________________
યોગીના પ્રકાર
૧૦૯
એના માટે સંસાર ખાબોચિયા જેવો બની જાય છે. શુશ્રષાપૂર્વકનું શ્રવણ જ ઉપકારી બની શકે છે. તમને સાંભળવાની ઈચ્છા ન હોય અને અમૃતના કુંડ જેવું મધુર તત્ત્વ સાંભળવા મળે તો પણ જિજ્ઞાસાના અભાવમાં તે ઉપયોગી થઈ શકતું નથી. એટલે શ્રવણ પછી પ્રહણ જોઈએ. સાંભળીને બધું સીધી લાઈનમાં પસાર થઈ જાય એ વ્યાજબી નથી, તે પૂરતું નથી એના ઉપર વિચારણા કરવી પડે કે આમ કેમ ? સમજીને પકડી રાખવું, સાંભળેલ શબ્દ - અર્થને ધારી રાખવો એ ધારણા છે.
આત્મામાં મોહના સંસ્કારો ઓળઘોળ થઈ ગયા છે, અસ્થિમજ્જાવત્ થઈ ગયા છે. તેમાંથી બચવાનું છે. માટે ધારણા જરૂરી છે. પછી ધારેલ શબ્દ - અર્થ સંબંધી સાધક બાધક ભાવની વિચારણા કરવી એ ઉહ અને અપોહ છે. ઉહ એટલે જે પદાર્થો સમજ્યા છીએ તેને અનુકૂળ વિચારણાઓ કરવી તે ઉહ છે. દા.ત. અહિંસા. અહિંસા શું છે ? તેના સંબંધમાં જીવોનું વર્ણન પણ આવે, કારણ કે હિંસા જીવોની થાય છે, તો જીવોના પ્રકારો કેટલા ? વગેરે અપોહ એટલે વિપરીત વિચારણા કરવી એટલે અહિંસાની સામે હિંસા શું છે ? હિંસાનું ફળ શું છે ? હિંસાનું નુકસાન શું છે ? આવી રીતે પ્રતિપક્ષ તત્ત્વોની વિચારણા કરવાથી અહિંસાનું સ્વરૂપ દઢ બને
ટ્રેનમાં જતાં દૂરથી એક લૂંઠ જેવું દેખાયું. હવે અનુકૂળ તર્ક લગાડવાના કે આ વૃક્ષ જેવું લાગે છે કારણ કે માણસ હોય તો તો ચાલે અને આ ચાલતું નથી, વળી તેની ઉપર કાગડો આવીને બેઠો છે. આમ ઉહ એટલે સાધક ભાવોની વિચારણા કરી. હવે અપોહ એટલે બાધક ભાવોની વિચારણા કરવી એટલે કે સ્થાનાંતર થતું નથી. જો માણસ હોય તો તો ગતિ કરેજ. આમ સાધક-બાધક; અનુકૂળ-પ્રતિકૂળ વિચારણાથી અર્થવિજ્ઞાન થાય છે એટલે કે ટૂંઠાનો ટૂંઠા રૂપે સ્વીકાર થાય છે.
અહિંસાનો નિર્ણય કરાય છે. એનાથી સંશય રહિત પદાર્થનો નિર્ણય થાય છે. અર્થવિજ્ઞાનથી તત્ત્વજ્ઞાન થાય છે તેમાં પદાર્થનો નિષ્કર્ષ પકડાય છે. એનો નિચોડ શું ? ઔદંપર્યથી રહસ્ય સમજાય છે. આ બધું સમજવા દ્વારા અંતિમ નિષ્કર્ષ એ જ આવ્યો કે પરમાત્માની આજ્ઞા એ જ સાર છે. અને પરમાત્માની આજ્ઞાનું પાલન એ જ શ્રવણનો અંતિમ નિષ્કર્ષ છે. દરેક વસ્તુને ઊંડાણથી સમજવા પ્રયત્ન કરો, સમજો, ઘંટો, વારંવાર પૂંટવાથી પદાર્થ સ્થિર થાય છે. જીવ પદાર્થનું સૂક્ષ્મતાથી સ્વરૂપ સમજવા પ્રયત્ન કરે તો નિચોડને પ્રાપ્ત કરી શકે છે.
ઈદ્રિયનાં વૈષયિક સુખો, કષાયોની વિવિધ માત્રાઓ, રાગદ્વેષની પરિણતિના ગંજના ગંજ અનાદિકાળથી આત્મામાં જામ થયા છે તેને તોડવા માટે શુશ્રુષાદિ ૮ ગુણો છે. જિનવાણીના શ્રવણ કરવા દ્વારા આત્મા ઉપરથી મોહ હટવો જોઈએ. ચારેબાજુ જિનવાણીનો ધોધ ચાલુ છે તેના આલંબનથી મોહને દૂર
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org