________________
દેવપાલની પ્રભુભક્તિ
અનંતકાળમાં શુદ્ધધર્મ મળવા છતાં શુદ્ધધર્મ આરાધ્યો નહીં. અનંતકાળથી વિષય – કષાયમાં મારા ઉપયોગને ઓળઘોળ બનાવીને મેં લોકોત્તર ધર્મની પ્રાપ્તિ કરી નહિ.
જ્ઞાનીઓએ ધર્મની સ્થાપના આત્મકલ્યાણ માટે કરી છે. આ જિનશાસન સંપન્ન માનવભવ પામીને હવે આત્મકલ્યાણ ન કરો તો બીજા ભવમાં કલ્યાણ થવાની શક્યતા ઓછી છે. મનુષ્યભવ ઊંચામાં ઊંચો છે તો તેમાં કરણી પણ ઊંચી જ કરવી જોઈએ. ઊંચા ભવમાં હલકી કરણી કરીએ તો એની કિંમત આંકી ન કહેવાય. સુવર્ણપાત્રમાં દારૂ ન ભરાય. આ ભવ ઊંચી કરણીથી સફળ છે. બુદ્ધિ અને શ્રદ્ધા આ બેમાં શ્રદ્ધા ઘણી ઊંચી છે. બુદ્ધિથી મોક્ષ સાધી શકાતો નથી. અલ્પજ્ઞાની પણ આ શ્રદ્ધાના બળે તર્યાનાં દૃષ્ટાંતો ઘણા મળે છે.
ઇચ્છાયોગમાં જીવને આત્મકલ્યાણ મુખ્ય દેખાય છે. અને આત્મકલ્યાણ કરવા માટે જ્ઞાનીએ કહેલા અનુષ્ઠાન તેને ઉપાદેય સમજાય છે. ઇચ્છાયોગી શુદ્ધ ધર્મને આરાધે છે. એનામાં મલિનતા નથી. એને સંસારનાં પ્રલોભનો સતાવતાં નથી. અનુષ્ઠાનથી જ આત્મકલ્યાણ થશે એવી તેની પાકી શ્રદ્ધા છે. અને ક્રિયામાર્ગ આચરવા માટે મારે શાસ્રશ્રવણ કરવું જોઈએ એવો તેનો નિર્ણય હોય છે. એકલી ક્રિયાથી મોક્ષ નથી. એકલા જ્ઞાનથી મોક્ષ નથી. જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ જ્યાં સુધી દેહ છે, ત્યાં સુધી ક્રિયા છે. ત્યાં સુધી સંસારની ક્રિયા કરવી પડે છે. દેહ ગયો એટલે દેહક્રિયા ગઈ. આત્મશુદ્ધિ કરવા માટે તેને અનુરૂપ ક્રિયા જોઈએ જ. આત્મા પૂર્ણજ્ઞાનવાળો છે, મારો આત્મા કષાયવાળો છે. મુક્તાત્મા જ્ઞાનસ્વરૂપ છે. આનંદ સ્વરૂપ છે. આત્માને દેહ વળગ્યો છે. દેહ અને આત્માનું એકમેકપણું છે. ક્રિયા પુદ્ગલમાં છે. પણ સારી ક્રિયાનું બળ નહીં વધારીએ તો દેહ ખોટી ક્રિયા કર્યા વગર નહીં રહે.
.
ખોટી ક્રિયાનું ફળ છે સંસાર, ખોટી ક્રિયાનું ફળ છે રખડપટ્ટી. અશુભક્રિયામાંથી બચવા માટે જ્ઞાનીઓ સમ્મક્રિયા બતાવે છે.
આખો આચારમાર્ગ, જ્ઞાન, ધ્યાન, તપ, ત્યાગ, ક્રિયા, આરાધના બતાવી છે. જેઓ ફક્ત શુદ્ધ બુદ્ધ સ્વરૂપની વાતો કરે છે. તેઓ જ્ઞાનીના માર્ગનું ઉત્થાપન કરે છે, લોપ કરે છે, તેને ઉડાડે છે. શુદ્ધ ક્રિયા
બુદ્ધ સ્વરૂપને
પ્રાપ્ત કરવા સહાયક બનનાર જ્ઞાન
ધ્યાન
ત્યાગ
વગેરેને ઉડાડી ન શકાય.
Jain Educatlon International 2010_05
-
For Private & Personal Use Only
તપ
-
www.jainelibrary.org