________________
૧ ૨૦
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વ્યવહારનો લોપ કરનારા તીર્થનો લોપ કરે છે.
નિશ્ચયનો લોપ કરનારા તત્ત્વનો લોપ કરે છે. જ્ઞાનીએ બતાવેલો આચાર એ તીર્થ છે. તીર્થ એ તત્ત્વને પામવા માટે છે.
ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, મોજ-શોખ, વૈભવ, વિલાસ, એશ-આરામ આ બધી સંસારની ક્રિયાઓ છે. સંસારની આવી તુચ્છ ક્રિયાઓ પાછળ તેનું જ્ઞાન ન મેળવતો હોય તેવો કોઈ જીવ છે ? નથી. સંસાર રસ વગર કરતો હોય એવું બને ? અનાદિકાળથી આ બધું પોપ્યું છે, પાળ્યું છે, તેને ઉખેડવું પડશે. ઈચ્છાયોગમાં આત્મા સમજે છે. ધર્મથી આત્મકલ્યાણ છે. ધર્મ વિના આત્માનું કોઈ સંયોગોમાં ઠેકાણું પડનાર નથી. આવી શ્રદ્ધાપૂર્વક શ્રવણ અને તેના અર્થબોધ પૂર્વક ધર્મની ઇચ્છાને “ઈચ્છાયોગ' કહેવાય છે
છતાં આ ઈચ્છાયોગી પ્રમાદી છે એટલે એ યોગ, એ કાળ, એ પરિણતિ, એ ઉપયોગની એકાગ્રતા-આ બધાં અંગોમાં ખોડખાંપણ લગાડે છે, ખામી રાખે છે. જેને ધર્મ જ કરવો ન ગમે, સંસારની ક્રિયા, સંસારની પ્રવૃત્તિ કરણીય લાગે છે, ઉપાદેય લાગે છે, સારી લાગે છે. તે બધાનો સમાવેશ મિથ્યાત્વીમાં થાય છે. સંસારનો રસ એ પ્રમાદ છે. વિકથા-કષાયની પરિણતિ, વિષયની પરિણતિ, નિંદા, એક ક્રિયામાં બીજો બીજો ઉપયોગ-આ પ્રમાદ છે.
આપણે બધા પ્રાય: ઈચ્છાયોગમાં આવી ચૂક્યા છીએ. ઇચ્છાયોગના અનેક પ્રકારો છે. ઇચ્છાયોગ શાસ્ત્રયોગ તરફ જવા માટે છે. જ્ઞાન ખાલી જ્ઞાન માટે નથી. પણ જ્ઞાન એ ક્રિયામાં જવા માટે છે. મતિજ્ઞાનના ઉપયોગમાં રહેલા વિકારોને કાઢવા જેવા છે, વિશુદ્ધિને લાવવા જેવી છે. સંસારની બધી ચીજો કરવા જેવી નથી. આટલું બેસી જાય તો કર્મમાં ધરખમ ઘટાડો થાય. મોહનો પાયો હચમચી જાય.
દર્શનમોહ = મિથ્યાત્વ = આત્માના ચૈતન્ય સ્વરૂપનું વિસ્મરણ. સંસારના પદાર્થોમાં સુખબુદ્ધિ એ મિથ્યાત્વ છે. સંસારના પદાર્થોમાં ભોગવૃત્તિ એ અવિરતિ છે.
આ પદાર્થો મારા સુખનાં કારણો છે એ બુદ્ધિ જ મિથ્યાત્વ છે. ઘા અહીં જ મારવાનો છે. પદાર્થો અને વ્યક્તિઓમાંથી જામ થઈ ગયેલી સુખબુદ્ધિ નીકળે નહીં ત્યાં સુધી આત્મા આગળ વધી શકતો નથી ત્યાં સુધી આ ચકરાવો છે. આ ચકરાવામાંથી બહાર નીકળી શકતો નથી. ગતિમાંથી પ્રગતિ થઈ શકતી નથી. ગતિમાંથી બહાર નીકળી શકાતું નથી. લક્ષ્યને આંખ સામે રાખીને લક્ષ્ય પ્રાપ્તિ જે રીતે થાય તે રીતે ક્રિયા કરતાં કરતાં આગળ વધવું, લક્ષ્ય સુધી પહોંચવું એ પ્રગતિ છે. પદાર્થોમાં ભોગવૃત્તિ અને સુખબુદ્ધિ તૂટતી નથી ત્યાં સુધી ગતિ છે. બુદ્ધિ એ વેશ્યા છે. ચમારકન્યા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org