________________
૧૩૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આરાધકો આવ્યા તેટલાને માર્ગસ્થ કર્યા છે. પોતાના દોષનો એકરાર, પોતાની ક્ષતિનો ખ્યાલ ચાલુ છે. જીવનમાં શિથિલતા છે, વિચારોમાં શિથિલતા કે ઢીલાશ નથી.
આશાતનામાં તો હૈયું ધીઠું બને છે. જ્યાં તારક તત્ત્વો પ્રત્યે ધિક્કાર કે તિરસ્કાર હોય ત્યાં સમ્યક્ત્વ આવે નહીં અને સમ્યક્ત્વની ભૂમિકા પણ ન સર્જાય. ન ફાવે તો છોડી શકાય પણ તરછોડી ન શકાય. અનંતાનુબંધીના ઉદયથી જીવનમાં ધિક્કાર કે તિરસ્કાર આવે છે.
જેણે જીવનમાં પ્રેમ ખોયો તેણે જીવનનો સાર ખોયો છે. નિઃસ્વાર્થભાવે “સ્વ-પરની ભેદરેખા વિના વિશ્વભરના જીવોને આપણામાં સમાવવા” એ છે પ્રેમની વ્યાખ્યા.
વ્રતનું પાલન હોય કે ન હોય પણ ત્યાં અધ્યાત્મ અને યોગમાર્ગ રહી શકે છે. પણ જ્યાં ધિક્કાર કે તિરસ્કાર છે ત્યાં યોગમાર્ગ કે અધ્યાત્મ હોઈ શકે નહીં. હૃદયને કેળવણી આપવાની છે. હૃદય શુષ્ક કે બુઠું બની જાય એ અધ્યાત્મમાં ચલાવી ન લેવાય. હૃદયમાં વાત્સલ્ય કે પ્રેમતત્ત્વ પેદા ન થાય તો અધ્યાત્મમાર્ગની શરૂઆત પણ નથી. જ્ઞાન ઓછું ચાલે, ધર્મ ઓછો ચાલે, ક્રિયા ઓછી ચાલે, શ્રવણ પણ અલ્પ ચલાવી લેવાય પણ નિર્દભભાવે ધર્મની ઇચ્છા અને તારક તત્ત્વો પ્રત્યે વાત્સલ્ય, પ્રેમ, લાગણી હોવાં જ જોઈએ.
દેવપાળનું મને શું વિચારે છે કે સાત નહીં પણ ૭૦ ઉપવાસ થાય તો ચાલે પણ પ્રભુ ! તારો વિયોગ નહીં ચાલે, તમે-અમે બધા ઈચ્છાયોગના ધર્મમાં છીએ, દેવપાળ પણ ઇચ્છાયોગના ધર્મમાં છે પણ દેવપાળની ઇચ્છાયોગ મહાન છે. કારણ કે ધર્મ માટે જે આપવું પડે, જે ભોગ આપવો પડે તે આપવા તૈયાર છે. જ્યારે આપણે ભોગ લીમીટમાં આપીએ છીએ. આપણા સંસારને ગોબો ન પડે તે રીતે ધર્મ કરીએ છીએ. પૈસાના દાન કરતાં જાતનું દાન આપનાર વિરલ હોય છે. જાતનું દાન કઠિન છે. પૈસાનું દાન અપેક્ષાએ સહેલું છે. જેમાં જાતનું દાન ભળે એ દાન ઊંચું કહેવાય છે. અવસર આવે ક્ષત્રિયોમાં ક્ષાત્રવટ ઊછળે છે.
ક્ષત્રિય પરણવા જાય ત્યારે પહેલાં ખાંડું (તલવાર) મોકલે છે. તેનું કારણ શું ? પહેલાં હું આને (ખાંડાને) પરણેલો છું. તારી સાથે તો મારું બીજું લગ્ન છે, એટલે આનું કામ પહેલાં કરીશ, પછી તું. ક્ષત્રિયાણી પણ આ સમજે છે. યુદ્ધમાં જવાનું હોય ત્યારે ક્ષત્રિય બચ્ચો ક્ષત્રિયાણીને પૂછવા ન જાય. યુદ્ધની નોબત સાંભળતાં તેનું ક્ષાત્રવટ ઊછળવા માંડે. પરમાત્માનો ધર્મ ક્ષત્રિયનો છે. ક્ષાત્રવટ કેળવ્યા વગર નહીં ચાલે. આજે તમે થોડો ધર્મ કરો છો ને સંસારમાં જોડાઈ જાવ છો ને ઢગલાબંધ કર્મો બાંધી લો છો.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org