________________
પ્રભુ વીરની સાધના
૮૫
થવો મુશ્કેલ બને છે. સાધક અંદરમાં પરમ શાંત હોવો જરૂરી છે.
શુદ્ધ પ્રરૂપણાની ખૂબ કિંમત છે. માર્ગ જાણવાનું મહત્ત્વ છે. માર્ગ જાણ્યા વિના ન બોલાય. મૂંગા મૂંગા આરાધના કરાય. મરિચિને ફક્ત
કવિલા, ઇત્યંપિ ઇહયંપિ'' એટલું જ બોલ્યા હતા તો પણ કોડાકોડી સાગરોપમનો સંસાર વધ્યો. આપણને બોલતાં ઉસૂત્રનો ડર છે ? આજે આડેધડ શાસ્ત્ર નિરપેક્ષ બોલતાં પરિભ્રમણ વધશે એમ કોને લાગે છે ? વાણીસ્વાતંત્ર્યના કારણે પાપ ખૂબ વધ્યું છે. તેનાથી થતું નુકસાન પ્રદૂષણ કે નાણાંકીય ફુગાવા inflation કરતાં પણ વધુ ગંભીર છે. તમને એમ થતું હશે કે વીર ભગવાને આટલો બાહ્ય તપ શા માટે કર્યો ? એના કરતાં ધ્યાનમાં બેસી જાય, ક્ષપકશ્રેણી મંડાય અને મોક્ષ થઈ જાય - ભગવાનને આટલી ખબર નહીં પડતી હોય ? આજે તપ અભણને કરવાનો, તમારે ભણેલાએ નહીં કરવાનો ? આજે તપસ્યા લગભગ બેનો કરે છે. પુરુષો પૈસા ભેગા કરે છે. પણ જીવનમાં બાહ્ય તપ ખૂબ જરૂરી છે.
ગમે તેટલું ધ્યાન કરવામાં આવે, પણ આખરે આ ઔદારિક શરીર છે. આ શરીર એ કંઈ માંગે છે. શ્રી તીર્થંકર પરમાત્મા પાસે પણ આ ઔદારિક શરીર કંઈ માંગે છે. રાગને આવવાનાં તારો બંધ કરવા પડશે. નહિતર વીતરાગતા કેવી રીતે આવશે ? ઘરમાં કચરા આવવાના દ્વારા બંધ કર્યા પછી ઘર સાફ થઈ શકે. રાગને આવવાનાં સ્થાનો ક્યા છે તે વિચારો, એ દ્વારા બંધ ન કરો અને ધ્યાન કરવા બેસો તો ધ્યાન લાગે ખરું ? બાપાનો માલ છે કે ક્ષપકશ્રેણી આવી જાય !
सर्वं परवशं दुःखं, सर्वं आत्मवशं सुखं;
કહુક્ત સમાસન ક્ષi ra-દુઃતયો // જે આત્માનું જીવન પરાધીન છે, અને પરભાવની આશંસાવાળું છે, તે દુ:ખનું કારણ છે. અને જે આત્માનું જીવન સ્વાધીન છે, અને વિભાવથી મુક્ત છે, તે સુખનું કારણ છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org