________________
૧૦૬
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
વેદનમાં વિપર્યાસ ઊભો થયો છે.
જેમાં કાંઈ નથી – તેમાં કોઈ મળતું દેખાય છે, જેમાં સુખ નથી – તેમાં સુખ મળતું દેખાય છે. આ જ વિપર્યાસ છે.
આ માટે કરેલી મહેનત અને સંસારમાં રખડાવે છે
કરોડો મળે, અબજો મળે પણ મળનાર પદાર્થ જડ છે. આપણે ચૈતન્ય છીએ, આપણે વેદક છીએ.
બંગલા મળે તો આત્માને શું ? આત્માને કોઈ સંબંધ ખરો ? આત્મા તો એના અસંખ્ય આત્મપ્રદેશોની અવગાહનામાં રહ્યો છે, એ તેનું ઘર છે. એ બંગલાને કોઈ દિવસ યાદ કરો છો ? આત્માના અસંખ્ય આત્મપ્રદેશો છે, તેના પ્રત્યેક પ્રદેશે અનંતાનંત ગુણો છે. અને તે પ્રત્યેક ગુણોનું અનંત આનંદ વેદન છે. આની શ્રદ્ધા થઈ જતાં જીવને સંસારના સુખાભાસો તુચ્છ લાગે છે.
ચેતકતા એ પૂર્ણ જ્ઞાનસ્વરૂપે છે. કેવલજ્ઞાન લક્ષ્ય છે. વેદકતા એ પૂર્ણ આનંદસ્વરૂપ છે. સાધના કરવા ઈચ્છતા સાધકે સૌ પ્રથમ આત્મપ્રદેશોને પહેલા સ્થિર બનાવવાના છે. આ પ્રથમ શરત condition છે. દેહ સ્થિર થયો એટલા અંશે આત્મપ્રદેશો સ્થિર થયા, જો કે સર્વથા સ્થિરત્વ સંસારમાં થતું જ નથી.
આત્મપ્રદેશો આંશિક પણ સ્થિર થયા પછી પોતાના જ્ઞાન, ચેતના, ઉપયોગને નિર્વિકલ્પ બનાવવાની સાધના કરવાની છે. ઉપયોગમાં રાગાદિ ભાવો ન પેસી જાય તે માટે પદાર્થનું ચિંતવન કરવાનું છે. પદાર્થનું ચિંતવન કરતાં કરતાં રાગાદિ ભાવો ઘટાડવાના છે. પદાર્થના વાસ્તવિક સ્વરૂપની ઓળખાણ થઈ જાય તો પછી તેનો રાગ સહજ રીતે છૂટી જશે. બહુ ભટકવાથી કંઈ વળવાનું નથી. સાધના માટે સ્થિરતા જરૂરી છે. કાયાની સ્થિરતા ટકાવવી હોય તો વચનનું સ્થિરત્ન જરૂરી છે. બહુ બોલ બોલ કરનારો કાયાનું સ્થિરત્વ જાળવી શકતો નથી.
શ્રાવક પણ પોતાની કક્ષા અનુસાર સાધના કરી શકે છે. તમારે સામાયિક પછી. સૌ પ્રથમ દાન પ્રવાહ વહેવરાવો, સ્થિરતા જીવનમાં વધારો વસ્તુપાળ તેજપાળમાં ઉદારતા ઘણી હતી. કુમારપાળ કરતાં પણ વધારે હતી. પણ કુમારપાળની વિશેષતા એ હતી કે તેને પોતામાં ઉદારતા નથી એનો સતત ખ્યાલ હતો. કુમારપાળ નિરંતર પોતાના દોષોને જોતા હતા અને એ દોષો એને ખટક્યા કરતા હતા. પોતાની કૃપણતા ખટકતી હતી.
વસતુપાળે કેટલું દાન કર્યું છે ? ૩ અબજ અને ૭૩ ક્રોડ દ્રવ્યનું દાન કર્યું છે. એક પણ લોહીનું ટીપું રેડ્યા વિના વરધવલના રાજ્યને સમૃદ્ધ બનાવ્યું છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org