________________
સાધનામાં તપનું મહત્ત્વ
૮૯
અધમૂઓ થઈ મરણપથારીએ સૂતેલો હોવો જરૂરી છે.
જ્યાં સુધી પદાર્થોમાં સારા – ખોટાની બુદ્ધિ છે એ રાગ છે. ક્ષપકશ્રેણીમાં સૌથી વધુ બાધક કાયાના રાગને બાહ્યતાપથી તોડવાનો છે. પ્રભુએ બાહ્યતપથી કાયા સામે જાણે અત્યાચાર આદર્યો હોય એવું લાગે છે. પ્રભુએ બેસવાનું બંધ કર્યું, બેસવાથી કાયાનો રાગ વધે છે માટે પ્રભુ ઊભા રહ્યા છે. એક ક્ષેત્રમાં રહેવાથી ક્ષેત્રનું મમત્વ સ્પર્શે છે. માટે પ્રભુ જુદા જુદા સ્થાને રહ્યા છે. ગામમાં એક રાત્રિ, નગરમાં પાંચ રાત્રિ રહ્યા છે. ખાવા – પીવાના મોજશોખનો રાગ બાહ્યતપથી તૂટે છે. લેશમાત્ર પ્રમાદ પોષાય એ બધો રાગ જ છે. આ સાચો – આ ભૂકો, આ સજ્જન – આ દુર્જન, આ માની – આ ક્રોધી આ બધા જ વિકલ્પો છે. પદાર્થ તો પદાર્થના સ્વરૂપમાં જ છે. બાહ્ય જગત તો રહેવાનું જ છે. બાહ્ય જગતનો નાશ કોઈ કરી ન શકે તો આપણે પરપદાર્થ સંબંધી વિકલ્પના અભાવવાળા બનવું જોઈએ. અનાસક્ત બનવા માટે પરાકાષ્ઠાનો અસંગયોગ સેવવો પડશે. તે લાવવા માટે વચનયોગનું આલંબન લેવાનું છે. અને તેની ભૂમિકારૂપે જીવને પ્રીતિ અને ભક્તિ યોગ મળે છે.
दुक्खं णजइ अप्पा, अप्पणा णाउण भावणं दुक्खं;
भावियव सहाव पुरिसो, विसएसु विरचइ दुःक्खं ॥ પ્રથમ તો આત્મતત્ત્વનું સાચું સ્વરુપ જાણવું દુષ્કર છે, અને જાણ્યા પછી, પોતાના આત્માની શુદ્ધિ કરવાની ભાવના કરવી દુષ્કર છે, અને પોતાના આત્માની શુદ્ધિ કરવાની ભાવનાવાળાને પણ, પોતાના આત્માને વિષયોથી અળગો કરવો મુશ્કેલ છે.
Jain Education International 2010_05
For Private & Personal use only
www.jainelibrary.org