________________
ત્રણે યોગની સાધના માટેનું માર્ગદર્શન
૯૩
અનન્ય ભક્ત હોય જ. ઔચિત્યનું ઉલ્લંઘન કરનારો કદી ન હોય.
વચનયોગથી હંમેશાં બીજાને સાચી સલાહ આપવી. અને પોતે પણ બીજાના વચનયોગનું સમ્યક અર્થઘટન કરવું. મનયોગથી સુકૃત અનુમોદના, દુષ્કૃત ગઈ અને અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ એ ચારનું શરણ સતત
સ્વીકારવું. ચારનું શરણ એ મોહનો નાશ કરવા માટે અમોઘ શસ્ત્ર છે. દાખલા તરીકે કોઈ મિત્રે ધંધામાં વિશ્વાસઘાત કર્યો. ત્યારે આપણને દુઃખ થાય છે, પણ તે અસ્થાને છે, તે વખતે વિચારવું જોઈએ કે મિત્ર ક્યાં શરણભૂત છે અને મને પણ વ્યાજનો લોભ હતો માટે જ આ થયું ને ? અંતર્મુખ બનવાથી આત્માને યોગ્ય સવિકલ્પો મળી જ જાય છે. મતિજ્ઞાનનો ઉપયોગ સૂર્યના કિરણ સમાન છે, એ ઉપયોગમાં બહારના સંબંધો તોડતા જઈએ અને અંદરના સંબંધો જોડતા જઈએ તો વિકલ્પોની હારમાળા તૂટી શકે છે. પછી તેના માટે કર્મયોગની સાધના સરળ બને છે. ભક્તિયોગમાં સેવા કરવા માટે, પરોપકારાર્થે બધું જ ખર્ચી નાંખવાનું છે. અને તેમાં અહંકાર ન થાય તેની કાળજી રાખવાની છે
સ્વરૂપ સિવાય મારું કંઈ નથી એમ સમજી અંદર ઊતરવું એ જ્ઞાનયોગ છે.
જેને લેવાનું જ ગમે છે, આપવું ફાવતું નથી તેના માટે જન્મ – મરણની પરંપરા ઊભી છે.
યોગ અને ઉપયોગની આ દુનિયામાં યોગ પુદ્ગલના બનેલા છે. જ્યારે ઉપયોગ ચૈતન્યમય છે. બંને વચ્ચેની ભેદરેખા તપાસવી હોય તો – નવકારવાળી ગણતાં જે ધારાબદ્ધ નવકાર મનમાં બોલો છો તે મનોયોગ છે, ઉચ્ચાર કરતાં હો તો વચનયોગ પણ હોઈ શકે છે પણ તે વખતે તમને જે આડા-અવળા વિચારો આવે છે, ત્યાં તમારી રુચિ છે, બસ, તે જ તમારો ઉપયોગ છે.
જિનોક્તતત્ત્વ પરની રુચિ એ જ સમ્યગ્દર્શન છે એમ યોગશાસ્ત્રમાં કલિકાલસર્વજ્ઞ ભગવાન નીચેના, શ્લોક દ્વારા કહે છે. વિનિનોવતતત્ત્વપુ. સીશ્નલ્ડનમુળજો | નાતે તમિળ, ગુરોધ ન વા | શરીર દ્વારા જે કાંઈ કરીએ છીએ તે કાયયોગ છે. જે કાંઈ બોલીએ છીએ તે વચનયોગ છે, મનથી વિચારીએ છીએ તે મનોયોગ છે. આ ત્રણે યોગને અટકાવી દો અથવા તેનો સદુપયોગ કરી લો. તો મોક્ષ મળી જશે.
સત્કાર્યમાં લક્ષ્મીને વર્યા કરો, તો લોભનો નાશ થશે. લોભનો નાશ કરવા માટે આ જ ઉપાય છે. લક્ષ્મીને વેરતાં આવડે તો પરાકાષ્ઠાનો કર્મયોગ અને ભક્તિયોગ સાધી શકાય. પરમાત્માએ કષાયાદિ શત્રુઓને જીત્યા માટે વીર કહેવાયા, પ્રભુએ શત્રુ સમક્ષ પોતાના યોગનો ઉપયોગ કર્યો નથી. પ્રભુને કોઈ ઇચ્છા રહી નથી, ક્રોધ નથી, અહંને તો જાણે કચરી જ નાંખ્યો છે, દેહનું પણ ભાન નથી. સંગમાદિએ પ્રભુને ઉપસર્ગ કર્યા, ત્યારે પણ
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org