________________
પ્રેમનું પરિબળ
૧૩૩
બધી વસ્તુ ભૂલીને આ ધર્મની પાછળ પડીશું તો ધર્મ આવશે. ધર્મને જીવનનું ચાલક બળ બનાવવું જરૂરી છે. પ્રન્થિભેદ થવો દુષ્કર છે, પણ તે કર્યા વિના ઠેકાણું પણ નથી. માનો કે તમે ક્ષણે ક્ષણે લાખો કે કરોડો રૂપિયા કમાવ છો. પણ તે વખતે આત્માને જે કાળો કરો છો, પાપ કરીને પાછા ખુશી થાવ છો તો તે વખતે આત્માને વધુ કાળો કરો છો. આ લાખ મેળવતાં જે પાપો કર્યા છે તે કરોડો પ્રયત્ન પણ નહીં જાય. અવિનાશીને ગુમાવીને વિનાશીની પ્રાપ્તિ કરવી તે પરાક્રમ છે કે નાલેશી ? પરાક્રમ શબ્દનો અર્થ કરો. પરને બચાવવા માટે જે આક્રમણ કરે તે પરાક્રમ. વિનાશી ચીજને મેળવવા શક્તિ ખરચે છે તે પરાક્રમ નથી. અર્થ અને કામ માટે વેડફેલી શક્તિ તે અધઃપતનનો માર્ગ છે. તેને પરાક્રમ માનવું તે મિથ્યાત્વ છે. એ પહેલું ગુણસ્થાનક છે. કોઈ પ્રશંસા કરે અને ફુલાઈ જઈએ; કોઈ નિંદા કરે ને કરમાઈ જઈએ તો તે દેહભાવ છે. અને દેહભાવ એ સમ્યક્ત્વ નથી. આત્મભાવ એ સમકિત છે. મરીચી, પ્રશંસામાં ફુલાણા છે એ દેહભાવ છે. સમ્યક્ત્વ ગયું છે ને નીચગોત્ર બંધાયું છે. નીચગોત્ર પહેલા ગુણસ્થાનકે બંધાય છે. સમ્યકત્વ આવતાં ઘણી અશુભ પ્રકૃતિઓનો બંધ છૂટી જાય છે.
સંસારમાં પ૦-૧૦૦ લાખ રૂ. મેળવવા એ દેવલોકની ઋદ્ધિ પાસે કાંઈ નથી. સંસારમાં અર્થ અને કામનો પુરુષાર્થ એ પાપનો પુરુષાર્થ છે. તેમાં પોતાની જાતને પરાક્રમી માનવાની ભૂલ ન કરશો. તે વખતે તમારી જાતને જાગૃતિથી બચાવતાં શીખો. અર્થ-પુરુષાર્થને ન્યાય, નીતિ, પ્રામાણિકતાથી નાથી લો અને કામ-પુરુષાર્થને સદાચાર, સંતોષથી નાથી લો.
સાધુને સાધુપણાના ગુણો છે કે નહીં ?, શ્રાવકને શ્રાવકપણાના ગુણો છે કે નહીં ? તે જોવું જ જોઈએ. કોઈને ઊતરતા માનવાની ભૂલ ના કરશો.
હું સારો છું, પેલો ઊતરતો છે, તેનામાં પહેલું ગુણસ્થાનક પણ વાસ્તવિક નથી. આ દોષદષ્ટિ છે, એ મિથ્યાત્વસૂચક છે. ગુણદૃષ્ટિનો અભાવ સૂચવે છે. અનાચારથી બચવા માટે આચારગ્રંથ બહુ જ ઉપકારક છે. બીજાને ઊતરતા માનવા એ યોગસાધનાના માર્ગમાં બાધક છે. આ જાતનો અહં ઠેઠ નીચે ઉતારી દે છે.
કોઈ જીવ ઊંચામાં ઊંચું ચારિત્ર પાળે, સમિતિ - ગુપ્તિનું પાલન પણ સારામાં સારું કરે, નિરતિચાર ચારિત્રમાં રહી શાસ્ત્રાભ્યાસ પણ કરે પણ તેની નજરમાં બીજા જીવો જો ઉતરતા જ લાગે તો આ સાધકનો વિકાસ પણ અટકવાનો, એમાં સંદેહ નથી.
બીજી વ્યક્તિ બીજા જીવની ટીકા ટિપ્પણ નથી કરતો પણ પોતે માન-સન્માનની આકાંક્ષા રાખે છે તો તે પણ નીચે ઊતરવાનો.
ત્રીજી વ્યક્તિને માન-સન્માનની આકાંક્ષા નથી પણ તે ગુણસ્થાનમાં અટકે તો મંજિલે પહોંચે નહી.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org