________________
પ્રેમનું પરિબળ
૧૩૧
સંસાર ન ગમવો જોઈએ અને ધર્મનો એકાદ યોગ પણ પરાકાષ્ઠાનો ગમવો જોઈએ. સંસારની પ્રવૃત્તિ એ વ્યવહારથી સંસાર છે. સંસારની રુચિ એ તત્ત્વથી સંસાર છે. સાધકે સંસારની પ્રવૃત્તિ અને સંસારની રુચિ બંને છોડવાં પડશે. સંસારની પ્રવૃત્તિ સંસારના રસને પોષે છે. સંસારની પ્રવૃત્તિ કરવી પડે તો સંસારનો રસ ન પોષાય, તેની કાળજી રાખવી જોઈએ.
સમકિતીને સંસારની પ્રવૃત્તિ કરતાં કરતાં સંસારનો રસ ટકતો નથી, તેની સ્વરૂપની રુચિ અને રસ પકડાયેલો રહે છે માટે કર્મબંધ અલ્પ થાય છે. મનોયોગમાંથી પેદા થતો અધ્યવસાય એ જ આત્મા છે. મનને અંકુશમાં Controlમાં લેવું હોય તો વચન અને કાયયોગનો ધર્મ કરવો જ પડે. વચન અને કાયા એ મનની લગામ છે. વચન અને કાયા છૂટા મૂકે તેનું મન બગડે છે. વચન અને કાયાનો ધર્મ એ વ્યવહારધર્મ છે પણ નિશ્ચયધર્મને લાવનાર છે, એટલું જ નહિ પણ નિશ્ચયધર્મ આવ્યાની પ્રતીતિ સ્વરૂપ છે.
એક સાધક કહે કે, “મારું મન સ્વચ્છ છે. પણ મને આચારનાં બંધનો નથી જોઈતાં.” “મન ચંગા તો કથરોટમેં ગંગા” એવું તે માને છે. હું સમિતિ – ગુપ્તિનું પાલન નહીં કરું તો તેને દીક્ષા અપાય ?
બીજી વ્યક્તિ કહે છે કે, મારું મન ખૂબ ખરાબ છે. અશુભ વિચારો મારો છેડો છોડતાં નથી. પણ હું મારા આચારને જિંદગીભર નહીં છોડીશ. જે કહેશો તે કરીશ. આ વ્યક્તિએ આચારમાર્ગના અવલંબને જાતને સુધારવાનો વિચાર કર્યો છે. બેમાંથી કોને દીક્ષા અપાય ? બીજી વ્યક્તિએ કારણને પકડ્યું છે અને કારણના સેવનથી કાર્ય થઈ શકે છે, માટે તેને દીક્ષા આપી શકાય. પહેલી વ્યક્તિએ પોતાની જાતને પૂર્ણ માની લીધી છે. હકીકતમાં લયોપશમભાવમાં પૂર્ણતા છે જ નહીં.
વ્રતના ભંગ કરતાં ગુરુની આશાતનાનું પાપ વધુ છે.
વ્રતના પાલન માટે સામર્થ્ય ઓછું પડે અને જીવ ચારિત્રમોહના ઉદયને ખાળી ન શકે, અને એને આધીન થઈ જાય તો વ્રતભંગ થઈ જાય છે. અહીં તેને વ્રતભંગ કરવાનો પરિણામ નથી. પ્રબળ ચારિત્રમોહના ઉદયથી નંદીષેણ જેવા ચારિત્રથી ચૂક્યા હોવા છતાં સમ્યગ્દર્શનને જાળવી રાખ્યું છે. અને ગુરુની આશાતના, અવિનય થઈ જતાં નથી, કરીએ તો થાય છે. જ્યાં ગુરુની આશાતના અવિનય આવ્યાં ત્યાં જીવ માર્ગમાં ટકી શકતો નથી. તારક તત્ત્વોની આશાતના એ તીવ્ર દર્શનમોહના ઉદયથી થાય છે.
મરિચિને ચારિત્રમોહનો ઉદય સતાવે છે છતાં તેઓ સમકિતથી ભ્રષ્ટ થયા નથી. તારક તત્ત્વો પ્રત્યે આદર, બહુમાન બધું છે. માર્ગની રુચિ, માર્ગનો આદર, માર્ગ પ્રત્યે પ્રેમ અકબંધ છે. બીજાને સાચો જ માર્ગ સમજાવે છે, કારણ કે સમ્યત્વ વિદ્યમાન છે. ભગવાનના કાળધર્મ પછી પણ જેટલા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org