________________
પ્રભુ વિરની સાધના
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાને ભૂલ કરી, શવ્યાપાલકના કાનમાં ધગધગતા સીસાનો રસ રેડાવ્યો તો તેનું ફળ પણ તેમને મળ્યું. નંદન ઋષિના ભવમાં પ્રભુએ ૧૧,૮૦,૬૪૫ માસક્ષમણને પારણે માસક્ષમણ કર્યા તો પણ તે કર્મ ખપ્યું નહિ. કર્મ પણ કેવાં છે ? તેણે પોતાનો વિપાક બતાવ્યે જ છૂટકો કર્યો, કર્મો અંત લે છે અને મહાસંતના ભવમાં કર્મો ઉદયમાં આવે છે. ગોવાળિયો આવે છે. કાનમાં ખીલા નાંખે છે પણ પ્રભુએ પોતાનું વીર્ય શાંત રીતે કર્મોને સહન કરવામાં વાપર્યું છે. કર્મોનો કોઈ પ્રતિકાર નહિ પણ સ્વીકાર કર્યો. પ્રભુના જેવું વીર્ય કોઈનું આ જગતમાં જોવા ન મળે, કોઈ માણસનું નહીં, કોઈ દેવનું નહીં, કોઈ ચક્રવર્તીનું નહીં, કોઈ ઈદ્રનું નહીં એવા પરમાત્માને પણ કર્મસત્તા ફટકો મારે છે.
પણ પ્રભુ પાસે સમાધાનની કળા છે. વિશ્વમાં બધું જ વ્યવસ્થિત ચાલે છે. એનું ભાન આપણી ફરિયાદોને ભૂંસી નાંખે છે. everything is in the order in this world, it makes yoy forget your complaints. પ્રભુ અંતર્મુખ બની ફરિયાદવાદી બનવાને બદલે ઉપાયવાદી બની રહ્યા છે. પોતાની વીર્યશક્તિથી આંતરશત્રુઓ સામે યુદ્ધ ખેલી વિજય પ્રાપ્ત કર્યો છે. જગતના જીવોને ક્ષમા આપવી અને જીવોએ કરેલા ઉપસર્ગ સમયે સમતા રાખવી એ અનુપમ વીર્યની નીપજ છે. ક્ષમા એ વીરોનું ભૂષણ છે. કાયરનું ભૂષણ નથી જ. આવી ક્ષમા આપવી અને રાખવી એ સામાન્ય બાબત નથી. જગતમાં કાયર કોણ ? જેને શત્રુને જોયા પછી શત્રુતાનો ભાવ પેદા થાય છે, અને બદલો લેવો છે, બદલો લઈ શકાતો નથી. પુણ્યશક્તિ ઓછી પડે છે, એ કાયર છે.
ઘણું બળ છે, ઘણું વીર્ય છે છતાં સામાની સાથે તેનો ઉપયોગ કરવો નથી તે વીર છે.
વળી પ્રભુએ તપ દ્વારા કર્મોનો નાશ કર્યો માટે વીર કહેવાયા. ભગવાને કેવો તપ કર્યો હશે કે શત્રુઓ બધા ભાગી ગયા. પ્રભુએ છટ્ટથી ઓછો તપ કર્યો નથી. બધા જ ઉપવાસ ચોવિહાર કર્યા છે. છ માસી, ચાર માસી વગેરે બધું પાણી વિના જ કર્યું છે. સાડાબાર વર્ષમાં એક વર્ષના પણ પારણા નથી. માત્ર ૩૪૯ પારણા છે, તે પણ ઠામ ચોવિહાર એકાસણાથી. જો પ્રભુના તપ ઉપર આપણી દૃષ્ટિ ચોંટાડી દઈએ, એનો જ વિચાર કર્યા કરીએ તો ય આપણું કલ્યાણ થઈ જાય. પારણાના દિવસે પણ શું ? પાત્રા લઈને જવાનું ? નહીં. પ્રભુ કરપાત્રી છે, જ્યાં જ હાથમાં, જાડું પાતળું
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org