________________
૧૩૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
જઈશું તો ઇચ્છાયોગ પામી શકાશે. પૈસાના, સમયના, બુદ્ધિના, શક્તિના સદુપયોગથી ઈચ્છાયોગના ધર્મમાં આવી શકાય છે. સંયોગો, શક્તિ વગેરેને સંસારમાં જોડશો તો જન્મ-મરણની પ્રાપ્તિ થશે. સંયોગો, શક્તિ વગેરે ધર્મમાં જોડશો તો ઇચ્છાયોગની પ્રાપ્તિ થશે.
નક્કી કરો કે બને તો હવે મૌન લેવું છે, વાતો-વિકથા નથી કરવી, ટેસ્ટથી ખાવું-પીવું નથી. જે મોજ-મજા કરીએ છીએ તે નથી કરવી. વીક-એન્ડમાં પીકનીકને બદલે તીર્થે જવું છે. અનંતકાળથી જે કરતા આવ્યા છીએ તેના ઉપર કાતર મૂકવાની છે. વધારે ને વધારે તપ-ત્યાગ, દાન-શીલ, સામાયિક, પ્રતિક્રમણ, પૂજા વગેરે કરવાં છે. આવી લગન લાગી છે ? આત્માને આત્માનું સ્વરૂપ સમજાયું નથી, માટે તે તરફ જવાની ઇચ્છા જ નથી થતી. આત્માના ઐશ્વર્યનો ખ્યાલ જ નથી. આત્માના અજ્ઞાન જેવું એકે પાપ નથી. આજે આત્માને સંસારના આ નાટકમાં જ મજા આવે છે. આજે આ આત્માને કોઈના બાપ થવું પડે, કોઈની મા થવું પડે, કોઈની પત્ની થવું પડે, કોઈના દીકરા થવું પડે, અજન્માને જન્મ લેવો પડે, સ્વયંભૂને ઉત્પન્ન થવું પડે આ બધી નાલેશી છે. આમાં કોઈ બુદ્ધિમત્તા નથી.
સભામાંથી : અમે સાધુની ભક્તિ કરવા (વહોરાવવા) માટે સંસારમાં રહ્યા છીએ.
ઉત્તર : તમે પંચપરમેષ્ઠીની સેવા-ભક્તિ કરવા માટે જો સંસારમાં રહ્યા હોત તો મોડા-વહેલા તમે મારી જોડે પાટ ઉપર આવ્યા હોત. તમારી વાત જો સાચી હોત તો ઓઘાની વફાદારીએ તમને ઓઘો આપ્યો જ હોત !!! આજે જેટલું ભક્તિમાં ખર્ચો છો એના કરતાં કંઈ ગણું સંસારમાં ખર્ચો છો. જરૂરિયાત, સગવડ પૂરી થયા પછી પણ મોજશોખમાં જીવનને વેડફો છો. (આ સંસારમાં સારા ગણાતા લોકો આંતરિક રીતે, મોટે ભાગે ભ્રષ્ટ હોય છે) તમે પ્રામાણિકતાથી કહો કે તમને ધર્મ કરતાં સંસારનું સુખ વધારે ગમે છે કે નહિ ?
ના બેડામાં (મારવાડમાં) મુક્તિચંદ્રસૂરિ મ.સા. ઉપધાન કરાવ્યા. ૪૫ દિવસમાં થયેલી ભૂલોની આલોચના આપવાની હતી. મારવાડણ સ્ત્રીઓ બહુ રૂઢિચુસ્ત. ઘૂમટા કેટલા તાણે ? ઓઝલમાં જ રહે. આચાર્ય ભગવંત તે બાઈઓને કહે છે કે તમે (૧) રાત્રીભોજન ત્યાગ, (૨) સીનેમા ત્યાગ, (તે વખતે ટી.વી. નહોતાં) આ બે ચીજો જીવનભર માટે સ્વીકારી લો તો તમારી બધી આલોચના માફ !!! એનો સાફ ના પાડે છે. તો શું એમને ૪૫ દિવસના ઉપધાન ગમ્યા કહેવાય ? એમને ૪પ દિવસનો ત્યાગ ગમ્યો કહેવાય ?
બેનો કહે છે પૌષધ કરશું, ઉપવાસ આલોચના માટે કરી આપીશું,
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org