________________
પ્રેમનું પરિબળ
૧૩૫
નહીં. ખેડૂતે જમીન ખેડી, બધું કર્યું પણ ધાન્ય ન થયું, કારણ બીજ નહોતું વાવ્યું.
સમ્યકત્વ વિનાની દાનાદિક ક્રિયાઓને નિષ્ફળ કહેનારાએ સમજવું જોઈએ કે સ્વરૂપનું લક્ષ્ય નહોતું' માટે ક્રિયાઓ કાર્યક્ષમ બની નથી પણ તેનાથી ક્રિયાઓની કાર્યક્ષમતા હણાતી નથી. કારણકે સમ્યકત્વ પામવા માટે પણ ભાવના લક્ષ્યપૂર્વક દાનાદિક ક્રિયા કરવાનું વિધાન છે.
જેણે આચારમાર્ગ છોડ્યો છે, જેઓ આચારમાં ઢીલા છે તેના નિશ્ચયનાં ઠેકાણાં નથી.
આચાર એ સ્ટેન્ડ છે, આચાર એ પાયો છે, આચારને પકડીને નિશ્ચયનો જમ્પ મારવામાં કોઈ જોખમ નથી. તે પડશે તો પણ સદ્ગતિ. આચારને અણીશુદ્ધ પાળવાના લક્ષ્ય સાથે કરેલી નિશ્ચયની સાધના મુક્તિને અપાવે છે. પણ તેમાં સ્વરૂપનું લક્ષ્ય અને ભાવોલ્લાસ ભળવા જોઈએ. ઔદંપર્ય સુધી પહોંચવાનું છે નહીંતર નુકસાન થાય. આચારમાં જે શિથિલ બન્યા છે તેના પરિચયમાં મજા નથી. આચાર એ તો મર્યાદા boundry છે. આચારને છોડીને નિશ્ચયમાં જાય તો હાડકાં ભાંગી જશે. આચારને અણીશુદ્ધ પાળે તો સગતિ.
શાસ્ત્ર ભણવાથી ક્ષયોપશમ માર્ગસ્થ થાય કે ન પણ થાય. પણ પરમાત્માની ભક્તિથી ક્ષયોપશમ એવો થાય કે તે માર્ગસ્થ બને છે. દેવપાલને વિષ – ગરલ અનુષ્ઠાન કોઈએ શીખવાડ્યું છે ? પણ આ બધું ક્યાંથી આવ્યું ?
સાંસારિક આપત્તિના નિવારણ માટે, અસમાધિથી બચવા માટે, સામર્થ્ય અને સત્ત્વ ઓછું હોય અને પરમાત્મા પાસે માંગો તો એટલા માત્રથી ઇચ્છાયોગ નથી એમ નહીં.
તમને પોળનાં ઘર નાનાં લાગ્યાં માટે ફૂલેટમાં આવ્યા, ફૂલેટમાં ન્યુસન્સ લાગ્યું અને સ્વતંત્ર બંગલામાં આવ્યા. આમાં ક્યાંય ધર્મ દેખાય છે ?
શાસન પરમાત્મા સ્થાપે છે, પણ પરમાત્મા શાસન ચલાવતા નથી માર્ગની પ્રાપ્તિ કરાવનાર ગુરુ તત્ત્વ છે, ચલાવનાર ગુરુ તત્ત્વ છે, જે કાયદા-બંધારણ ઘડે તે ન્યાયાધીશ ન બની શકે, બંધારણ ઘડનાર અને ન્યાય આપનાર જુદા હોય છે. તીર્થ સ્થાપવાનું કામ તીર્થંકરો કરે છે. તીર્થ ચલાવવાનું કામ ગણધરો-ગુરુભગવંતો કરે છે. શાસન સ્થપાય નિષ્કષાયથી અને શાસન ચાલે કષાયવાળાથી.
આ ગુરુ ભગવંતો શિષ્યોને જ્યાં જે કરવા જેવું હોય તેનું સ્મરણ કરાવે “સારણા', જે ખોટું કામ હોય તેનાથી અટકાવવા રૂપ “વારણા', એક વખત ના કહ્યા પછી ફરી કરે તો કડક ભાષાથી કહેવું-આંખો લાલ કરવારૂપ ચોયણા', અને પછી તાડના તર્જના કરવા રૂપ “પડિચોયણા' કરે છે. પરંતુ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org