________________
આર્યસંસ્કૃતિની ઝલક
૧૪૧
તે જ આપશો. કારણ કે કોઈપણ સંયોગોમાં મારી આત્મશુદ્ધિ થવી જોઈએ. સંન્યાસીએ કહ્યું કે લોઢાની પૂતળી ચારે બાજુથી તપાવવામાં આવે અને તેને તું ભેટે તો તારું પાપ ખપે. રાજા કહે કબૂલ, પાપથી મુક્તિ મળતી હોય તો મરી જવા પણ તૈયાર છું. પણ ભવિતવ્યતા કાંઈક જુદી હશે. બપ્પભટ્ટસૂરિને આ પ્રસંગની ખબર પડી. ત્યાં પહોંચી ગયા. રાજનું ! એક મિનિટ થોભી જાવ. મારે તમને મળવું છે. તમે મનથી પાપ કર્યું છે કે કાયાથી ? મનથી કર્યું છે તો તેની સજા મનથી પણ ભોગવાઈ જશે. તમે મનથી લોઢાની પૂતળીને ભેટવા તૈયાર થયા છો તો બસ, પાપ મરી ગયું. મનથી પાપ કરનારાને કાયાથી કેવી રીતે પ્રાયશ્ચિત્ત હોઈ શકે ? બસ, આમ રાજાને આ વાત બેસી ગઈ અને રાજા બચી ગયો. પાપ કરતી વખતે જીવ કેવો છે ? પ્રાયશ્ચિત્ત કરતી વખતે જીવ કેવો છે ? જૈનશાસન એના પર પાપની ટકાવારી મૂકે છે.
વળી પ્રાયશ્ચિત્ત આપનારા ગુરુ કેવા છે ? પૂર્વધર છે, જ્ઞાની છે, કેવળી છે. તો પાપથી છૂટી શકાય છે. કેવળી તમારા પરિણામને જોઈને કહી શકે છે. “શુદ્ધો સિ' તું શુદ્ધ થયો છે. પ્રાયશ્ચિત્તનો પ્રાણ છે પશ્ચાત્તાપ. પાપભીરુતા ગુણ હોય તો પશ્ચાત્તાપમાં તીવ્રતા આવી શકે છે. સરળતાપૂર્વક આલોચના કરવાની છે. ધર્મ સરળ આત્મામાં રહે છે. ઘHો સુદ્ધસ વિઠ્ઠ | અને સરળ આત્માની શુદ્ધિ થાય છે. મોદી ડગુમ. આલોચના એટલે તમારી કાળી કિતાબને ખુલ્લી કરવાની છે. વાંચનાર ગુરુ તમારું પિક્સર જાણે સાક્ષાત્ જોઈ રહ્યા હોય તેવું લાગે, એટલું વિસ્તારથી લખવું જોઈએ. બોલો થયું એ થયું. પણ હવે શુદ્ધ થઈ જવું છે ? તમારાં પાપો તમને ડંખે છે ? આ ભવમાં શુદ્ધિ ન કરો તો આ ભવમાં કરેલાં પાપો, પશ્ચાત્તાપ, પ્રાયશ્ચિત્ત, શુદ્ધિકરણ કરવાનું આ ભવમાં ચૂક્યા અને ભવાંતરમાં પ્રાયશ્ચિત્ત કરવાનું રાખ્યું તો ૫૦% યોગ્યતા નષ્ટ થઈ જાય છે. કારણ કે આત્મા નિષ્ફર બન્યો છે અને બીજા - ત્રીજા ભવમાં ગયો તો તો યોગ્યતા નષ્ટ થઈ જાય છે. બસ, પછી તો દુર્ગતિના ભવોમાં, તિર્યંચના ખાડામાં જન્મ મરણ કરવાના રહ્યા. આજે લોકોત્તર શાસન મળ્યું છે. આપણાં કરેલાં પાપો જગતને કહેવાના નથી. અયોગ્ય સ્થાને પાપો કહો તો દોષ લાગે છે અને યોગ્યને ન કહો તો પણ દોષ લાગે છે. જે આત્મા પચાવી ન શકે તેને કહેવું તે પાપ છે. તમારાં પાપો તમારી પત્નીને ન કહેવાય અને કહો તો તે આત્મા અધર્મ પામે અને ધર્મથી ભ્રષ્ટ થાય એવી મોટી સંભાવના છે, માટે ન કહેવાય.
- આપણાં કરેલાં પાપો જગતમાં કોઈને જ કહેવાના નથી. કોઈ પૂછે કે, તે આ પાપ કર્યું હતું ? તો “ના” કહે. આ જવાબ પાપ છુપાવવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org