________________
સાધનામાં તપનું મહત્ત્વ
તપના બાર - બાર ભેદો બતાવનાર માત્ર જૈન શાસન છે, બીજા કોઈ પણ દર્શનમાં તપની આવી સંગીન વ્યાખ્યા જોવા મળે તો હું તમારો ગુલામ થઈ જાઉં ! જૈન શાસન બધાને સમાવે છે. ઉપવાસ નથી થતા - છતાં તપસ્વી થવું છે ? સારું જીવનભર ઉણોદરી કર. તે પણ તપ જ છે. એકાસણું આબેલ ન થાય તો, મારે બે ટાઈમ જ ખાવું. બેસણું કરો. બધા વિકલ્પો છે. અને જીવનભર કરવું હોય તો પણ વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઉણોદરી વિ. થઈ શકે તેમ છે.
તપ દ્વારા શરીરના રાગને તોડવાનો છે. ત્યાગ દ્વારા વિષયોની આસક્તિ તોડવાની છે. તમને શું ફાવે ? તપ કે ત્યાગ ?
અમેરિકાની વાત છે; ત્યાં ત્રણ પીંજરાં મૂક્યાં. તેમાં ઉંદરો મૂક્યા, પીંજરા નંબર એકમાં જેટલું ખાવું હોય તેટલું રોજ ખાવા મળે, જે ખાવું હોય તે મળે, જેટલી વાર ખાવું હોય તેટલી વાર ખાવા મળે. પીંજરા નંબર બેમાં જે ઉંદરો છે તેમને એક વખત ખાવા આપતાં હતાં. પીંજરા નંબર ત્રણમાં જે ઉંદરો છે તેમને એકાંતરે alternate day ખાવા આપતાં હતાં. છેવટે તેમનું રીઝલ્ટ બહાર આવ્યું. ત્રીજા નંબરના પીંજરાના ઉંદરો વધુ લાંબુ જીવ્યાં, બીજા નંબરના પીંજરાના ઉંદરો થોડું ઓછું જીવ્યા અને પહેલા નંબરના પીંજરાના ઉંદરો બહુ જ થોડું જીવ્યા - તમારે લાંબુ જીવવું છે કે વહેલા મરવું છે ? મરવાનું નામ ગમતું નથી. જીવવું જ ગમે છે તો વિચારો કે ખાવાથી મરાય કે તપથી મરાય ? ખાવાથી મરેલાનાં દૃષ્ટાંત કેટલાં ? અને તપથી મરેલાનાં દૃષ્ટાંતો કેટલાં ? ચાતુર્માસમાં તપ - ત્યાગનું નિશાન નથી તે શું ધર્મ કરશે ? ઘોર તપ વિના કાયાની આસક્તિ તૂટે તેમ નથી. આસકિત તોડવા માટે અનશન એ શ્રેષ્ઠ ઉપાય છે. કાયા ઉપર અત્યાચાર કરવાની ના છે. પણ કાયાને તપ દ્વારા ધીમે ધીમે કેળવવી જોઈએ. કાયાને કેળવણીથી કહ્યાગરી બનાવી શકાય છે. આજે ને આજે માસક્ષમણ નથી કરવાનું. ધીમે ધીમે લક્ષ્મપૂર્વક તપનું આલંબન લેવાનું. તપચિંતવણીનો કાઉસ્સગ્ગ કરો છો ? તેમાં છ માસી તપની ભાવના કરવાની છે કે ઉપરથી સડસડાટ નીચે જ ઊતરી જાવ છો, નવકારસી સુધી આવીને અટકવાનું નક્કી રાખ્યું છે. બાકી બધું વિચારતાં ભાવના છે. શક્તિ છે, પરિણામ નથી એક જ ગોખેલું બોલવાનું. તમારી અવિરતિ કેવી ભયંકર કોટિની છે કે નવકારસીથી પોરિસિ કરવાનું મન થતું નથી. એની આગળ દેશવિરતિ ને સર્વવિરતિની
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org