________________
દેવપાલની પ્રભુભક્તિ
૧૨૧
છે. શ્રદ્ધા એ રાજાની રાણી છે, સતી છે. બુદ્ધિ ઓછી હોય તો ચલાવી લેવાય. શ્રદ્ધા ઓછી હોય તો ચલાવી ન લેવાય. બુદ્ધિ ઉછીની ચાલે, શ્રદ્ધા પોતાની જ જોઈએ, એમાં કોઈ વિકલ્પ કે બાંધછોડ નથી.
શાસ્ત્રમાં ભક્તિ અને બહુમાનના ભેદને સૂચવતું દૃષ્ટાંત આવે છે કે એક મહાદેવનું મંદિર છે. રોજ પૂજારી મહાદેવની પૂજા ભક્તિ કરે છે. પરમાત્માની સારસંભાળ કરે છે. તેવા સમયે એક જંગલનો ભીલ હાથમાં તીર લઈને અને મોંમાં પાણીનો કોગળો રાખી ત્યાં મહાદેવની પાસે આવી તીરથી મૂર્તિ ઉપર રહેલાં બધાં ફૂલને વિખેરી નાંખે છે અને પછી તેના ઉપર મોંમાં રહેલ પાણીનો કોગળો બહાર કાઢે છે અને પછી મહાદેવને કહે છે કેમ મહાદેવ ! મઝામાં છો ને ? મહાદેવ-હું તો મઝામાં છું પણ તું તો મઝામાં છેને ? ભીલ-મારે તારા જેવો મહાદેવ મળ્યા પછી શું ચિંતા હોય ? તારા પ્રભાવે મારે લીલા લહેર છે. આ જોઈ પેલો પૂજારી વિચાર કરે છે કે આ મહાદેવ કેવો છે ? રાત-દિ' એની ભક્તિ કરીને હું મરી ગયો છતાં એને મારી સાથે વાત કરવાનું મન થતું નથી અને આ ભયંકર આશાતના કરનાર મોંમાંથી કોગળો ફેંકનાર ભીલ સાથે એને વાત કરવાનું મન થાય છે. એટલે મહાદેવને પૂજારી ઠપકો આપે છે કે તું કોનો છે ? રાત-દિ’ ભક્તિ હું કરું છું અને વાત તું ભીલ સાથે કરે છે. ત્યારે મહાદેવ કહે છે, એનામાં શું છે એ જોવું હોય તો તું આવતી કાલે આવજે.
બીજે દિવસે પૂજારીએ મંદિર ખોલ્યું તો મહાદેવને એક જ આંખ છે બે નહિ. આ જોઈને પૂજારી ચારેબાજુ બૂમો પાડે છે. મહાદેવની એક આંખ ચોરાઈ છે. ચારે બાજુ બુમરાણ મચાવ્યા પછી જ્યારે મળતી નથી તો શાંત થઈ જાય છે. તે જ વખતે ભીલ દર્શને આવ્યો અને જોયું કે એક આંખ નથી તો ભીલ કહે છે - અરે પ્રભુ આ શું ? તારા સેવકને બે આંખ અને તારે એક ? આ કેમ ચાલે ? તું તો મારો નાથ છે, સર્વસ્વ છે, મારે ભલે એક આંખ હોય પણ તારે તો બે જ જોઈએ. એમ કહી તરત ભાલાની અણી પોતાની આંખમાં ખોસી આંખ કાઢી મહાદેવને લગાવી દે છે અને પછી બે આંખવાળા તેને જોતાં આનંદ અનુભવે છે. આ જોઈ પૂજારી તો આભો જ બની જાય છે કે આ ભીલ શું કરી રહ્યો છે ? ભીલમાં બહુમાન હતું, ભક્તિ નહિ, જ્યારે પૂજારીમાં ભક્તિ હતી, બહુમાન નહિ.
દેવપાળ એક જ વિચારે છે, પરમાત્મા ઉત્તમોત્તમ છે, હું અધમાધમ છું, પાપી છું. શ્રદ્ધાયુક્ત આ જ્ઞાન શું કામ ન કરે ? શ્રદ્ધાયુક્ત આ જ્ઞાન આત્માનો કેટલો બધો બચાવ કરે છે. આનંદ વધતો જ જાય છે. મોહનીય
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org