________________
નિયમના લાભો – દષ્ટાંતથી સમજો
૧૨૭
પરમાત્મા, નિગ્રંથ ગુરુ, પરમાત્માનું લોકોત્તર શાસન મળ્યું. આની કિંમત આંકનાર વ્યવહારનય છે. લોકોત્તર શાસન તમને મળી ગયું છે એ પુણ્યોદય છે. વ્યવહારનય સામગ્રી પ્રધાન છે. નિશ્ચયનય કહે છે, કે આ બધું મળ્યું પણ તું અંદરથી કોરો રહ્યો, તારા ભાવો પલટાણા નહીં તો તને આ ચીજ મળ્યાની કોઈ કિંમત નથી. શાસન પામીને તમારી જાતને “કુ'માંથી “સુ” * બનાવવાની છે. જે પોતાની જાતને “કુ'માંથી “સુ” બનાવવા તૈયાર છે તે . કોઈને “કુ' કહે નહિ.
સારી ચીજ બીજાનું ખંડન કરવા માટે હોય નહીં. કરોડપતિ છે તે લાખોપતિની નિંદા કરવા માટે છે ? આવું ન કહેવાય. અહંકારના કારણે આવી ટીકાઓ નિંદાઓ થાય છે. અહંકાર એ શબની પહેચાન છે એ ભૂલશો નહિ. શબની જેમ અહંકારી અક્કડ રહે છે માટે તેનો નાશ થાય છે. વાવાઝોડામાં અક્કડ એવું તાડનું ઝાડ પડીને જમીનદોસ્ત થઈ જાય છે અને નાનકડું ગુલાબનું પોયણું એ વળી જાય છે તો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. નમવામાં મજા છે. નમ્રતામાં આત્મગુણની પ્રાપ્તિ છે. અહંકારનો
ઔદયિક ભાવનો આનંદ એ આભાસ સ્વરૂપ છે. વિટંબણા સ્વરૂપ છે એ સમજાય તો જીવો કષાયની તાણમાંથી છૂટવા પ્રયત્ન કરે. જે બીજાની નિંદા-ટીકા-ટીપ્પણ કરે તેનામાં સમ્યકત્વ તો ન હોય પણ માર્ગાનુસારી ગુણ પણ ન હોય. નિંદા દોષની હોઈ શકે છે, દોષિતની નહિ. ચોરી કરે તે ચોર એમ ચોરની વ્યાખ્યા કરાય. પણ “તું ચોર છે' એવું ન બોલાય. કારણ કે તે નિંદા છે.
ઉપાધ્યાયજી મ.સા. “ચેતન જ્ઞાન અજુવાળીએ'માં લખ્યું છે કે, “અન્યમાં પણ દયાદિકગુણા, જે જિનવચન અનુસાર રે, સર્વ તે ચિત્ત અનુમોદીએ, સમકિત બીજ નિર્ધાર રે.” આ ટંકશાળી વચનોને ખોટાં કહી શકાય તેમ નથી. જિનવચનને અનુસરનારી અન્યની – જૈનેતરોની જે શુભ ક્રિયાઓ છે તેનું મૂલ્યાંકન કરવાનું છે એટલે અનુમોદના સ્વાભાવિકપણે થવી જોઈએ. જાહેરમાં તેની પ્રશંસા ન થાય કારણ કે પ્રશંસા કરવાથી તેના કોઈ અનુયાયી બને તો તેમાં આપણે નિમિત્ત બનીએ છીએ. આ જાગૃતિ સાથે ગુણોનો પક્ષપાત એ પણ મોક્ષમાર્ગમાં જરૂરી છે.
- શિવરાજ ઋષિના પ્રસંગથી જાણવાનું છે કે અનુમોદના આવડે તો કરો, પણ ભારોભાર ટીકા-ટિપ્પણ તો ન જ કરો. શિવરાજર્ષિ અન્યદર્શનના સંન્યાસી છે. તેને વિર્ભાગજ્ઞાન થયું. તેમાં સાત દ્વીપ-સમુદ્ર જોયાં. તેને થયું કે ભગવાન મહાવીર તો અસંખ્ય દ્વીપ-સમુદ્રો કહે છે. અને મને તો સાત જ દેખાય છે. તો સાચું શું ? તો હું ભગવાન પાસે જાઉં અને આનો ખુલાસો કરું. એમ વિચારી શિવરાજર્ષિ ભગવાનના સમવસરણમાં આવવા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org