________________
ઈચ્છાયોગનું સ્વરૂપ
૧૧૭
સ્વરૂપ છે.
જ્ઞાન સર્વ પ્રકાશક છે તેની વિકૃતિ લોભ છે-જે સર્વ પર પદાર્થની ઇચ્છા સ્વરૂપ છે.
વિકૃતિમાં દુ:ખ દેખાય તે પોતાની પ્રકૃતિને પામી શકે. આ દૃષ્ટિકોણથી કષાયને સમજશો નહીં ત્યાં સુધી આત્માનું ઠેકાણું નહીં પડે.
કર્મગ્રંથમાં કર્મને પ્રકૃતિ કહેવાય છે. તો કર્મ એ પ્રકૃતિ છે કે વિકૃતિ છે? મૂળભૂત સ્વરૂપને પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિનો નાશ કદી ન થાય. વિકૃતિનો નાશ થઈ શકે છે. રોગો વિકૃતિ કહેવાય, આરોગ્ય પ્રકૃતિ કહેવાય.
કષાય એ વિકૃતિ છે. પ્રકૃતિના આધાર વિના વિકૃતિ થઈ શકે નહીં. પ્રકૃતિ સ્વયંભૂ હોય. પ્રકૃતિ બીજાથી ન હોય. વિકૃતિ એ સ્વયંભૂ નથી. વિકૃતિ પ્રકૃતિના આધારે છે. વિકૃતિને ઉત્પન્ન થવા માટે પ્રકૃતિનો આધાર લેવો પડે છે. છતાં આશ્ચર્ય એ છે કે તે પ્રકૃતિને દબાવે છે. પ્રકૃતિને દબાવવાનું કામ ભલે વિકૃતિ કરી શકતી હોય, પણ પ્રકૃતિનો નાશ કરવા તે અસમર્થ છે અને પ્રકૃતિ એ ધારે તો વિકૃતિનો નાશ કરી શકે છે. અથવા સાચા શબ્દોમાં કહીએ તો વિકૃતિનો નાશ કરીને જ રહે એનું નામ પ્રકૃતિ છે.
દરિયો એ પ્રકૃતિ છે, મોજાં એ વિકૃતિ છે. દરિયા વિના મોજાં હોય ? મોજાં દરિયાના શાંત-પ્રશાંત-ગંભીર સ્વભાવને દબાવી શકે પણ દરિયાનો નાશ ન કરી શકે. કોઈ મોજાએ દરિયાનો નાશ કર્યો હોય એવું સાંભળ્યું છે ?
પ્રશ્ન : કર્મ વિકૃતિ છે, કષાય એ પણ વિકૃતિ છે. તો કર્મગ્રંથમાં એને પ્રકૃતિ કેમ કહી ? મોહનીય કર્મની ૨૮ વ. પ્રકૃતિ કહી છે. શા માટે ?
ઉત્તર : કર્મ, કષાય હકીકતમાં વિકૃતિ છે પણ જ્યારે તે ઉદયમાં આવે છે ત્યારે કર્મ પોતાનો સ્વાદ જીવને બતાડે છે, ચખાડે છે. ક્રોધ થતાં જીવ લાલઘૂમ બની જાય છે. જ્ઞાનનો વિવેક નાશ પામી જાય છે. માટે આ વિકૃતિને પ્રકૃતિ કહી. પણ સાધકે સમજવાનું છે કે પોતાની ચીજને મારીને જીવ કદી સુખી થઈ શકે નહીં. પોતાની ચીજને મારે એના જેવો શત્રુ, ઘાતકી કે ખરાબ, બીજો કોઈ નહીં.
જે ચીજ આપણી છે, તેની રક્ષા કરવી એ ધર્મ છે. સીધી રીતે રક્ષા ન થાય તો બીજાના ભોગે પણ રક્ષા કરવી એ ધર્મ છે. તમારું શું છે ? જ્ઞાન-દર્શન-ચારિત્ર- વીર્ય એ તમારાં છે. વ્યવહારથી તમે જેને તમારા માનો છો, તેની ભલે રક્ષા કરો, પણ એનાથી અધિક જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરશો ત્યારે તમે પરમાત્માના ધર્મને પામ્યા કહેવાશો.
આત્મકલ્યાણની બુદ્ધિથી ધર્મ કરવાની ઈચ્છા એ ઈચ્છાયોગ કહેવાય છે. ધર્મ કરતાં સંસારની ચીજોને મૂલ્યવાન ગણશો તો ઇચ્છાયોગનો ધર્મ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org