________________
ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન
૯૫
એની રોજ દોઢ કલાક પૂજા કરવાની ? ઉકરડાને કોણ ચૂંથે ? વિષ્ટાને કોણ મસળે ? આ બાલચેષ્ટા છે, સમજુ તેને અડે નહીં, તેનાથી દૂર ભાગે.
આ બધી જથાથી વેગળા રહેશો તો વહેલો મોક્ષ થશે. જો કૌવત હોય તો અહીં અમારી જોડે આવી જાવ. નહીંતર ઘરમાં ડાહ્યા બનીને રહો. પાગલને બીજા એના જેવા પાગલ હોય તે જ ડાહ્યા દેખાય.
સંસાર ૨ક મેડહાઉસ છે. પાગલોની ચેષ્ટા છે. તેમાં કોઈ ડાહ્યો છે કે જે શાંતિથી બેસતો હોય, અંદરમાં ઊતરતો હોય, ચિંતન કરતો હોય. આવા ડાહ્યા સંસારમાં કેટલા ? સંસારમાં અહંકાર સિવાય કંઈ છે ? પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય પણ બધું અહંકારથી ચાલે છે. અહંકાર તૂટે ત્યારે તેને પાટા - પીંડી કરવા જીવ તૈયાર છે. આત્મા સહન નથી કરતો સહન કરવા પણ તૈયાર નથી. અહંકારીનો અહંકાર જ્યારે ઘવાય છે, તે અહંકારથી ઘાયલ થાય છે અને પછી તે શબ્દોને વારંવાર ઘૂંટ્યા કરે છે. ભૂતકાળનું પુનરાવર્તન કરવાથી અહંકાર તગડો થાય છે. મોક્ષમાર્ગ પરમ વિનયથી ચાલે છે. ધર્મમાં વિનય જ હોવો જોઈએ. જૈન શાસનમાં પોતાની મતિને ક્યાંય સ્થાન નથી. પોતાની મતિથી જેઓ આગળ ચાલ્યા, તેઓ ક્યાંય ફેંકાઈ ગયા છે. એકલા બુદ્ધિશાળીથી કદી જૈનશાસન ચાલતું નથી.
કેવલશ્રી સ્વયંગ્રહણન....સ્વયંવર રચીને આજ સુધી અનેક કન્યાઓને વર્યા હતા. હવે બધી સ્ત્રીઓને ફગાવીને જેને કેવળજ્ઞાન રૂપી લક્ષ્મી વરવી છે તેને અંદરમાં રહેલા પહાડ જેવાં ઘાતી કર્મોને કાઢવા માટે બહુ નમ્ર બનવું પડશે. જેને તારક તત્ત્વ ઉપર અતિશય પ્રીતિ જાગી છે તે જ આત્મા તારક તત્ત્વના અવલંબને ઘાતી કર્મોને ખલાસ કરી શકશે !! તમને ક્યા તારક તત્ત્વ ઉપર અતિશય પ્રીતિ જાગી છે ? અને એની સાથે ચોળમજીઠના જેવો રંગ ઊભો કર્યો છે ? જેના કારણે તમારા મતિજ્ઞાનમાં એ જ તત્ત્વ ચોવીસ કલાક રમ્યા કરે ! છે. આવી પ્રીતિ ? ના, કેમ નથી ? કારણ કે મનમાં, અંદરમાં, પત્નીની, પૈસાની, પુત્રની પ્રીતિ છે. તત્ત્વને પામવું છે ? તો તત્ત્વ પામવા માટે પહેલાં પ્રીતિ હોવી જ જોઈએ. પ્રીતિ ન હોય તો ન જ ચાલે. મોક્ષમાર્ગના ચાર યોગમાં સૌ પ્રથમ પ્રીતિયોગ છે પછી તારકતત્ત્વના ગુણો પ્રત્યે બહુમાન જાગતાં ભક્તિયોગ આવશે. તેમનાં વચનોનું અવલંબન લેવું એ વચનયોગ છે અને તેના ફળસ્વરૂપે જીવ અસંગ યોગ પામે છે.
" જેને વર્તમાનમાં કોઈ પુરુષ ઉપર પણ જો પ્રીતિ નથી જાગી તેને પરમાત્મા ઉપર પ્રીતિ છે એ વાત માન્ય નથી. જીવતા સાધકો ઉપર પ્રીતિ નથી એને અપ્રત્યક્ષ એવા પરમાત્મતત્ત્વ ઉપર પ્રીતિ છે એ કેવી રીતે માની શકાય ?
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org