________________
૧૨૬
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ઉત્સર્ગમાં જ રહેવું છે, એ જ સાત્ત્વિક્તા છે. છાશવારે (often) અપવાદ લેવાવાળાં, સેવવાવાળાં એવા આપણામાં સાત્ત્વિક્તા નથી અને તેથી ઇચ્છાયોગમાં પણ આવી શકીએ તેમ નથી. સામાયિકમાં દસ મિનિટ થઈ, પારી લીધું અને સંડાસ જઈ આવ્યા. આ પ્રતિજ્ઞા ભંગ થયો છે. પૌષધમાં કરો છો તેમ કરવું જોઈએ. વિકલ્પો તો છે પણ સત્ત્વ ખૂટે છે, સમજ ઓછી છે, ક્રિયામાર્ગની સ્થિરતા નથી. ગુણ માટે વારંવાર ડાયવર્ઝનમાં જવાનું બને છે.
જેઓએ ધર્મમાં વીર્ય ફોરચું, ધર્મમાં અડીખમ રહ્યા. તેઓ વીતરાગ બની બારમે ગુણસ્થાનકે પહોંચ્યા, કેવલી બની મોક્ષે ગયા. – કાયર માટે જ સંસાર છે.
દેવપાલને ૭ ઉપવાસ થઈ ગયા. ૭ ચોવિહારા ઉપવાસ થઈ જવા છતાં પરિણામ બગડતા નથી એ મોટું જમા પાસું છે. આ પ્રીતિયોગ આવ્યો કહેવાય. પ્રીતિયોગથી ધર્મની શરૂઆત થાય છે. ભક્તિયોગ અને વચનયોગ વચ્ચે છે. અસંગયોગ છેલ્લે છે. પ્રીતિમાં પૂજ્યભાવ વધુ ને વધુ ભળે ત્યારે ભક્તિ આવે. ભક્તિ છે ત્યાં પ્રીતિ તો છે જ. પત્ની પ્રત્યે પ્રીતિ છે, માતા પ્રત્યે પ્રીતિ + ભક્તિ છે. બંનેને સાચવવાના, ખાવા-પીવાની વાતમાં બંનેને સાચવવાના ખરા, પણ માતાના પગમાં પડવું જોઈએ કારણકે પૂજ્યતા છે સ્ત્રીના પગમાં ન પડાય તે પૂજ્યતાનું પાત્ર નથી. પ્રીતિથી પૂર્ણતા જૈન શાસન બતાવે છે. પ્રીતિને અભેદતામાં રસ છે. માટે જ પૂર્ણ એવા પ્રભુતત્ત્વની પ્રીતિનું પર્યવસાન પૂર્ણતામાં થાય છે.
વૈરાગ્યથી વીતરાગતા જૈનશાસન બતાવે છે. વચનયોગમાં જે કોઈ ક્રિયા કરો છો તેમાં પરમાત્માની આજ્ઞાને આગળ લઈને કરો. અને એમાં દેઢતર બનતાં પદાર્થોનો સંગ, આસક્તિ, જોડાણ, એટેચમેન્ટ, પ્રતિબદ્ધતા, નીકળી જાય એ અસંગ અનુષ્ઠાન. ચંદન - ગંધ - ન્યાય જેવું અસંગ અનુષ્ઠાન છે. ચંદનને વાંસલાથી છોલો તો તેના સ્વભાવભૂત સૌરભને જ આપે છે, તેમ અહીં જીવને ક્ષમાદિ ગુણો સહજ થઈ ગયા હોય છે. ક્ષમા મારું સ્વરૂપ છે, મારે ક્ષમા જ કરવી જોઈએ એવો વિકલ્પ પણ નથી. માત્ર સહજ રૂપે આ જીવો ક્ષમામાં પ્રવૃત્તિ કરે છે. પણ એની ભૂમિકામાં વચન અનુષ્ઠાન હોય જ છે. જેમ ભમરડાને વીંટી ને ઘુમાવીને ફેંકો એના તુલ્ય વચન અનુષ્ઠાન છે અને પછી તે સહજ રીતે ઘૂમ્યા કરે છે એના તુલ્ય અસંગ અનુષ્ઠાન છે. કુંભારના ચાકડાનું દૃષ્ટાંત આ સ્થળે ઘટી શકે છે.
સાત દિવસ ચોવિહાર ઉપવાસ થયા. આઠમા દિવસે રેલ ઊતરી ગઈ. ત્યારે ખાવા નથી બેઠો પણ દોડ્યો. સાત દિવસ સુધી તારાં દર્શનનો અંતરાય પડ્યો. મારો કેવો પાપોદય ? “હે ભગવાન ! તે મને સાત દિવસ સુધી ભૂખ્યો રાખ્યો, આ શું કર્યું ?'' એમ નથી કહેતો. બસ દોડ્યો, દર્શન કરવા માટે. આંતરિક ઉઘાડ એ કોઈની મોનોપોલી નથી, પરમાત્માનો વિરહ તમને સતાવે છે ? વીતરાગનો સાચો ઉપાસક કોઈને અન્યાય ન કરે. વીતરાગ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org