________________
૮૦
યોગદષ્ટિનાં અજવાળાં : ભાગ-૧
સમજવા પડશે. કોઈ ઉપર ગુસ્સો થાય, તે તો, ક્રોધ છે જ, પણ કોઈ પ્રત્યે અરુચિ ભાવ થાય તો, તે પણ ક્રોધનું બચ્યું છે તેમ સમજવું જોઈએ.
અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જાવજીવ સુધી કષાયના અનુબંધ રાખે છે, સમકિત ગુણનો નાશ કરે છે અને પર્વતમાં પડેલી તડ સમાન છે.
અપ્રત્યાખ્યાનીય ક્રોધ, માન, માયા, લોભ વધુમાં વધુ બાર મહિના સુધી રહે છે. દેશવિરતિ ગુણનો નાશ કરે છે અને પૃથ્વીમાં પડેલી ફાટ સમાન છે.
પ્રત્યાખ્યાનીય ક્રોધાદિ એ ૪ મહિના ઉત્કૃષ્ટથી રહે છે, સર્વવિરતિ ગુણનો ઘાત કરે છે અને રેતીમાં કરેલી રેખા સમાન છે.
સંજ્વલન ક્રોધાદિ એ વધુમાં વધુ ૧૫ દિવસ રહે છે, યથાખ્યાત ચારિત્રનો ઘાત કરે છે અને પાણીમાં કરેલી રેખા સમાન છે. પાણીમાં લીટી દોરીએ, તો આગળથી લીટી દોરાતી જાય, અને પાછળથી ભૂંસાતી જાય એટલે કે એ લીટીનું અસ્તિત્વ જેમ વધુ રહેતું નથી તેમ આ કષાય પણ તરત ઉપશમે છે.
આ રીતે ૧૬ કષાય થયા. હવે પ્રત્યેક ક્રોધ વિ. કષાય અનંતાનુબંધી ચાર રૂપે હોય છે. તે રીતે વિચારતાં ૧૬ ૪ ૪ = ૬૪ ભેદો થાય છે. એટલે અનંતાનુબંધી કષાય સ્થિતિથી અનંતાનુબંધી સ્વરૂપે હોવા છતાં, રસથી અનંતાનુબંધી વગેરે ચાર પ્રકારે હોઈ શકે છે. ત્યારે તેના ફળમાં ભિન્નતા પણ આવે છે. દા.ત. અનંતાનુંબધી ક્રોધ, માન, માયા, લોભ જ્યારે અનંતાનુબંધી રસના બને ત્યારે નરક જવાય. અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જ્યારે અપ્રત્યાખ્યાનીય રસના બને ત્યારે તિર્યંચમાં, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ જ્યારે પ્રત્યાખ્યાનીય રસના બને ત્યારે મનુષ્યમાં, અનંતાનુબંધી ક્રોધ માન, માયા, લોભ, જ્યારે સંજ્વલન રસના બને ત્યારે દેવમાં જવાય.
અભવ્યને જોકે મોક્ષની ઇચ્છા થતી નથી પણ નવમા રૈવેયકે જવાની ઇચ્છા થાય ત્યારે તે માટે તે સંયમ ગ્રહણ કરે છે, સમિતિ - ગુણિમય જીવન જીવે છે. મનમાં અશુભ ભાવને લેશમાત્ર પ્રવેશવા ન દે, લોકોને પણ કષાયનાં દુષ્ટ ફળ બતાવે છે. તે વખતે અનંતાનુબંધી ચાર કષાયોને સંજ્વલન જેવા બનાવે છે. અહીં રસ ઓછો થયો છે પણ તેની જાતિ બદલાઈ નથી. ભાત ભલે ભિન્ન છે, જાત તો એક જ છે માટે તેની કક્ષા. Category બદલાતી નથી.
જે પાપ સારું માનીને કરશો, કરણીય માનીને કરશો, પ્રશંસા કરીને કરશો, રાચીમાચીને કરશો, તો તે પાપ પ્રશંસા દ્વારા, નિકાચિત બનશે. જે પાપ કરતાં પહેલાં અભિલાષા હોય, કરતી વખતે આનંદ હોય ને કર્યા પછી અનુમોદના હોય તો, તે પાપ નિકાચિત બનવા સંભવ છે.
શ્રેણિકનો જીવ ધર્મ પામ્યા પહેલાં મૃગયા રમવા ગયો. હરણીને મારી
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org