________________
આર્યસંસ્કૃતિની ઝલક
૧૪૩
આવે છે તેટલો કે તેના કરતાં વધારે રસ પ્રાયશ્ચિત્તમાં આવવો જોઈએ. પોતાની ભૂલનો ખ્યાલ આવતાં તેણે મહાત્માની માફી માગી, પશ્ચાત્તાપ કર્યો. આપ તો શુદ્ધ છો, અજ્ઞાની એવી મેં આપની પર ખોટું આળ ચઢાવ્યું હતું પ્રાયશ્ચિત કરવા છતાં તે પાપના અંશો રહી ગયા. તેના કારણે વેગવતી મરીને સીતાજી બન્યાં. રામચંદ્રજીની પત્ની બનવા છતાં, પુરુષોત્તમ પતિ મળવા છતાં, સીતા શુદ્ધ હોવા છતાં, આ ભવની કોઈ ભૂલ ન હોવા છતાં, એ જ પુરુષોત્તમથી ત્યજાયાં. એ પણ બીજાના કહેવાથી. કર્મસત્તાનો અટલ સિદ્ધાંત છે. માનવભવમાં નિર્મળ બુદ્ધિ મળવી જોઈએ. આ બુદ્ધિ સૂક્ષ્મ, તીક્ષ્ણ, સ્વચ્છ જોઈએ તો આગળનો માર્ગ કપાય, સંસારસાગર તરાય.
આ પુણ્ય, આવી બુદ્ધિ જેની પાસે છે, તેના પુણ્યની કોઈ માજા નથી. કરોડપતિનું કે સત્તાધીશનું પણ પુણ્ય આ પુણ્ય પાસે વામણું છે.
બુદ્ધિમાં મોહનીયકર્મનો ક્ષયોપશમ ભળે એટલે બુદ્ધિ પ્રજ્ઞા બની જાય. આ સમ્યબુદ્ધિ પ્રજ્ઞા એ પ્રકાશસ્વરૂપ છે.
- આલોચના અને શુદ્ધિકરણ વિના ધર્મનો રંગ જામે નહીં. તમારે આલોચનાથી શુદ્ધિ કરવી નથી. ટી.વી. વગેરે પાપો છોડવાં નથી અને ધર્મ જોઈએ છે-લગભગ અસંભવિત વાત છે.
શ્રાવક વેપાર કરે એ અર્થદંડ છે. વેપાર વગર ખાય શું ? પીએ શું ? પરિવારનો નિર્વાહ કેવી રીતે કરે ? આ એના માટે અર્થદંડ છે. પણ સાત વ્યસન, નાટક, ચેટક, મોજ-શોખ એ બધું અનર્થદંડ છે. પત્તાં રમો છો – અનર્થદંડ છે. ટાઇમ પસાર કરવા માટે રમો છો તો પણ અનર્થદંડ છે. અને પૈસાથી રમતા હો તો મહાઅનર્થદંડ છે.
નિમ્પ્રયોજન પાપો ઉપર સડસડાટ કાપ મૂકી દો, એકદમ કાતર મૂકી દો. જીવનનાં પાપો ખટકતાં હોય તો અનર્થ દંડનાં પાપોને કાપવાની તૈયારી છે ? જેના જીવનમાં પાપભીરુતા, સરળતા છે તે ઇચ્છાયોગ પામશે, કાયા - કુટુંબ માટે જે કરવું પડે તે અર્થદંડ છે અને મનને બહેલાવવા માટે જે કરવું તે અનર્થ દંડ છે. અશ્લીલ સાહિત્યનું વાંચન, સાત વ્યસન, ટી.વી.. રેડીઓ, ઓડિયો વગેરેનાં પાપો અનર્થ દંડમાં જાય છે, તેના વિના જીવી શકાય તેમ છે. પાપભીરતા, સરળતા જેમને પ્રાપ્ત થયાં હશે તે આત્મા લૌકિકમાંથી અલૌકિકમાં આવી શકશે. સંસારની પ્રવૃત્તિમાં ધર્મ મૂકો. ધર્મની પ્રવૃત્તિમાં અલૌકિકતા ભેળવતાં જાવ. કઈ રીતે ? દા.ત. તમે જમવા બેઠા. ૨૫ ચીજો આવી. નક્કી કરો મારે બે જ ચીજ ખાવી છે. પાણી પીવું છે. તો ગળીને જ પીવું છે, ઉકાળીને જ પીવું છે. જમણવારમાં જમવા ગયા. પચ્ચીસ ચીજમાંથી એક ચીજ બગડી છે. નજર એક ઉપર કેમ પડે છે ? બીજી ચોવીસ તો સારી છે ને ? આવું વિચારો તો ઉપયોગ ધીરે ધીરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org