________________
૯૪
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
પ્રભુને ગુસ્સો આવ્યો જ નથી, માટે ક્રોધ રિસાઈને ભાગી ગયો. આટલા ઉપસર્ગો વચ્ચે પણ જેને મારું કામ નથી, તો મારે ત્યાં રહીને શું કરવાનું ? સત્તાગત કષાયોની હાજરીમાં, ઉદયમાં, કષાયની ગેરહાજરી પૂરતાં જશો તો કષાય એક દિવસ ભાગી જશે. ગમે તેવું નુકસાન થાય તો પણ કષાય ચંડાળને સ્પર્શવાનું છોડી દો. ઉપસર્ગ ખરાબ છે - ઉપસર્ગ કરનાર ખરાબ છે – એવો કોઈ વિકલ્પ ભગવાનને નથી.
પ્રભુની ડિક્ષનરીમાંથી “ખરાબ” “પ્રતિકૂળ' શબ્દ જ નીકળી ગયો છે, પછી કષાય ઊભો રહે ખરો ? પરમાત્માના ઉપયોગમાં કોઈ ખરાબ ન હતું. કષાયો આવે તે પહેલાં જ કષાયોની સંભાવનાથી આપણને કષાયો થાય છે, મનમાં વિપ્લવ ઊભો થાય છે. આ જ આસક્તિ છે અને તેના કારણે કષાયનો છોડ લીલોછમ ઊભો રહે છે. પરમાત્માને તો સ્વરૂપનો જ વિકલ્પ ઊભો છે. આપણે પણ “હું દેહ છું' એ ભાનને ભૂલવાનું છે. અહત્વને કચરી નાંખવાનું છે. અહત્વને કચરી નાંખવા માટે પરમ વિનય જોઈએ. વિનયીને અંદરમાં એક પણ અસતું વિકલ્પ ન સ્કરે. જો વિકલ્પ હુરે તો પરમ વિનય ન કહેવાય. વિનયી પરિસ્થિતિનો શાંત સ્વીકાર કરે. પરપદાર્થને જેમ ચાલવું હોય તેમ ચાલવા દે. એમાં જે ડખો ન કરે તે જ સાધના કરી શકે છે. પ્રસંગ કે પરિસ્થિતિ માટે કોઈપણ સારો કે ખોટો અભિપ્રાય ન આપવો જોઈએ. અભિપ્રાય આપનાર ખરેખર સ્વરૂપમાં રહી શકતો નથી. અભિપ્રાય આપે છે તે સાધક નથી. અભિપ્રાય ન આપવામાં જ સાધના છે. સાક્ષીભાવની જાળવણી છે. તમે મૌન રહો તોય મોક્ષ મળશે, તમે પૈસા વાપરો તો ય મોક્ષ મળશે પણ તમને એકે યોગ ફાવે તેમ નથી.
પ્રભુ શાંત રહ્યા છે. પૃથ્વીની જેમ મૌનપણે પ્રભુએ બધું જ સહન કર્યું છે. મૌન આવડી ગયું, શાંતપણું આવી ગયું, સહનશીલતા આવી ગઈ તે મોક્ષમાર્ગમાં વ્યોમવિહારી ગરુડ બની ચૂક્યો છે.
આત્માને જાણે, આત્મભાવમાં રહે તે આતમજ્ઞાન
સર્વ જાણે, સ્વરૂપને વેદે તે સર્વજ્ઞ, નાની છે આત્મા સિવાય આ જગતમાં કશું જ જાણવા જેવું - 1, એવું તમને લાગે છે ? આજે તો દુનિયાના સમાચાર News સાંભળવા ઉત્સુક બનો છો N-north, E-east, W-west, S-south આ ઉત્તર, આ પૂર્વ, આ પશ્ચિમ, આ દક્ષિણ – એમ ચારે દિશામાં જ રહ્યું છે કે બધું ચારેબાજુથી આવીને, ભેગું થઈને એક જગ્યાએ ઠલવાય તે ન્યૂઝ. એમાં શું હીરા – મોતી આવે છે ? ચારે બાજુનો કચરો જ્યાં ઠcવેલ ન્યૂઝ.
ચારે બાજુ ઉકરડો જ છે. આજનાં છાપાંઓ જેને ગમશે તેને આત્મા ગમશે ? ન જ ગમે. આજે છાપું એ તમારા માટે છેતાલીસમું આગમ છે
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org