________________
દ્રવ્યદાન તથા ભાવદાન
૯
બ્રહ્મદત્ત ચક્રીનું આયુષ્ય ૭00 વર્ષનું હતું. તેમાં બેફામ ભોગો ભોગવી ૩૩ સાગરોપમની નરક ખરીદી લીધી. હવે ૧ દિવસની ૮૬,૪૦૦ સેકન્ડ. ૩૬૦ દિવસની ૩,૧૧,૦૪,OOO સેકન્ડ, (૭00 વર્ષની) ૨૧૭૭૨૮00000 સેકન્ડના સુખના ભોગવટામાં ૩૩ સાગરોપમની નરક મળી શકે તો ૧ સેકન્ડના ભોગવટામાં . ૩૩ કોટાકોટીપલ્યોપમ
૨૧૭૭૨૮00000સેકન્ડ૧૫૧૫૬૫ર, પલ્યોપમનું દુઃખ મળી શકે. માટે જ જ્ઞાનીઓએ સંસારને દુખપરંપરક માન્યો છે. ત્યાગ માટે એક ભવમાં વેઠેલાં કષ્ટો - ભવોભવ સુખ આપશે. સાધના એક જન્મની અને સિદ્ધિ જન્મોજન્મની છે. સંસારમાં મજા એક જન્મની અને સજા ભવોભવની છે. હવે આત્માને ચૂંટી ખણીને પૂછો કે તને શું ગમે છે? ત્યાગ કે ભોગ ? મોક્ષમાં શું સુખ છે ? એવો ઘણાને પ્રશ્ન થતો હોય છે. પરંતુ પ્રવૃત્તિમાં જે સુખ છે તેના કરતાં નિવૃત્તિમાં ઘણું વધારે સુખ છે. આ સત્ય જેને સમજાશે તેને મોક્ષના સુખની પ્રતીતિ થશે. તે માટે એક વ્યાવહારિક દષ્ટાંત વિચારીએ.
બે વ્યક્તિ છે. એક શ્રીમંત છે તેના ઘરમાં બાર મહિનાનું અનાજ, ઘી, ખાંડ, ગોળ, ચોખા બધું ભર્યું છે, હવે બીજી વ્યક્તિ દરિદ્ર છે અઠવાડિયાનું લાવે છે ને ખાય છે, કોઈવાર તો રોજે રોજનું લાવવું પડે છે. એવી વ્યક્તિ રેશનીંગની લાઈનમાં ઊભી છે એનો નંબર પાંસઠમો છે હવે અનાજ ઓછું હોવાથી કદાચ આજે તેને મળે તેમ નથી – એવી શક્યતા જણાતાં તે ભાઈએ ઘૂસ મારી લાઈનમાં આગળ પહોંચી ગયો. ધક્કામુક્કી કરી પોતાના કાર્ડ ઉપરનું અનાજ મેળવી લીધું ને બસ, પછી તરત જ અનાજ પૂરું થઈ ગયું. બીજા બધાને આવતી કાલનો વાયદો થયો. હવે આ ભાઈને કેવો આનંદ આવે કે હું કેવો હોશિયાર ? આસાનીથી ઘૂસી ગયો ને કામ કરી લીધું ! હવે આવો આનંદ પેલા શ્રીમંત વ્યક્તિને આવશે ? ના, તો શું એનો આનંદ ઓછો છે ? ના, એને નિવૃત્તિનો આનંદ છે. એને આ બધું તોફાન જ નથી કરવું પડતું અને ઘર ધન - ધાન્યથી ભરેલું છે. બસ, તેવી રીતે આત્માના સ્વરૂપમાં અનંત આનંદ પડેલો જ છે. પુગલના લોચા પાસે સુખની માંગણી કરવાની આત્માને છે જ નહીં. એ પુદ્ગલથી નિવૃત્ત થાય તો આત્માનંદ અંદરમાં બેઠો જ છે. એને મેળવવાનો નથી, એના ઉપરનું આવરણ દૂર કરવાનું છે. મોક્ષ એ પ્રાપ્તની પ્રાપ્તિ છે. અપ્રામની પ્રાપ્તિ નથી. એવું હોઈ શકે જ નહીં. મોક્ષ અવસ્થા એ સાવરણમાંથી નિરાવરણ બનવા સ્વરૂપ છે.
હવે પ્રશ્ન એ થાય કે પુદ્ગલમાં સુખ નથી તો જીવને - સંસારના તમામ જીવોને આ પુગલમાં સુખબુદ્ધિ આવી ક્યાંથી ? અહીં જ્ઞાનીઓ Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org