________________
૧૪૦
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વગર રહે નહિ, એ કાયદો છે.
આંખમાં પડેલું તણખલું, પેટમાં ઊપડેલું શૂળ, પગમાં વાગેલો કાંટો, દાંતમાં ભરાયેલું ફોતરું ક્યાં સુધી રહે ? તેમ જીવમાં પાપ ખટકે તો ક્યાં સુધી રહે ? તે નીકળે જ. જૈનદર્શનમાં જે વિવેક છે તે બીજાં દર્શનો પાસે નથી.
ના સીસોદિયા વંશની ઉત્પત્તિનો ઇતિહાસ પણ આર્યાવર્તની સંસ્કૃતિની સાક્ષી પૂરે છે. રાણા પ્રતાપ સીસોદિયા વંશના છે. આ વંશ શરૂ થયો છે તેમાં જીવદયાની સંસ્કૃતિ જવાબદાર છે.
આ વંશમાં પૂર્વે જે રાજા થયો. તેને કોઈ રોગ થયો. એ રોગના ઇલાજ માટે ચારેબાજુ દોડધામ થઈ. અંતે એક ઉપાય કામયાબ નીવડ્યો. રાજા નિરોગી થયો. પછી પૂછે છે કે ક્યા ઉપાયથી મને સારું થયું ? તે જાણવું છે તો તેવી દવા બીજા રોગીને પણ આપી શકાય. આ દવાની રીત જાણી. તેમાં પંચેંદ્રિયનો ઘાત થયો હતો એટલે રાજાને આ સાંભળી ઘણું દુ:ખ થયું. મારા આત્માને બચાવવા પંચંદ્રિયનો વધ થયો ? જાત ઉપર નફરત થઈ. સંસારમાં નીવો નીવર્ય નીવનકુની પ્રતીતિ થઈ. ખૂબ દુઃખ થયું. આત્મા જાગૃત હતો. દોડ્યો ગુરુ પાસે, પ્રાયશ્ચિત્ત લેવા માટે ! સંન્યાસી પાસે પ્રાયશ્ચિત્ત માંગ્યું. અન્યદર્શનમાં વિવેક બહુ ઓછો છે. ગરમ-ગરમ સીસું પીવાનું પ્રાયશ્ચિત્ત આપ્યું. રાજા પણ ગરમ ગરમ સીસું પીને મરી ગયો. ત્યારથી તેના વંશજો સીસોદિયા કહેવાયા. આર્યને પાપ ખટકે છે, અનાર્યને દુઃખ ખટકે છે અને જૈનોને (દુઃખના કારણભૂત) સુખ ખટકે છે. તમને શું ખટકે છે ? જાતનું પોસ્ટમોર્ટમ જાતે જ કરવાનું છે. વ્યાખ્યાન સાંભળીને આત્મગવેષણા કરશો તો શાસન મળ્યાની સાર્થકતા છે.
જો આમ રાજા અન્યદર્શનમાં જન્મ્યા હતા. બપ્પભટ્ટસૂરિ તેમના ગુરુ હતા. પૂર્વભવના સંબંધો ચાલ્યા આવે છે. બન્ને ગોઠિયા હતા. તેના ગુરુએ તેને પ્રતિબોધ કરવાની ઘણી કોશિશ કરી. ઘણી મહેનતના અંતે કંઈ પરિણામ ન આવ્યું એટલે કંટાળીને તે વિહાર કરે છે. ત્યારે દેવી કહે છે કે, ““મરતાં મરતાં આ તમારાથી જ પામશે.'
આમ રાજા એક દિવસ બહાર નીકળ્યો. ચંડાળની ઝુંપડી જોઈ. ચંડાળની સ્ત્રી સાથે ભોગ ભોગવવાનું મન થયું. ત્યાં સ્ત્રી પાસે પહોંચ્યો. પણ અંદરના વિવેકે વિચાર આપ્યો કે આટલી હદ સુધી પતન ? પાછા ફર્યા. મનમાં પારાવાર પશ્ચાત્તાપ થયો છે. લાવ, મારા સંન્યાસી પાસે જાઉં અને પ્રાયશ્ચિત્ત કરું ! રાજા સંન્યાસી પાસે ગયા અને મનના અશુભ વિચારો બદલ પ્રાયશ્ચિત્ત માંગ્યું. અને કહ્યું કે હું રાજા છું એમ માનીને મને ઓછું પ્રાયશ્ચિત્ત આપશો તો તલવારથી માથું કાપી નાંખીશ. શાસ્ત્ર મુજબ જે યોગ્ય પ્રાયશ્ચિત્ત આવે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org