________________
૯ર
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
બની શકશે. તમે સ્પૃહા ઘટાડી નાખો. મારે દુનિયાના કોઈ પરપદાર્થ જોઈતાં નથી. આવી વૃત્તિથી સ્વરૂપ પડાશે.
કોલસો પકડવાનો ચીપિયો કેવો ? અને હીરો પકડવાનો ચીપિયો કેવો ? બંને પકડવાનું જ સાધન છે. પણ હીરો પકડવાના ચીપિયાથી કોલસો પકડો તો ? પકડાય ? કોલસા પકડવાના ચીપિયાથી હીરો પકડો તો પકડાય ? ન જ પકડાય. આત્માને પકડવાનું પ્રોપર સાધન છે ઉપયોગ.
ઉપયોગથી ઉપયોગની શુદ્ધિ કરવી એ નિશ્ચય સાધના છે યોગથી ઉપયોગની શુદ્ધિ કરવી એ વ્યવહાર સાધના છે
બંને એકબીજાના પૂરક બની શકે છે. ઘણીવાર યોગથી ઉપયોગને બળ મળે છે. ઘણીવાર ઉપયોગથી યોગને બળ મળે છે. દાખલા તરીકે, રોજ એકાસણી કરવા માટે જેણે યોગને ગોઠવી દીધો છે તેનો ઉપયોગ નવકારસી વખતે ખાવા માટે જતો નથી. આમાં યોગની સાધના જવાબદાર છે.
કોઈ વાર ઉપયોગ પણ યોગને બળ આપી દે છે. એક બેન વૃદ્ધ હતાં, માંદાં હતાં, ઉઠાતું નથી એટલે ઝાડો-પેશાબ પણ પથારીમાં કરે છે ત્યાં અચાનક આગ લાગી, બધા નાસભાગ કરે છે, ઉપયોગમાં ભયસંજ્ઞા જોરદાર થઈ ને વૃદ્ધ માજી લાકડીના ટેકે ઝડપથી નીચે આવી શક્યાં. યોગની સમગ્ર શક્તિ તેમણે ત્યાં ખરચી નાંખી.
આ જ રીતે સ્પૃહાને છોડતા જઈએ અને ઉપયોગને અંદરમાં વાળીએ તો વિકલ્પો તૂટે, એથી ઉપયોગ સૂક્ષ્મ બનતો જાય અને અંદર શુદ્ધિ વધતી જાય, પદાર્થોથી વિમુખતા પ્રાપ્ત થાય. સર્વમાં અને સર્વથી અળગા રહેવાની ભૂમિકાનું નિર્માણ થાય.
યોગથી ઉપયોગની શુદ્ધિ એ વ્યવહાર નયની સાધના છે. પદાર્થો છોડતાં જઈએ તો ઉપયોગમાં રાગાદિ ઓછા થતા જાય. આજે અમે શ્વેત વસ્ત્રો પહેરીએ છીએ એટલે અન્ય રંગના કિંમતી વસ્ત્રો માટેની આસક્તિ સહેજે છૂટી જાય છે. પરિધમાંથી ઓછું કરતાં કરતાં કેન્દ્ર તરફ આવવાનું છે અને ઉપયોગમાં જ ભેદજ્ઞાનની પ્રતીતિ થતાં જીવને બાહ્ય શરીર, ઉપધિ વિગેરેનું આકર્ષણ છૂટી જાય છે. આ કેન્દ્રમાંથી પરિધ ઉપર આવવા જેવું છે. આ નિશ્ચયનયની સાધના છે. બંને સાચી છે. પણ એક નયનું આલંબન અધૂરું બની રહે છે. માત્ર ક્રિયા જ કર્યા કરો અને ઉપયોગની શુદ્ધિ માટે, પ્રગતિ માટે યત્ન ન હોય તો એ માત્ર ગતિ જ રહેશે. અને નિશ્ચયની ઊંચી વાતોનો યોગના વિવેક દ્વારા તાળો નહીં મેળવો તો તે માત્ર નિશ્ચયાભાસ * બની રહેશે.
યોગથી સાધના કરનારે કાયયોગથી પરમાત્મભક્તિ અને સાધુસેવામાં જીવન પસાર કરવું. અહીં એ જાણવું જરૂરી છે કે સાચો પરમાત્માનો ભક્ત એ મા-બાપનો
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org