________________
યોગદૃષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સુકૃતની અનુમોદના જેમ કર્તવ્ય છે તેમ પાપની અનુમોદના ક્યારે પણ ન કરવી એ કર્તવ્ય છે. પાપ ન છૂટકે અથવા સંયોગાધીન કરીએ તો ૧૦૦ ટકા પાપ લાગે, પાપ કરાવીએ તો ૧OO૦ ટકા પાપ લાગે અને અનુમોદનામાં લાખ ટકા પાપ લાગે. કારણકે અનુમોદનામાં તમારો સ્વરસ રહ્યો છે માટે કર્મબંધ વધુ થાય છે.
તમે, મેં ખોટું કર્યું ! એવું ક્યારે ય સંસારમાં માનો છો ? એવું ક્યારેય સંસારમાં અનુભવો છો ? આવું માનશો, તો આગળ વધશે અને ધર્મની યોગ્યતા પ્રાપ્ત થશે. જે પાપમાં, હેયપણાનો ભાવ ભળે એ પાપ સ્વતઃ મોળું થઈ જાય છે. ૧૮ પાપસ્થાનકો માટે કરવાં પડે છે એનું દુઃખ, એનો ડંખ હોય, તેને પાપ ઓછું બંધાય છે. કદાચ બાહ્ય દષ્ટિથી પાપ ન છોડી શકાતું હોય, તો પણ, પશ્ચાત્તાપથી પાપની તીવ્રતા intensity અને પાપની ઝડપ frequency. તો ચોક્કસ ઓછી થશે. વંદિતા સૂત્રમાં કહ્યું છે કે,
सम्मदिट्ठी जीवो जइ वि हु पावं समायरे किंचि ।
अप्पोसि होइ बंधो, जेण न निद्धंधसं कुणइ ॥ સમ્યગ્દષ્ટિ જીવો પાપ કરે, તેનાથી પાપ થઈ જાય, પણ નિર્ધ્વસ પરિણામ ન હોય માટે અલ્પ કર્મ બંધ થાય છે. સમ્યકત્વી જ્યારે પાપ કરે છે ત્યારે તે ક્રિયામાં તેનું મન ભળતું નથી. તે સંસારમાં કાયપાતી છે, પણ મન:પાતી નથી. સૌથી વધુ દુઃખી આ જગતમાં કોણ ? સમ્યગ્દષ્ટિ. કારણકે સાચું સમજે છે અને તેવું આચરી શકાતું નથી. દેવલોકમાં રહેલા સમકિતીને શાતા વેદનીય કર્મનો ઉદય પણ દુ:ખ આપે છે. એનાથી એ વધુ દુઃખી છે. જ્યાં જવું છે ત્યાં જવાતું નથી અને જ્યાં નથી જવું ત્યાં રહેવું પડે છે એના જેવું બીજું દુ:ખ કયું ? સમ્યકત્વી “મવો ન રમતે” સમકિતી સંસારમાં રહે ખરો, પણ રમે નહિ અને મિથ્યાત્વી ભવસમુદ્રમાં રમે છે. સમકિતીને ઘરમાં રહેવું નથી, તે માને છે કે ઘરમાં રહેવા જેવું નથી, આત્મકલ્યાણ માટે ચારિત્ર જેવો કોઈ શ્રેષ્ઠ ઉપાય નથી. તેને પૈસા કમાવવા જેવા નથી લાગતા, ધંધો કરવા જેવો નથી લાગતો. બધામાં અકરણીયતા લાગે છે. કરવા જેવું કંઈ લાગતું નથી અને કરવું પડે છે તો તે ક્રિયામાં બંધ કેટલો થાય ? અલ્પ. ગમે તેવું સંસારમાં ઊંચું સ્થાન હોય, ગમે તેવું સુખ હોય, તો પણ તે આત્માનું વાસ્તવિક સ્વરૂપ નથી. ઔદયિક ભાવનું સ્વરૂપ છે. મારું નથી - માટે ટકતું નથી, આવી વિચારણા સતત કરવાથી લાઈન ક્લીયર થાય છે અને તેને કર્મબંધ અલ્પ થાય છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org