________________
સાધનામાં તપનું મહત્ત્વ
વાતો કેવી રીતે કરવી ? શાસ્ત્રમાં લખ્યું છે કે વેપારી, ત્રણ વાર ખાય તે
ચાર વાર ખાવું પડે અને પાંચ વાર ખાવ છો કે ખાવા માટે જીવવું છે ? ખાતો નથી અને ધરાતો નથી. આ છે પણ આત્મા એમાં રાગ ફળને ભોગવવાં પડે છે.
એક વાર ખાય તે આચારી, બે વાર ખાય તે વ્યવહારી, ચાર વાર ખાય તે ભિખારી, કારણ કે પેટ પૂરતું કોઈને ઘેરથી મળે નહીં એટલે ચાર ખૂણાં ભરવા માટે બીચારાને ખાય તે પશુચારી. આજે જીવવા માટે લક્ષ્ય નક્કી કરો. આત્મા નિશ્ચયનયથી શરીર ખાયા કરે છે અને ઓક્યા કરે દ્વેષ કરે છે માટે કર્મ બાંધે છે અને કર્મનાં
-
-
પ્રભુ તો રાજકુલમાં જન્મ્યા છે, રિદ્ધિના ઢગલા વચ્ચે ઊછર્યા છે. ઇંદ્રની સેવા પામ્યા છે. સર્વ પ્રભુ રાજકુલમાં જ જન્મે. જન્મમાં કોઈ અપવાદ નહીં. ગર્ભમાં ભલે બીજા કુલમાં આવે. પણ પૂર્વભવોમાં સર્વ જીવો ઉપરની અનન્ય કરુણા કરીને ઉત્કૃષ્ટ પુણ્ય બાંધ્યું છે. તેના પ્રભાવે પરમાત્માના પુણ્ય જેવું કોઈનું પુણ્ય નહીં, પરમાત્માના વીર્ય જેવું કોઈનું વીર્ય નહીં, પરમાત્માના રૂપ જેવું કોઈનું રૂપ નહીં. આર્હત્ત્વ, વીતરાગતા અને પૂર્ણતા બધા ભગવાનની સરખી છે. પ્રભુએ ચારિત્ર લીધું ત્યારથી માંડીને ક્ષપકશ્રેણી સુધી પૂજ્યના મનોયોગમાં કોઈ અશુભ વિકલ્પ નથી. જે પૂર્વધરો છે તેઓ શુકલધ્યાનથી ક્ષપકશ્રેણી માંડે છે. તેમની પાસે દ્રવ્ય ગુણ પર્યાયનો બોધ છે. જે પૂર્વધર નથી તેઓ ધર્મધ્યાનથી ક્ષપકશ્રેણી માંડે છે એમની પાસે દ્રવ્ય ગુણ પર્યાયનો સૂક્ષ્મતમ બોધ નથી, પરંતુ તેઓ દુષ્કૃત ગર્હા, ગુર્વાદિનો આદર બહુમાન, દેહાત્માનો ભેદ, અનિત્યાદિ ભાવનાલંબને વીર્યને પિંડિત કરીને, સ્વરૂપની દિશામાં ઘનીભૂત કરે છે અને સ્વરૂપની દિશામાં વાળે છે. આખરે મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતા મળે છે અને વીતરાગતાથી કેવળજ્ઞાન મળે છે. કેવળજ્ઞાન ભણવાથી મળતું નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બીજી કોઈ પ્રક્રિયા નથી. ક્ષપકશ્રેણીમાં જીવ પેઠો એટલે સ્વરૂપની દિશામાં વીર્ય ખેંચાઈ જાય છે અને સ્વરૂપને પામવા માટે સ્વરૂપની રુચિ પિંડિત થાય છે. માતાને પુત્રની ઝંખના જેવી તીવ્ર હોય છે તેવી સ્વરૂપની ઝંખના મજબૂત બને છે ત્યારે વીર્ય તીવ્ર બને છે. ધર્મધ્યાનથી જેઓ આગળ વધે છે તેને બારમે ગુણઠાણે શુક્લધ્યાનનો પહેલો, બીજો પાયો સ્પર્શે છે. શુક્લધ્યાનથી જે શ્રેણી માંડે છે, તેને શરૂઆતમાં શુક્લધ્યાનનો પહેલો પાયો હોય પછી બારમે અમુક કાળ જાય પછી તેને બીજો પાયો સ્પર્શે છે આ બીજો પાયો બધાને સ્પર્શે સ્પર્શે ને સ્પર્શે જ. અંતર્મુહૂર્ત પ્રમાણ સમ્યક્ત્વ પ્રાપ્તિનો જેટલો કાળ છે, તેના કરતાં આગળના શ્રેણીગત ગુણસ્થાનકનો અંતર્મુહૂર્ત કાળ નાનો છે. ઉપયોગની સૂક્ષ્મતા વધતાં ગુણસ્થાનકનો કાળ Jain Education International_2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org
८७
-