________________
૧૨૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
નીકળ્યા છે. હજુ મિથ્યાષ્ટિ છે, સમ્યકત્વ પામ્યા નથી, પરંતુ સરળતાદિ ગુણો ઘણા છે.
આ બાજુ ભગવાન મહાવીર પરમાત્મા સમવસરણમાં ગૌતમાદિની આગળ શિવરાજર્ષિની પ્રશંસા કરે છે કે હમણાં જ તે મારી પાસે આવશે. શંકાનું સમાધાન કરશે. અને સમ્યકત્વ પામી જશે. આ સાંભળી ગૌતમ મહારાજા તેમને સમવસરણમાંથી ઊભા થઈ સામા લેવા માટે જાય છે. તે આવ્યા..અને પ્રભુની પાસે સંશયનું સમાધાન મળતાં તેઓ સમક્તિ પામે છે. જોકે આ વિષયમાં ભગવતીસૂત્રની ટીકામાં ખુલાસો કર્યો છે કે લાભ નિશ્ચિત થવાનો હતો અને નુકસાનનો કોઈ સંભવ ન હતો માટે ગૌતમ સ્વામી સામા લેવા ગયા...ખેર ! તે ગમે તે હોય પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે તમને અનુમોદના – પ્રશંસા કરતાં આવડે તો કરો, ન આવડે-ન ફાવે, તો મૌન રહો, પણ ક્યાંય, કોઈની પણ ટીકા-ટિપ્પણ, નિંદા-કૂથલીમાં પડી આત્માને મલિન તો ન જ કરો..જિનવચનને અનુસરતા એવા અન્યમાં પણ રહેલા ગુણોની ચિત્તથી અર્થાત્ હૃદયથી અનુમોદના-પ્રશંસા તે સમ્યકત્વનું બીજ છે. પંચસૂત્રમાં પણ ઠેઠ માર્ગાનુસારી સુધીના ગુણોની અનુમોદના-પ્રશંસા કરવાનું વિધાન છે. “સર્વ તે ચિત્ત અનુમોદિયે’ એટલે તે અનુમોદના-પ્રશંસા માત્ર બીજાને સારું લગાડવા માટે, દેખાવ પૂરતી કરવાની નથી. પરંતુ પોતાને તે ગુણો ગમી ગયા છે અને પોતાને તે અત્યંત ઇષ્ટ છે. તે માટે કરવાની
જેમ જમીનમાં ધરબાયેલું બીજ અનુકૂળ હવા-પાણી-ખાતર વગેરે મળતાં બહાર ફૂલે-ફાલે છે. તેમ અંદરમાં રહેલ ગુણદષ્ટિ-ગુણાનુરાગ કોઈના પણ હૃદયસ્પર્શી ગુણો જોયા પછી અનુમોદના પ્રશંસા કરાવ્યા વિના રહેતા નથી.
અન્યદર્શનમાં રહેલ જીવના ગુણની અનુમોદના જ થાય. પ્રશંસા ન થાય. કારણકે તેમ કરતા જીવો અન્યદર્શનના રાગી બનવાની આપત્તિ આવે...આવી શંકાના સમાધાનમાં ઉપાધ્યાયજી મ.સા. ધર્મપરીક્ષા ગ્રન્થમાં લખે છે કે તો પછી અવિરત સમ્યગ્દષ્ટિના સમકિત ગુણની પણ પ્રશંસા નહીં કરાય. કારણ કે તેમ કરવા જતાં તેનામાં રહેલ અવિરતિની પણ પ્રશંસા કરવાનું પાપ લાગશે. પણ ત્યાં આપણે આવું માનતા નથી. આપણે તો તેનામાં રહેલ શુદ્ધ સમ્યત્ત્વગુણને ખ્યાલમાં રાખીને જ પ્રશંસા કરીએ છીએ. નહિ કે તેની અવિરતિની પણ... તે જ રીતે જિનવચન અનુસાર અન્યમાં પણ રહેલ ગુણોની પ્રશંસા-અનુમોદના તે સમકિત પામવાનું કારણ છે. માત્ર અનુમોદના-પ્રશંસા કરતા ખ્યાલ એ રાખવાનો છે કે ક્યાંય પણ અન્યદર્શનની મહત્તા આપણાથી અંકાઈ ન જાય. તે માટે પ્રશંસા કરવી હોય તો આમ કરાય કે –
અહો ! આશ્ચર્યની વાત છે કે જેને સર્વજ્ઞપ્રણીત અનેકાન્તદર્શન અને વિશુદ્ધ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org