________________
૧૨૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
કર્મનો ક્ષયોપશમ વધતો જાય છે. જ્ઞાનાવરણીયના ક્ષયોપશમની આની આગળ કોઈ કિંમત નથી. દેવપાલ નાનું મંદિર બનાવીને પરમાત્માને તેમાં ભાવથી પધરાવે છે. આજે તેનું હૈયું હિલોળે ચડ્યું છે. ફૂલ લાવીને પૂજા કરે છે. એક જ ભાવ પ્રધાનપણે વ્યાપીને બેઠો છે કે ચક્રવર્તીને જે ન મળે તે ભગવાન મને મળ્યા છે. ૨-૪-૫-૬ કલાક પરમાત્માની ભક્તિ કર્યા જ કરે છે. પરમાત્માની સાથે તાર બંધાઈ જાય છે.
સંસારી તત્ત્વો ભૂલવાનો આ જ ઉપાય છે. સંસારનો રાગ તૂટી શકતો નથી. એ રાગ તોડવા માટે તારક તત્ત્વોનો રાગ વધારવો જ જોઈએ. આ રીતે જ તારક તત્ત્વો જોડે અનુસંધાન થાય છે. દેવપાલને મનમાં થયા કરે છે કે, અત્યાર સુધીનો મારો જન્મ પરમાત્મા વિના નિષ્ફળ ગયો છે અને ત્યાં જ ભીષ્મપ્રતિજ્ઞા કરે છે, તે પરમાત્માનું ! તારા દર્શન કર્યા પછી જ અન્નજળ મને ખપે. દર્શન વિનાના દિવસો મારા ચોવિહારા ઉપવાસના રહેશે. અહીં સર્જન અને સાત્ત્વિકનો ભેદ સમજવા જેવો છે. દુનિયામાં સજ્જનો ઘણા છે. તેઓની સજ્જનતા તેમને સદ્ગતિ અપાવે, દુર્ગતિ અટકાવે. પણ આજે સાત્ત્વિક જીવોનો દુકાળ છે. સાત્વિકતા તો ક્ષપકશ્રેણી મંડાવે છે. આજે સામાન્યથી જીવોનું સત્ત્વ ઓછું પડે છે માટે સાધના ઓછી થાય છે, મોળી થાય છે, રસકસ વિનાની થાય છે. જેનું સત્ત્વ ઓછું હોય, તેની શ્રદ્ધા પાવરફુલ powerful બને નહીં. શ્રદ્ધા તીવ્ર ન બને ત્યાં સુધી મોક્ષ-પ્રાપ્તિ દુર્લભ છે. ક્ષપકશ્રેણી મંડાય નહીં. મોહના ફુરચેફુરચા ઊડે નહીં ત્યાં સુધી ધર્મમાં સંતોષ માનશો નહીં. ઘણું બાકી છે, હું કશું કરી શકતો નથી. મારી ઘણી શક્તિ, ઘણો સમય સંસારમાં ખરચાઈ જાય છે, તણાઈ જાય છે. મને શક્તિ આત્મસાધના માટે મળી છે. આવું લાગતું હોય તેને ઇચ્છાયોગ આવે છે. મળેલી પુણ્યસામગ્રી ભોગમાં જ ખરચાઈ રહી છે. એમ લમણે હાથ મૂકીને વિચારજો. જેનાથી પરોપકાર કરવાનો છે, આત્માને ઊજળો બનાવવાનો છે તે સામગ્રીને હું ક્યાં સંસારમાં ખર્ચી રહ્યો છું !!! તમને તમારા પોતાના નાના દોષો દેખાશે, ખટકશે ત્યારે ધર્મધ્યાન આવી શકશે.
જેને પોતાના દોષો ખટકતા નથી તેને ધર્મધ્યાન ક્યાંથી આવે ? ન જ આવે. આપણો અહંકાર આપણને આપણા દોષો જોવા દેતો નથી અને બીજાના દોષો બતાડ્યા વિના રહેતો નથી. ભક્તિયોગમાં નમ્રતા છે, એ વાત સાચી પણ એની સાથે આપણા દોષો જોતાં શીખી જાવ. દોષો માણસને ન દેખાય તો કોને-ઢોરને દેખાવાના છે ? To err is human to confess is Divine. માણસ માત્ર ભૂલને પાત્ર. દોષોને સ્વીકારવા તે દિવ્યતા છે. દેવલોકમાં અતિસુખ છે માટે ઉપયોગ અંદર જતો નથી. નારકીમાં અતિ દુઃખ છે માટે ઉપયોગ અંદર જતો નથી. તિર્યંચયોનિમાં પરાધીનતા છે અને
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org