________________
દ્રવ્યદાન તથા ભાવદાન
૧૦૩
તો નહીં જ. ત્યાગી થઈને ઘર છોડીને મરે.
આજે જન્મ ઘરમાંથી નીકળી ગયો, મૃત્યુ ઘરમાંથી નીકળી ગયું બંને હોસ્પિટલમાં થઈ ગયું. જીવન હોટલમાં થયું, આર્યાવર્તની સંસ્કૃતિ ઉપર જેટલા ઘા પડે છે તેટલું આત્માનું અહિત થાય છે એટલે હવે પૂર્વની સંસ્કૃતિ તરફ વળવાનો અવસર આવીને ઊભો છે.
સુખનો માર્ગ શોધવા માટે આપણે ફાંફાં મારી રહ્યા છીએ, પણ જ્ઞાનીની દૃષ્ટિએ આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તો સાચી દિશા પ્રાપ્ત થઈ શકે છે.
તમે કહો છો પૈસા, પત્ની, પુત્ર, ઘર વિના ન જવાય. એમાં જ સુખ છે. પણ આ વાત તમારા અનુભવથી વિરુદ્ધ છે. નિદ્રામાં આમાંથી કોનો સંયોગ છે ? છતાં સુખ છે. ધન, કુટુંબ, પરિવાર વગેરે બધાનો સંયોગ ઊંઘમાં છૂટી ગયો છે. નિદ્રામાં કોઈ ચિંતા નથી. નિદ્રામાં ઉપયોગ તો ચાલુ છે પણ ઘાતીનાં આવરણો હોવાથી ઉપયોગ સ્વરૂપમાં પહોંચી શકતો નથી. જગતના પદાર્થોમાં આનંદ માનો છો, ત્યાં સુધી સ્વરૂપના આનંદને સમજી શકવો અઘરો છે.
શેય જ્ઞાનમાં ડુબે અને જ્ઞાન પદાર્થોમાં – શેયમાં ન ડૂબતાં – આનંદમાં ડૂબે તો જે ઉદાસીનતા આવે. આજે બધાને પ્રયોજન પદાર્થોનું છે, માટે વીતરાગતા આવતી નથી. વીતરાગતા વિના કેવળજ્ઞાન ક્યાંથી આવે ? જ્ઞાનમાંથી આનંદને અનુભવવો હોય તો જ્ઞાનમાંથી પ્રયોજનો ઓછાં કરો. આ જોઈએ, તે જોઈએ કરો છો એ જ્ઞાન આનંદના ઘરનું નથી. એ જ્ઞાન . મોહના ઘરનું છે. જ્ઞાન ભણ્યા પછી જરૂરિયાતો વધારીએ છીએ એ જ્ઞાન વૈરાગ્ય તરફ વળતું નથી, પણ રાગ તરફ વળે છે. જે જ્ઞાન રાગ તરફ વળે છે તે જ્ઞાન દુ:ખ આપે છે. જે જ્ઞાન વૈરાગ્ય તરફ વળે છે તે જ્ઞાન , સુખ આપે છે. સામગ્રીમાંથી જે સુખ શોધે છે તે સંસારમાં દુઃખી થયા વગર રહેતો નથી. સ્પૃહા છૂટે તો જ જ્ઞાનમાંથી આનંદ મળે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે. પ્રકાશ ફેંકવો એ જ્ઞાનનું પરક્ષેત્રે કાર્ય છે. જ્ઞાન સ્વક્ષેત્રે આનંદ-વેદન સ્વરૂપ છે.
કેવળજ્ઞાન સ્વક્ષેત્રે સુખ-દુ:ખ, રાગ-દ્વેષ, પુણ્ય-પાપ, ગુણ-દોષ રહિત છે. વીતરાગતા સ્વરૂપ કેવળજ્ઞાન છે. એટલે તેમાંથી આનંદ વેદાય છે.
આપણે આનંદને કેમ વેદતા નથી ?
કારણ કે જ્ઞાનમાં વીતરાગતા નથી. સ્વક્ષેત્રે જ્ઞાનનો અર્થ આનંદ વેદન છે. જ્ઞાન વેદનથી અભિન્ન છે. કેવળજ્ઞાનમાં માનો ખાલી લોકાલોક જણાતા હોય અને કોઈ આનંદ ન હોય તો કેવળજ્ઞાનની કોઈ કિંમત ખરી ?
જ્ઞાન દ્વારા મારા સ્વરૂપના આનંદને મેળવવાનો છે. અને તે માટે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org