________________
૧૧૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
છે. આ જ રીતે ભોગના અભિલાષાથી કરેલી ધર્મકરણી તે શુભ ચિત્તની નાશ કરનારી હોવાથી તેને વિષ અનુષ્ઠાન કહેવાય છે.
(૨) ગરલ અનુષ્ઠાન : પારલૌકિક સુખની ઇચ્છાએ જે કોઈ ધર્મક્રિયા કરાય તેનો આમાં સમાવેશ થાય છે. આવતા ભવના સુખની ઇચ્છાએ કરીને એટલે દેવલોકાદિના સુખની ઇચ્છાએ કરીને ગુરુની સેવા, યાત્રા, પૂજાદિકનું કરવું, તથા દાન-શિયળ-તપાદિક વગેરે ધર્મક્રિયાઓ કરવી. એટલે જો હું શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે ધર્મકરણી કરીશ તો મને દેવલોકનાં સુખો મળશે એવા અભિપ્રાય વડે કરીને ધર્મકરણી કરે તેને ગરલ અનુષ્ઠાન કહેવાય છે.
કેફી ઝેરી ચૂરણ (છૂપું ઝેર) પ્રમુખ માઠા દ્રવ્યના સંયોગ થકી ઉત્પન્ન થયેલું જે ગરલ (ઝેર) જેમ કાળાંતરે (થોડા કાળ પછી) મૃત્યુ આપનારું થાય છે તેમ ઉપર જણાવેલ અભિપ્રાયે કરેલી ધર્મક્રિયા તે પાપાનુબંધી પુણ્યના ઉદયથી કરાયેલી હોવાથી દેવલોકાદિના સુખો આપીને પછી (કાળાંતરે) પ્રાય: નરક-તિર્યંચ ગતિનાં દુઃખો આપે છે.
આ માટે શાસ્ત્રમાં દષ્ટાંત આપ્યું છે કે, જેમ મુસલમાન લોક બકરી ઈદને દિવસે વધ કરવા બોકડો ખરીદ કરી તેને સારું - સારું ખવડાવી પુષ્ટ કરે છે (વધુ માંસની ઈચ્છાએ) અને બકરી ઈદને દિવસે તેનો વધ કરે છે તેમ ગરલ અનુષ્ઠાનનું ફળ જાણવું. અહીં પારલૌકિક સુખની ઇચ્છામાં ચિત્ત ઘેરાયેલું છે માટે સચ્ચિત્ત ક્રમશઃ મૂચ્છિત બને છે. ધીરે ધીરે સચ્ચિત્ત મરે છે. વિષાનુષ્ઠાન અને ગરલાનુષ્ઠાનવાળા ઈચ્છાયોગમાંથી બહાર નીકળી જાય છે.
(૩) અનનુષ્ઠાન : પ્રણિધાનના અભાવે કરીને, એટલે મન-વચન-કાયાની એકાગ્રતા રહિત, (સાધ્ય-સાધન દાવશૂન્ય) જે ધર્મ ક્રિયા કરે તેને અનનુષ્ઠાનની ક્રિયા સમજવી. કેમકે તે ક્રિયા સંમુર્ણિમ જીવોની પ્રવૃત્તિની પેઠે પરમાર્થે કરી શૂન્ય હોય છે. આમાં પ્રથમ જે લોક દેખાદેખીથી ક્રિયા કરે છે, તેને લોકસંજ્ઞાની ક્રિયા જાણવી. જ્યારે બીજી ઓઘ સંજ્ઞાવાળી ક્રિયા છે એટલે કે વેલડીને નજીકમાં જેવો આધાર મળતો હોય છે તેના ઉપર ચઢી જાય છે તેવી રીતે મનમાની (સુખાકારી) જે ધર્મક્રિયાઓ થાય છે તે પણ અનનુષ્ઠાનની ક્રિયા જાણવી. આ બંને પ્રકારની ધર્મક્રિયાઓ આજ્ઞારહિત હોવાથી પરમાર્થે (આત્મહિતાર્થે) શૂન્ય ફળવાળી જાણવી.
પ્રશ્ન : ઉપર કહ્યા મુજબ ધર્મ-અનુષ્ઠાનો કરવાં તે દ્રવ્ય-અનુષ્ઠાનો તો કહેવાય ને ? અને દ્રવ્ય અનુષ્ઠાનોને શાસ્ત્રમાં ભાવનું કારણ કહ્યાં છે તે માટે પ્રાથમિક ઉપર જણાવ્યા મુજબના આચરેલા અનુષ્ઠાનો આગળ ઉપર શુદ્ધ થઈ જશે એમ જાણવું શું યોગ્ય નથી ?
ઉત્તર : જે આત્મા અજ્ઞાને કરી બાહ્યથી દેખાદેખી, પૂલ, સ્વમતાવલંબનની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org