________________
૧૪૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સુધરશે, ખાધા પછી ગરમ ગરમ ભજીયા આવે, બેચાર ખાઈ જવાય ! ના ચાલે, આહારસંશા ઉપર કાપ મૂક્યા વિના ધર્મ નહિ આવે. જગતમાં ધર્મની પ્રાપ્તિ, પરિણતિ ઘણી જ દુષ્કર છે. એની પ્રાપ્તિ માટે વિષયો સામે ઝઝૂમવું પડશે. પાપપ્રવૃત્તિ ઉપર બ્રેક મારો. પહેરવા – ઓઢવાની વસ્તુ ઉપર પણ વિવેક રાખો. ધર્મ ક્રિયા હજુ સહેલી છે. પણ ધર્મ આવવો દુર્લભ છે.
ધર્મપ્રવૃત્તિ વધારવી છે ? પાપપ્રવૃત્તિ છોડવી છે ? તો આગળ વધાશે
મા ૭ મિલના માલિક કસ્તુરભાઈને કેટલી જોડનો પરિગ્રહ હતો ? માત્ર છ જોડી કપડાંનો. આ ખબર છે તમને ! અમદાવાદમાં જન્મ્યા છો છતાં ખબર નથી, કારણ કે સાત્ત્વિક વાંચન નથી. તેમની આત્મકથામાં આ લખ્યું છે. આ વાત સાંભળીને નવસારીના એક ભાઈએ બાર મહિના માટે પાંચ જોડી વાપરવાનો અભિગ્રહ કર્યો. અભિગ્રહ કરતાં તો કર્યો, પણ મુશ્કેલી લાગી, બાર મહિના માંડ પૂરા કર્યા અને પછી બીજે વર્ષે પરિગ્રહ વધારી દીધો. ભાઈઓ કરતાં બેનોનો પરિગ્રહ અમર્યાદિત હોય છે. તેમની પાસે કેટલી સારી છે તે તેમને ખબર નથી. કોઈ પણ નવી ડિઝાઈન-ફેશન જુએ કે તરત જ વસાવી લે. શરીરની ટાપટીપમાં કેટલાં કર્મો બંધાય છે ? તે વખતે આયુષ્ય બંધાય તો દુર્ગતિનું બંધાવાની પૂરી શક્યતા છે. દેહનો રાગ પોષતાં, આર્તધ્યાનની અને દુર્ગતિની સંભાવનાને નકારી શકાય તેમ નથી.
એ પરદેશમાં એક સ્ત્રીને પાર્ટીમાં જવાનું હતું. તે ડ્રેસિંગ રૂમમાં પફ - પાઉડર - લાલી - લિપસ્ટીક વગેરે. સૌંદર્યનાં પ્રસાધનોની વચ્ચે તૈયાર થઈ રહી છે. અત્તર – સેન્ટ લગાડીને મનમાં મલકાય છે. રૂમમાં એકલી જ છે તે બોલી રહી છે કે મારી ઉંમર તો ૫૧ વર્ષની છે પણ હું ૧૬ વર્ષની કન્યા જેવી દેખાઉં છું !! ! પાર્ટીમાં પહોંચી ગઈ, પાર્ટીમાં તેની બેઠક બર્નાડ શોની બાજુમાં આવી. આડીઅવળી વાતો કરી મિસ્ટર શોને તે પૂછે છે કે, “તમે મારી ઉંમર કેટલી ધારો છો ?' તેને એમ કે મને બહુ નાની ઉંમરનો જ આંકડો આપશે. પણ બર્નાડ શોએ કહ્યું કે, તમારી મુખાકૃતિ જોતાં ૧૮ વર્ષની ઉંમર લાગે છે, તમારા માથાના ભૂખરાં વાળ જોતાં ૧૯ વર્ષની ઉંમર લાગે છે અને “હાવભાવ અને નખરાં જોતાં ૧૪ વર્ષની ઉંમર લાગે છે, અને ત્રણેનો સરવાળો કરીએ તો તમે ૫૧ વર્ષની ઉંમરના છો એવું અનુમાન થઈ શકે છે. તમે ગમે તેટલા પફ પાઉડરનાં ડબ્બા ખાલી કરી નાંખો પણ તમારું અંદરનું પ્રતિબિંબ સામાના આત્મામાં પડે છે. તેનો અભિમાનનો કેફ ઊતરી ગયો. તેણે નિયમ કર્યો કે શરીરની ટાપટીપ આજથી બંધ. આ તો અનાર્ય દેશની વાત થઈ. આર્ય દેશની સન્નારીઓ તો સમજે જ છે કે હું આત્મા છું. શરીર નથી, તો પછી શરીરની ટાપટીપની મતલબ જ શું છે ? કેવળ પતિના ચિત્તને આવર્જીત કરવા માટે સ્ત્રીઓ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org