________________
૧૧૮
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પણ નહીં આવે. એ ધર્મ વિષ અને ગરલ બની જશે. આપણે તો અમૃત અનુષ્ઠાન સુધી પહોંચવું છે.
જે ધર્મકરણી શમ-સંવેગાદિ ગુણો સહિત હોવા સાથે પ્રધાનપણે વચનક્ષમા તેમજ ધર્મક્ષમાથી યુક્ત (દ્રવ્ય-ભાવ અહિંસકતાવાળી) હોય, અર્થાત્ સાધ્ય-સાધન દાવે શુદ્ધ હોય તેને શાસ્ત્રમાં અમૃત-અનુષ્ઠાન કહે છે. આવી ઉત્તમ ક્ષમાપૂર્વકની ધર્મકરણી કરવા માટે, દશવિધ યતિધર્મને સાધવા જોઈએ. ક્ષમા પૂર્વે નવધર્મ-મૃદુતા, આર્જવ (સરળતા), મુક્તિ (નિર્લોભતા), તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચન, બ્રહ્મચર્ય, વગેરે નવધર્મને આત્મસાત્ કરવા જરૂરી છે અન્યથા ધર્મક્ષમા હોતી નથી. ધર્મક્ષમાથી યુક્ત ધર્મકરણી “કાર્યોત્પતી કારણવં' એ ન્યાયે તત્કાળ કર્મનિર્જરા કરાવીને આત્માને મોક્ષપદને આપવાવાળી થાય છે.
પાંચ પ્રકારનાં અનુષ્ઠાનોમાં પ્રથમના ત્રણ પ્રકારનાં અનુષ્ઠાનો ભવભ્રમણનાં હેતુઓ હોવાથી ત્યાગ કરવા યોગ્ય છે. તેમજ પાછળનાં બે પ્રકારનાં અનુષ્ઠાનો આત્મશુદ્ધિકારક હોવાથી આદરવા યોગ્ય છે એવો નિશ્ચય કરવો જરૂરી છે અન્યથા ધર્મ-અધર્મ સંજ્ઞા અને અધર્મ ધર્મ સંજ્ઞા રૂપ મિથ્યાત્વ પરિણામની વૃદ્ધિ થશે.
ધર્મ કરનાર કેવો હોવો જોઈએ ? એની માહિતી આપણને દેવપાલના દષ્ટાંત ઉપરથી પડશે. પરમાત્માને ભેખડમાં જોયા કે તરત બહુમાન થયું. ઓહોહો આ તો પરમાત્મા છે. જોતાં જ આનંદ આનંદ પામે છે. ઝૂકી ઝૂકીને પગમાં પડે છે અને કહે છે, હે પ્રભો ! મારા જેવા પાપી, કંગાળ અને દરિદ્રીને તું મળ્યો !! તારાં દર્શન મળ્યાં ! મારો કેવો પુણ્યોદય ? આમ શુભભાવ વધતો જાય છે. પછી વિચારે છે કે, આ તો પરમાત્મા છે.
એમને આવી ભેખડમાં રખાય ? તરત જ નદીના કિનારેથી માટી લઈ આવી પરમાત્માને માટે સુંદર બેઠક જેવું બનાવે છે. મંદિર જેવું બનાવે છે. અંતરના બહુમાનપૂર્વક ત્યાં પ્રતિષ્ઠિત કરે છે. નદીકિનારેથી પાનના પડીયામાં પાણી લઈ જઈને પ્રક્ષાલ કરે છે તેમજ ઉદ્યાનમાંથી પુષ્પો લાવી પુષ્પપૂજા કરે છે. દેવપાલને પરમાત્માની ભક્તિ માટે વિધિ-વિધાનની ખબર નથી પરંતુ હૃદયમાં બહુમાન અપરંપાર છે. ભક્તિ એ બાહ્ય યોગ છે. કદાચ બાહ્ય અભિગમમાં એને ઓછી ખબર પડતી હશે પણ આંતરિક બહુમાન અસીમ છે. જેના પ્રત્યે બહુમાન હોય, તેનું ઓછાપણું તેને ખટકે, તે ઓછું ચલાવી શકે નહીં. અહીં હૃદયની પ્રીતિ છે, હૃદયનું અનુસંધાન છે. ખમાસમણ દેવા, વંદન કરવું, પૂજા કરવી એ ભક્તિ છે. બહુમાનથી દેવપાલ કઈ કક્ષા પામે છે ? તે અગ્રે વર્તમાન.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org