________________
૧૧૪
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
ઇચ્છાયોગીનો ધર્મ કેવો હોય તે માટે દેવપાલનું દષ્ટાંત વિચારીએ. તે ક્ષત્રિયકુળમાં જન્મ્યો છે પણ પાપના યોગે શેઠને ત્યાં નોકરી કરવી પડે છે. એમાં પણ ઢોરો ચરાવવાની નોકરી કરે છે. પણ કંઈક યોગ્યતા લઈને આવેલો જીવ છે. તારક તત્ત્વોનાં દર્શન થતાં આનંદ આવે, પ્રીતિ આવે, એ પણ પુણ્યનો ઉદય છે.
સાધકે, પુગલ પ્રત્યે ઉદાસીન ભાવ કરવાનો છે. કષાયો પ્રત્યે ઉપશમ ભાવ કરવાનો છે. વિષયો પ્રત્યે અનાસક્ત ભાવ કરવાનો છે. જીવો પ્રત્યે મૈત્રી ભાવ કરવાનો છે. પરમાત્મા પ્રત્યે ભક્તિ ભાવ કરવાનો છે.
પરમાત્માના દર્શનમાં ઉદાસીન રહી શકાય ? ના, પુદ્ગલ પ્રત્યે, વિપરીત તત્ત્વો પ્રત્યે અશુભ ભાવો પ્રત્યે ઉદાસીન ભાવ હોવો જોઈએ.
આત્મા સ્વયં ભાવ સ્વરૂપ છે, તારક તત્ત્વોની તારકતા જો આત્માને સ્પર્શી જાય તો તે તારક તત્ત્વોના ગુરુત્વાકર્ષણમાં પેસી જાય છે અને શુભભાવોની જમાવટ કરી લે છે.
આ દેવપાલ ભેખડમાં ઋષભદેવની પ્રતિમા જુએ છે આનંદ થયો. જન્માંધને ચક્ષુ મળતાં જેવો આનંદ થાય તેવો આનંદ થયો છે, ચકખુદયાણ બોલનારા તમે આવું સંવેદન ક્યારેય કર્યું છે ? અધ્યાત્મમાં ભાવની કિંમત છે. તારક તત્ત્વોનું દર્શન જીવને આનંદ લાવી આપે છે. પ્રીતિ, આદર, આનંદ, ભક્તિ, બહુમાન વગેરે અધ્યાત્મને પામવા માટેના ઉપાયો છે.
તમે એક ચૈતન્ય તત્ત્વ છો. તમારે કોઈના પણ ભાવપ્રાણોને દુભવવાના નથી. એનાથી એ આત્માને દુ:ખ પહોંચે છે. મારે બીજાને પીડા આપવી હશે, દુઃખ પહોંચાડવું હશે, કે નુકસાન કરવું હશે તો પહેલાં મારે મારું ઘર બગાડવું પડશે.
પોતાના આત્માને પહેલાં બગાડ્યા વિના બીજાનું બગાડી શકાતું નથી. નિશ્ચયનયથી બીજાને નુકસાન થાય કે ન થાય, થશે કે નહીં થાય, પણ આપણે તો આપણું બગાડી જ દીધું. તેં તારો ભાવ બગાડ્યો છે. પરભાવમાં ગયેલો જીવ પોતાનો શત્રુ બને છે. જે પોતાનો શત્રુ બને તે બીજાનો મિત્ર ક્યાંથી બની શકે ?
જે ચીજ પોતાની છે તેનો બીજા નાશ કરે અને પોતે નાશ કરે એ બેમાં ફરક શું ? બેમાં વધુ ગુન્હેગાર કોણ ? તારી ચીજનું તો તારે પ્રાણોની જેમ રક્ષણ કરવું જોઈએ. વ્યવહારથી આપણા દીકરાને આપણે મારી ન શકીએ તો નિશ્ચયથી આપણા ગુણોને, આપણા આત્માને કેમ મારી શકાય ?
અશુભભાવ દ્વારા ક્ષણે ક્ષણે આત્માનો નાશ કરનારા આપણે ખૂની ખરા
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org