________________
૯૮
.
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
તો ભાવિમાં તમને અધિક શક્તિ પ્રાપ્ત થશે. શક્તિ મેળવવા જવું નહીં પડે. શક્તિઓ તમને ગોતતી આવશે. શાસન ત્યાગપ્રધાન છે.
અહિંસા પરમોધર્મ એ વ્યવહારનયનું વાક્ય છે. ત્યાગ પરમોધર્મ એ નિશ્ચયનયનું વાક્ય છે. આણા એ ધમ્મો એ શુદ્ધ નિશ્ચયનયનું વાક્ય છે.
કોઈપણ જીવને ન મારવા, ન પીડવા એ દ્રવ્યઅહિંસા છે. જ્ઞાનના આનંદ સિવાય તારી કોઈ ચીજ નથી તેમ સમજી બધાને છોડી દો. ત્યાગ દ્વારા બધાને આપી જ્ઞાનાનંદ પ્રાપ્ત કરવો એ નિશ્ચયઅહિંસા છે. તમે જે ધર્મ કરો છો તે ત્યાગી થવાના લક્ષ્ય કરશો તો સંવર નિર્જરા થશે, નહિતર કેવળ પુણ્ય બંધાશે. તમને ત્યાગમાં આનંદ દેખાય છે ? જૈનકુળમાં જન્મેલાને ત્યાગમાં જ આનંદ હોય. ત્યાગનો આનંદ નિરુપાધિક છે. ભોગનો આનંદ સોપાધિક છે. ભોગમાં પીડા દેખાય છે ? ભોગો ભૂતાવળ લાગે છે ? ત્યાગમાં નિર્વિકલ્પ શ્રેણીએ ચઢવાનું છે, ભોગમાં – વિકલ્પોમાં ગૂંગળાવાનું છે, મરવાનું છે. ત્યાગનો આનંદ અખંડિત છે, પૂર્ણ છે, અવિનાશી છે. ભોગનો આનંદ ખંડિત છે, વિનાશી છે, ભોગમાં જો તમને આનંદ દેખાતો હોય તો ભોગો છોડીને અહીં કેમ આવો છો ?
ચક્રવર્તીને એક લાખ બાણું હજાર સ્ત્રીઓ છે પણ જ્યારે તેને નિદ્રા આવે છે ત્યારે તે બધી સ્ત્રીઓને કહે છે. મા-બાપ ! તમે દૂર જાઓ, તમે આઘા જાઓ. મારે ઊંઘવું છે. નિદ્રામાં સુખ છે માટે ભોગસુખને તિલાંજલી આપે છે. ભોગક્રિયામાં થાકવાનું છે, ગ્લાનિ છે, ચિંતા છે, અતૃપ્તિ છે. નિદ્રામાં આ બધું નથી. જોકે દર્શનાવરણીય કર્મના ઉદયથી આ નથી એટલે ઘાતકર્મનો ઉદય કંઈ પ્રશસ્ત નથી. છતાં નિદ્રામાં ભોગથી પૂર્ણવિરામ છે, છતાં સુખ છે. આ અનુભૂતિ એ શીખવાડે છે કે કર્મના ક્ષયોપશમથી જો ભોગેચ્છા અંકુશિત બને તો કેટલું સારું ? તેમાં કેટલું સુખ હોય અને ક્ષાયિકભાવે સ્વગુણોના ભોગવટામાં કેટલું સુખ હોય ? સંસારની રતિક્રિયામાં મજા નથી અને મજા હોય તો એક ભવની છે અને સજા અનેક ભવોની છે. આ મજા ભોગવવા જેવી નથી. એની સજા છઠ્ઠીનું ધાવણ કાઢી નાખશે. ક્ષણિક મજા પાછળ સજા લાંબી છે.
આપણે ત્યાં ચક્રવર્તી દીક્ષા લે તો સ્વર્ગે જાય અથવા મોક્ષે જાય અને ચક્રવર્તી દીક્ષા ના લે તો સાતમી નરકે પણ જાય. ચક્રવર્તાના સુખનો આ કરુણ અંજામ વિચારી સાધકે પોતાની ભોગલાલસા અંકુશિત કરવી જોઈએ. આપણે ત્યાં પ્રત્યેક ઉત્સર્પિણી, અવસર્પિણીમાં બાર, બાર ચક્રવર્તી થાય છે.
ચાલુ અવસર્પિણીને બાર પૈકી બે ચક્રવર્તીઓ સાતમી નરકે ગયા છે. સુભમ અને બ્રહ્મદત્ત બંન્ને ચક્રવર્તી સાતમી નરકમાં આજે પણ છે. તેમાં
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org