________________
૧૦૨
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તત્ત્વદૃષ્ટિથી, નિશ્ચયદૃષ્ટિથી નિદ્રા ખરાબ છે. ઘાતકર્મના ઉદયની અવસ્થા છે. અજ્ઞાનના ઉદયવાળી અવસ્થા છે. એવી નિદ્રા જો ખરેખર સારી હોય તો તો નિગોદમાં જતાં રહેવું સારું ને ? નિદ્રાના ઉપયોગ વખતે ઉપશમશ્રેણી ન પમાય, સમ્યકત્વ ન પામી શકાય. ક્ષપકશ્રેણી માંડી શકાતી નથી માટે નિદ્રા ખરાબ છે. પણ વ્યવહારદૃષ્ટિથી વિચારીયે તો પ્રમાણોપેત નિદ્રા સારી પણ છે. નિદ્રામાં દરેક પ્રવૃત્તિ અને વિષયોનો સંપર્ક અટકી જતો હોવાથી મન શાંત થાય છે વચન શાંત થાય છે. શરીરને આરામ મળે છે. ઇન્દ્રિયોનો શ્રમ પણ દૂર થાય છે તેથી સ્કૂર્તિ આવે છે અને નિદ્રામાંથી જાગ્યા પછી જીવ આગળ સાધનાના માર્ગે આગળ વધી શકે છે. માટે જ જ્ઞાનીઓએ મુનિને બે પ્રહરની નિદ્રાની છૂટ આપી છે. જેને નિદ્રાની આવશ્યકતા છે અને નિદ્રા આવતી નથી એવા આત્માઓને અનિદ્રાનો રોગ લાગુ પડતા તેઓ ગાંડા બની ગયા. અનિદ્રા જેવો કોઈ ખરાબ રોગ નથી માટે જ આજની સરકારે ગુનેગારો માટે ગુનાની કબુલાત કરાવવા એક નવો પ્રયોગ અજમાવ્યો છે. પહેલા ગુનેગારને મારપીટ કરવામાં આવતી હતી છતાં ગુનો કબુલ કરતા ન હતા. હવે નક્કી કર્યું કે તેને ઉંઘવા જ નહી દેવો જેનાથી ઘણા ગુનાઓની કબુલાત કરી ચૂક્યા છે. એમ તેઓએ જાહેર કર્યું છે.
આજે દેશકાળ ફરી ગયા છે. સૂર્યવંશીઓ મોડા ઊઠે છે. સૂર્યવંશીઓ માંદા ન પડે તો થાય શું ? વહેલા સૂવું અને વહેલા ઊઠવું એ સાત્ત્વિક પ્રવૃત્તિ છે. મોડા સૂઈને મોડા ઊઠવું એ રાજસ અને તામસ પ્રકૃતિ છે. એવા જીવો દુર્ગતિમાં ન જાય તો ક્યાં જાય ? રાત્રે ટી.વી. જોઈને તમે સૂઈ જાઓ, કદાચ રાત્રે એટેક આવે અને મરી જાવ તો પશુયોનિમાં જ જન્મ લેવો પડે. એમાં શું પૂછવાનું ? કારણ કે રાત્રે ટી.વી.ના સંસ્કારોમાં જ સૂતા હો છો.
અમે સંથારા પરિસિ ભણાવીને, સર્વ પાપોનો એકરાર કરવાપૂર્વક વોસિરાવીને, સર્વ જીવો જોડે ક્ષમાપના કરીને, આત્મસ્વરૂપને ખ્યાલમાં રાખીને સૂઈએ છીએ. એટલે રાત્રે મૃત્યુ થાય તો દેવલોક જ મળે, સદ્ગતિ જ થાય.
પ્રશ્ન : રાત્રે નવકાર ગણીને અમે સૂઈએ છીએ.
ઉત્તર : તમારા નવકાર એક બાજુ મૂકો અને બીજી બાજુ તમારી ચેતનાની વિકૃતિને મૂકો. કોનું બળ વધારે થશે ? અરિહંતમય ચેતના બનાવવા માટે નવકાર ગણવાનો છે. પંચપરમેષ્ઠીમાં મનને, ઉપયોગને, ચેતનાને, લીન બનાવવાની છે. ઉપયોગ અરિહંતાકાર બનવો જોઈએ. આવા ઉપયોગવાળા intensive careમાં મરે તો પણ સદ્ગતિ થશે.
આર્ય દેશનો કાયદો હતો કે માણસ જન્મે ઘરમાં, પણ ઘરમાં મરે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org