________________
૧00
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
આનો સમ્યમ્ ઉકેલ આપે છે. અંતરાયકર્મ આખું દેશઘાતી છે. દેશઘાતી કોને કહેવાય ? જેનો ઉદય અને ક્ષયોપશમ અવિરોધી હોય એ દેશઘાતી છે. ભોગાંતરાયનો ઉદય અને ક્ષયોપશમ બને છે અને જીવને સ્વરૂપ આવૃત હોવાથી સ્વરૂપ ન મળતાં, પુદ્ગલ વગેરે જે મળ્યું તેનો ભોગવટો કરી લીધો ને મિથ્યાત્વના કારણે તેમાં સુખબુદ્ધિ કરી. હવે જેનો ભોગ હોય તેના સંસ્કારો દેઢ થતાં વાસના બંધાણી. ફરી ફરી તે ભોગવવાનું મન થવા માંડ્યું. ભોગરૂચિ વધતાં સંસાર ચાલુ રહ્યો. અને અનવસ્થા ઊભી થઈ.
હવે ભોગનો ત્યાગ કરવાથી સંસ્કારોની દૃઢતા તૂટે છે. વાસનાને ઘસારો લાગે છે અને તે વખતે સગર જો પ્રવચન અંજન કરી આપે તો તે જીવને આત્માના સચ્ચિદાનંદની પ્રતીતિ થાય છે. ત્યાગ એ ખૂબ આદરણીય છે. ભલે ત્યાગ સંયમસ્વરૂપ ન હોવા છતાં ભોગના અતિરેકને તોડી જીવને સંયમના માર્ગે ચડાવી દે છે. માટે જ ભગવાનનું શાસન ત્યાગની અત્યંત ઉપાદેયતા બતાવે છે.
શાસ્ત્રોના ઔદંપર્યને નહિ પામેલા બુદ્ધિજીવીઓ કહે છે કે સંયમ એ જ જો માર્ગ છે અને એની આજુબાજુ ભોગ - ત્યાગ રહેલા છે તો બંને રસ્તેથી સંયમ મેળવી શકાય છે, પણ ના, હકીકત ઊંધી છે. ત્યાગના કઠોર રસ્તે જ સંયમમાં જવાય છે. ભરત ચક્રવર્તીના જીવનની છેલ્લી બાજી ભલે ભોગના પાનાની હોય પણ પૂર્વના ભવોમાં ઉગ્રતમ ત્યાગસાધના કરી છે, અને તેના સંસ્કાર બહુ ઊંડા નાંખ્યા છે, તેથી આ ચક્રી આરીસાભવનમાં કેવળી બની શક્યા છે. હવે ભોગની કેડીથી સંયમના રાજમાર્ગે જતાં સૌથી મોટું જોખમ તો એ છે કે સાધન સ્વયં સાધ્ય બની જાય છે અને અસલી સંયમનું સાધ્ય નાશ પામે છે. આ સત્યને નહીં સમજનારા રજનીશે પણ ગંભીર ભૂલો કરીને “સંભોગ સે સમાધિ' નામનું પુસ્તક લખી નાંખ્યું. સાપેક્ષ દૃષ્ટિથી અન્યના વિચારોને મૂલવવામાં positive angle વિધાયક દૃષ્ટિ હોવા છતાં અવસરે ઉન્માર્ગનું ઉન્મેલન પણ જરૂરી છે. માટે પૂ. ઉપાધ્યાયજી મહારાજે ઉન્માર્ગીનો પરિચય, તેની પ્રશંસાને સમકિતનાં દૂષણો કહ્યા છે. જેને ત્યાગમાં આનંદ સમજાય તેને જ મોક્ષમાં સુખ સમજી શકાશે. તમારાં બાળકોને પણ આ શિક્ષણ આપો. આપીને ખાવું. તેમાં તેને મુંગાથા: આજે તો બાળકોને સ્કૂલે જતાં મમ્મીઓ કહે છે, લે. આ નાસ્તાનો ડબ્બો, રીસેસમાં ખાઈ જજે. જોકે કોઈને આપતો નહીં. તું ભૂખ્યો રહેશે ! આ શું કર્યું ? આડકતરી રીતે એનામાં સંગ્રહવૃત્તિ અને સ્વાર્થવૃત્તિના સંસ્કારો ધરબાઈ ગયા. મોટા થઈને પત્ની આવશે ત્યારે આ સંસ્કારો જાગૃત થતાં તે તમને પણ નહીં આપે. નાનપણથી સંસ્કારનું જતન કરો. તમે બાળકને કેરી આપી. તે ખાવા જાય છે ત્યાં જ ભિખારીનો બાળક કેરી માંગે છે, બાબો આપી દે છે અને ભિક્ષુ બાળક એકદમ ખુશ થઈ જાય છે. હવે કેરી ખાધી હોત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org