________________
૧૩૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ચોથું ગુણસ્થાનક પણ મુકામ છે. વિશ્રામસ્થાન એટલે મુકામ. દેવલોક પણ મુકામ છે મંજિલ નથી.
યોગમાર્ગના સાધકની શુદ્ધિ વધતાં તેને અનાહતનાદ સંભળાય છે. સુધારસ પ્રગટે છે. એનો આનંદ અવર્ણનીય હોય છે. તે ભાવિનું કહી શકે, આગાહીઓ કરી શકે, પણ આ બધું આડપેદાશ by-products છે. એમાં અટકવાનું નથી, લેપાવાનું નથી, પણ આગળ વધીને સાધ્યને મેળવવાનું છે. રોડને સ્ટેશન માનવાની ભૂલ કરી શકાય નહીં. યોગીઓ, અધ્યાત્મની સાધના કરતાં પોતાને જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે કોઈને કહેતા નથી. ગુપ્ત રાખે છે ““જિનહી પાયા તિનહી છિપાયા.”
આત્માના આનંદ – નિધાનને ગુપ્ત રાખીએ તેટલી મજા છે. કંઈ થાય ને કહી નાંખીએ તે આછકલાપણું છે. જે આનંદ થાય છે એની અંદરમાં ભરતી કરો. એની અંદરમાં જમાવટ થવા દો. તેને કોઈની પાસે કો નહીં. ઓકી કાર્યો પછી શું રહે ? અધ્યાત્મમાં જે કાંઈ આનંદની અનુભૂતિ થાય, બીજી પણ જે કાંઈ અનુભૂતિઓ થાય, તેને છુપાવવાની છે.
કોઈ યોગ્ય આત્માને અપવાદે કહેવાય તે વાત જુદી છે.
તમારી પાસે કેટલા પૈસા છે ? કોઈને કહો છો ? ભૌતિક સંપત્તિથી જે ભરાય છે, તે આધ્યાત્મિક સંપત્તિથી ખાલી થાય છે. આત્મિક સંપત્તિથી જે ભરાય છે, તે આધ્યાત્મિક સંપત્તિથી ભરાય છે. તમારે શેનાથી ભરાવું છે ? બાહ્ય-આત્યંતર બેયથી કોઈ ભરાતાં નથી. એકથી ભરાય તે બીજેથી ખાલી જ થવાનો છે. તમે તમારું લક્ષ્ય target નક્કી કરો. બાહ્ય ચીજોથી. ખાલી થવા માંડો, બાહ્ય ચીજો આપવા માંડો તો આધ્યાત્મિક સંપત્તિ તમારા ચરણોમાં આળોટશે. પણ આપણે તો આ બધું મારી પાસે રહે અને મને અધ્યાત્મ જોઈએ. મારે અંદરથી ભરાવું છે-તો બહુ વાર છે.
રાજગૃહીનો પૂનમચંદ શેઠ એક વખતનો પુણિયો બન્યો છે. બધું હતું, પણ બાહ્યથી ખાલી થયા ને પોતે અંદરથી ભરાઈ ગયા. જગતના બાહ્ય પદાર્થની ઇચ્છાઓ, આસક્તિઓ એ તમને ઇચ્છાયોગમાં પણ આવવા ન દે. અધ્યાત્મયોગમાં ત્રણ યોગમાં ઈચ્છાયોગ પ્રથમ છે, પણ આ ઈચ્છાયોગને જેવો-તેવો માનશો નહીં. ઇચ્છાયોગ પણ ઘણો ઊંચો છે. અનંતીવાર દ્રવ્યક્રિયા કર્યા પછી ઈચ્છાયોગ આવે છે. અનંતીવાર ઇચ્છાયોગ આવ્યા પછી શાસ્ત્રયોગ આવે છે અને અનેકવાર શાસ્ત્રયોગ આવ્યા પછી સામર્થ્યયોગ આવે છે.
આ સંસારમાં જીવને રાગ-દ્વેષ; અર્થ-કામનો અનાદિકાળથી અભ્યાસ છે. એને તોડવા માટે અનંતીવાર દ્રવ્યક્રિયાઓ કરવી પડે છે. “આ નકામી ગઈ” એનો અર્થ એ નથી કે ભાવ પામવા માટે ક્રિયાઓ નકામી છે. એનો અર્થ એ જાણવો કે ભાવનું લક્ષ્ય નહોતું રાખ્યું માટે ભાવ આવ્યો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org