________________
દેવપાલની પ્રભુભક્તિ
૧ ૨૩
વિવેકવિકલતા છે માટે ઉપયોગ અંદર જતો નથી. મનુષ્યમાં સુખ-દુ:ખ લીમીટમાં છે. તેથી ઉપયોગ અંદરમાં જઈ શકે છે. તમે ખૂણામાં બેસીને તમારા દોષો જોવાની ટેવ પાડો. તમારી કુંપણતા, ક્ષુદ્રતા, સ્વાર્થ, ક્રોધ, અહંકાર તમને દેખાવા જોઈએ. તેના ઉપાયને વિચારો તો પ્રભુની આજ્ઞા પ્રત્યે પ્રેમ જાગશે. બહુ જ તટસ્થતાથી આત્મનિરીક્ષણ કરો, એ દોષોની વ્યાપકતાને પકડો. મને કષાય નથી એવો લુલો-પાંગળો બચાવ કરવા કરતાં કયો કષાય કઈ રીતે મારામાં ક્યારે કાર્યશીલ બને છે તે જોયા કરવું એમાં જ સાધકની પ્રામાણિકતા છે. હૃદય હંમેશ પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. બુદ્ધિ હમેશાં પોતાની ભૂલનો બચાવ કરે છે. કર્મપ્રકૃતિમાં કહ્યું છે કે દસમા ગુણ-સ્થાનકે જીવને સૂક્ષ્મલોભ હોય છે તે પહેલાં ચાર કષાય-નવ નોકષાયમાંથી ઘણાનો ઉદય ચાલુ જ છે. આ શાસંમત વાતથી હવે કષાયની સૂક્ષ્મતા પકડો. દા.ત. મારી નિંદા મને ન ગમી એમાં મારો માનકષાય જવાબદાર
આજ્ઞાનું પાલન કરવું એ જ શાસ્ત્રોનો નિચોડ છે. આજ્ઞાનું પાલન કરવાથી ધર્મધ્યાન આવે છે. આજ્ઞાનો પ્રકોપ બહુ ભયંકર છે. મોટા પુરુષની આજ્ઞાના પ્રકોપ જેવું કંઈ ભયંકર નથી. મોટા પુરુષની આજ્ઞાના પાલન જેવું કંઈ ભદ્રંકર નથી.
આજ્ઞા તત્ત્વ પણ સમજવા જેવું છે. વીતરાગ આજ્ઞા કરે નહિ અને કરવી હોય તો પણ સમષ્ટિગત કહે પણ વ્યક્તિગત કરે નહિ, આજ્ઞા પણ યોગ્યને કરાય, અયોગ્યને ન કરાય. ભગવાને આજ્ઞા કરી છે કે ઉપદેશ આપ્યો છે ? ચાર દીકરામાંથી તમે કોને આજ્ઞા કરી શકો ? કહો-જે યોગ્ય હોય તેને જ ને ? આજ્ઞા છાસ્થ કરી શકે. વીતરાગ આજ્ઞા ન કરી શકે. આજ્ઞા કરવા માટે ઇચ્છા, સત્તા વગેરે તત્ત્વો જોઈએ છે. વીતરાગ પરમાત્માએ મોહનો સંપૂર્ણ નાશ કર્યો હોવાથી ઇચ્છા નથી. સત્તા કે હકૂમત ચલાવવાની પણ તેમની વૃત્તિ નથી. તેઓ તો માત્ર સ્વરૂપમાં જ રહે છે અને કર્મના યોગ પ્રમાણે ઉપદેશ ફરમાવે છે. પરંતુ આ ઉપદેશને સાધકોએ આજ્ઞાવત
સ્વીકારવાનો છે, તેનાથી જ તેનું કલ્યાણ છે. “આણાએ ધમ્મો” એ શિષ્યવચન છે. ભગવાનની આજ્ઞાનું પાલનથી કઈ રીતે જીવો આગળ વધ્યા અને ભગવાનની આજ્ઞા નહીં પાળવાથી જીવો કેવા ભટક્યા છે ? એનું વર્ણન એ શાસ્ત્રો છે. શાસ્ત્રો એ દર્પણ છે. જગતનું યથાર્થ સ્વરૂપ એમાં પ્રતિબિંબિત થાય છે. માટે એ આજ્ઞા પ્રત્યે પ્રીતિ, આદર, બહુમાન ઊભાં કરી યથાશક્તિ પાળવાની છે. ભગવાનની સર્વ આજ્ઞાઓને શિરોધાર્ય કરવાની છે અને યથાશક્તિ પાળવાની છે. જેમ જેમ સત્ત્વ ફોરવશો તેમ તેમ આજ્ઞાપાલનનું બળ વધુ ને વધુ મળતું જશે. મનુષ્યભવ લૌકિકમાંથી લોકોત્તરમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org