આ ફલાણા ભાઈનો દીકરો જુદું જમાવી બેઠો, આજે રાત્રે માંકડ બહુ કરડ્યા. આજે ટ્રાફીકમાં બહુ લાઈન ભીડ હતી.'' આ બધી વાતો નિરર્થક છે. પ્રમાદ છે. લાખેણા માનવસમયની બરબાદી કરનાર આ કુથલી છે. તેમાં પાપક્ષય પુણ્યલાભ ગુમાવવાનું થાય છે. એવું સમજીને વ્યર્થ બોલવાનું બંધ કરો. એની બદલે અરિહંતની રેકોર્ડ ચાલુ કરી દો. ૪૦૦ વાર અરિહંત બોલવાથી એક ઉપવાસનો લાભ મળે છે.
૧૫૨
-
આત્માને જેની સાથે સંબંધ નથી. એવી તમામ વાતો એ વિકથા છે. આ વિકથા ચૈતન્યને હણે છે. જીવની ચેતનાને કુંઠિત કરી નાંખે છે. બિલકુલ બિનજરૂરી, ફાલતુ વાતો એ પ્રમાદ છે. ક્રિકેટની કામેન્ટ્રી, ટી.વી વીડિયો આ બધામાં રસ છે, એ પ્રમાદ છે.
સભા : અમે તો પ્રવૃત્તિના અભાવને પ્રમાદ સમજીએ છીએ.
ઉત્તર : સાવ ખોટો અર્થ છે. સંસારમાં જ્યાં સુધી યોગ છે, ત્યાં સુધી પ્રવૃત્તિ છે. ખોટી ચર્ચાઓ પણ પ્રમાદ છે. વિવેકપૂર્વકની પ્રવૃત્તિ ધર્મ છે. મઘ દારૂ પીવો તે પ્રમાદ છે. એનાથી આત્માનો વિવેક નાશ પામે છે. જગતમાં મદ્યપાનના ઘણા નુકસાન છે તેની બધાને ખબર છે.
C
પોરબંદરના રાજાને દારૂનું વ્યસન હતું. તેની ગફલતનો લાભ ઉઠાવી બ્રિટિશ સરકારે તેની બેભાન અવસ્થામાં રાજ્ય લખાવી લીધું. ઘેન ઊતર્યું પછી પોતાની ભૂલ સમજાણી મંત્રીને વાત કરી. મંત્રી વિચક્ષણ હતો.તેણે ઢંઢેરો પિટાવ્યો કે, છેલ્લા ચાર મહિનાથી રાજાની તબિયત સારી નથી રહેતી, મગજ અસ્થિર થઈ જાય છે. મન અસ્તવ્યસ્ત રહે છે, ચેન પડતું નથી એટલે છેલ્લા ૪ મહિનાથી રાજાએ જે વચનો આપ્યાં હોય તે ફોક સમજવાં.'' આ રીતે બ્રિટિશ પાસેથી રાજ્ય પાછું લઈ લીધું. વળી ઘણા શોખ ખાતર, modern બનવા માટે દારુ પીએ છે. આ તો એકદમ તુચ્છ વાત છે. ઘણા તો કહે છે અમને મગજ પર control રહે છે અમને વ્યસન નથી. છતાં આ વાત પણ વ્યર્થ છે. ઝેરના અખતરા ન કરાય. એ જ મોટો ખતરો છે.
-
સંશય એ પ્રમાદ છે. જ્યાં સુધી આત્માને પોતાના હિતાહિતનો નિઃશંક બોધ નથી થયો ત્યાં સુધી તે હિતમાં પ્રવૃત્તિ અને અહિતથી નિવૃત્તિ કરી શકતો નથી. સંશયનું નિરાકરણ કરીને નિઃશંકિત બોધ મેળવવો એ દર્શનાચાર છે. તે માટે જ્ઞાન મેળવવું જોઈએ, ભણવું જોઈએ. આજે જૈન સમાજમાં દર્શન પૂજા વગેરે કરનારો ક્રિયાવર્ગ થોડો પણ મળે છે પણ આત્માની સ્થિતિ સુધારવા માટેના જ્ઞાનપ્રાપ્તિ માટે પ્રયત્ન કરનાર બહુ ઓછા દેખાય
Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org