________________
આર્યસંસ્કૃતિની ઝલક
ધર્મ કરવાની ઈચ્છા છે જેમાં એવો જે ધર્મવ્યાપાર તે ઇચ્છાયોગ છે. આ ઇચ્છાયોગ ઊંચી કક્ષાનો કેવી રીતે બને ? અને ન હોય તો આવે કેવી રીતે ? આ પ્રશ્નને બહુ સાવધાનીથી ઉકેલવા જેવો છે.
જેઓ પાંચે ઈદ્રિયોના ત્રેવીશ વિષયોમાં લીન બને છે, અને તેમાં સુખ દેખાય છે. જેનું જીવન લૌકિક બની ગયું છે. લોકો જે કરે તે જ કરે, ખાવું-પીવું-પહેરવું-ઓઢવું, મોજ-શોખ, એશ-આરામ એ જેમના જીવનમાં મધ્ય સ્થાને છે. એવા જીવો ધર્મ કરે તો પણ ઈદ્રિયોના વિષયોને જ કેન્દ્રસ્થાને રાખે છે. સાંસારિક કરણીથી વ્યાપ્ત જીવોમાં ઇચ્છાયોગ આવી શકતો નથી. ધર્મકરણીના અવસરે પણ જેનો ઉપયોગ વિષયોમાં પ્રસ્ત હોય છે.
આમ જીવે પ્રત્યેક ભવોમાં સંજ્ઞાની જ પુષ્ટિ કરી છે. ગાય ભેંસ, કૂતરા, બિલાડા, વગેરે તિર્યંચના ભાવોમાં આ જીવે ફક્ત કષાયો, સંજ્ઞાઓ, ગારવની પુષ્ટિ સિવાય શું કર્યું છે ? ધર્મ, મોક્ષ, યોગ વગેરે શબ્દો પણ તે ભવમાં સાંભળવા મળતા નથી, તો પછી પામવાની વાત તો ક્યાંથી શક્ય બને ? વિષયની કરણીઓ તો અનંતાભવમાં સુલભ હતી. ત્યાં ઇચ્છાયોગ આવ્યો નથી. મનુષ્યભવમાં પણ આ જ કરણીઓ ઘૂંટ્યા કરીશું, મન-વચન-કાયાની અવળી જ પ્રવૃત્તિ કરીશું, તો સાધના ક્યારે કરીશું ? આદિશ અને આર્યકુળમાં જ જીવને સાધનાનો યોગ પ્રાપ્ત થાય છે. ઇચ્છાયોગ વિનાની ધર્મક્રિયા વાસ્તવિક ધર્મકરણી કહેવાતી નથી. લૌકિક કરણીનો રસ ઘટાડો અને લોકોત્તરવાસ્તવિક કરણીનો સ્વીકાર કરો. જીવનને વધુ ને વધુ ધર્મકરણીથી વ્યાપ્ત કરી દો. જ્ઞાનીની બતાવેલી ક્રિયાઓ જ એવી છે કે જે આજે નહીં તો કાલે ભાવને ખેંચી લાવશે.
જો સંજ્ઞાઓ ઉપર, વિષયો ઉપર, સંસારની કરણી ઉપર, કાપ મુકાય તો જ સફળતા માનજો. જુઓ, મનુષ્યનો જન્મ, તેનો સમય, એ ભવમાં મળેલી શક્તિ, મળેલી બુદ્ધિ, મળેલા પૈસા, મળેલ સંયોગ કિંમતી છે. તેનો સદુપયોગ કરી લો. ભોગને બદલે યોગમાં વ્યય કરો. આટલી સામગ્રી મળવા છતાં, આપણે અપૂર્વ ચીજ પામવાનું ભૂલી રહ્યા છીએ, એ પોતાની જાતનો અક્ષમ્ય અપરાધ છે. પુણ્યના ઉદયને વેડફવાથી પાપ બંધાશે, તેનો સદુપયોગ કરવાથી પુણ્યની સરવાણી ચાલુ રહેશે. અંતર્મુખ બનીને પરમાત્મા બનવા માટે આ ભવ મળ્યો છે. જિનશાસનસંપન્ન મનુષ્યભવની પ્રત્યેક પળ પર્વાધિરાજ પર્વ સમાન છે. તેમાં અનંતી કમાણી કરવાનો અવસર છે અને અનંતાભવોના કર્મોના ચોપડાની એન્ટ્રીનો નાશ કરવાનો અવસર છે. લૌકિકમાંથી લોકોત્તરમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org