________________
દ્રવ્યદાન તથા ભાવદાન
અનંત ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિ સર્વજ્ઞ ભગવાનથી અવિરુદ્ધ પ્રરૂપણા કરતાં હોવાથી પદાર્થનો યથાર્થ બોધ કરાવી શકે છે. દેવલોકના દેવને દેવ કહેવાય પણ પરમાત્મા ન કહેવાય. “પરમાત્મા’ શબ્દની મોનોપોલી ઘાતકર્મના ક્ષયથી છે. ભગવાન શબ્દ પણ સમજવા જેવો છે ‘ભગ’ શબ્દના જ્ઞાન, ઐશ્વર્ય, રૂપ, સત્તા, યોનિ, સૂર્ય વિ. ચૌદ અર્થ થાય છે તેમાંથી સૂર્ય અને યોનિ બે શબ્દને છોડીને ભગવાનમાં ઐશ્વર્ય, જ્ઞાન, રૂપ વગેરે બધું છે. આ શબ્દ છદ્મસ્થ માટે પણ વાપરી શકાય છે માટે જ પ. પૂ. ઉપાધ્યાયજી મહારાજે ભગવાન પતંજલિ શબ્દ વાપર્યો છે. આચાર્ય ભગવાન, સાધુભગવંત આ બધો શબ્દ પ્રયોગ થઈ શકે છે. પણ આચાર્યને પરમાત્મા ન કહી શકાય. પરમગતિ, પંચમગતિની પ્રાપ્તિથી પરમાત્મા બનાય છે. તેઓની સાદિ અનંત સ્થિતિ છે. જેમણે ઘાતકર્મનો ક્ષય કર્યો છે. કેવળજ્ઞાન પામ્યા છે તેમને પરમાત્મા કહી શકાય. આ ક્ષાયિકભાવનું વિશેષણ છે એમાં પ્રકર્ષાપકર્ષની વાત નથી, વધ-ઘટ નથી. આત્માનું પૂર્ણ સ્વરૂપ પ્રગટ્યું છે. અસાધારણ ગુણ-વૈભવના પ્રકર્ષને પામેલા આ પરમાત્માના ગુણોનું કીર્તન કરવા દ્વારા ભાવસ્તવના કરી છે. ઈષ્ટ દેવતાના નમસ્કારથી વિશ્નો નાશ થાય છે.
શુદ્ધાશયપૂર્વક પ્રાણીઓના હિતમાં જે પ્રવૃત્તિ કરે છે તે મોક્ષનું અવધ્ય બીજ છે. શુદ્ધ આશયપૂર્વક કેમ કહ્યું ? જો મલિન આશય અંદરમાં પડ્યો હોય, પ્રસિદ્ધિનું લક્ષ્ય હોય તો તેનાથી આત્મહિત કેવી રીતે સધાય ? પ્રત્યેક પ્રવૃત્તિ પાછળ એક જ આશય રહ્યો હોય કે મોક્ષમાર્ગ બતાવવા દ્વારા મારો આત્મા સ્વચ્છ બનો, નિર્મળ બનો અને સામા આત્માની મલિનતા દૂર થાઓ. પોતાનું હિત ન ઘવાય એ રીતે પ્રયત્ન કરવો જોઈએ. છતી શક્તિએ આચાર્યાદિ મોટા પુરુષો પરોપકાર ન કરે તો પ્રાયશ્ચિત વધારે આવે, ઉપાધ્યાયને એનાથી ઓછું પ્રાયશ્ચિત આવે, સાધુને એનાથી ઓછું પ્રાયશ્ચિત્ત આવે.
શાસ્ત્રમાં દસ પૂર્વધરને જિનકલ્પ સ્વીકારવાની ના પાડી. જિનકલ્પમાં તીર્થકર તુલ્ય જીવન જીવવાનું હોય છે. સ્થવિરકલ્પની અપેક્ષાએ જિનકલ્પ ઘણો ઊંચો છે. આ ચારિત્રમાં ઘોર તપ, ત્યાગ અને મૌન છે અહીં પહેલાં સ્વોપકારની ભાવના છે. પછી પરોપકારની વાત છે. એને પોતાનાં કર્મો સાફ કરવાં છે. બીજું બધું ગૌણ બને છે. પણ શાસ્ત્રની મર્યાદા પ્રમાણે જે શક્તિસંપન્ન છે તેને જિનકલ્પ ન લેવાય. કારણ કે તેનાથી બીજાનું હિત કરવાનું અટકી જાય. માર્ગના જ્ઞાતા બનો. સ્વકલ્યાણને નિશ્ચિત કરો અને માર્ગને અવિચ્છિન્ન રાખો. આત્મામાં ઊંડા ઊતરી હદયને સ્વચ્છ બનાવી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org