________________
કષાયનું સ્વરૂપ”
૭૯
વિરાગના વીર: ઉત્તમ વીર્યથી શોભતા હોવાથી પ્રભુ વીર કહેવાયા છે. પણ સંશોધન તો એ કરવાનું છે કે, પ્રભુએ પોતાની શક્તિ શેમાં વાપરી ? પ્રભુએ પોતાનું વીર્ય કોઈની સામે વાપર્યું નથી. પણ આંતરશત્રુના નાશ માટે સઘળી શક્તિ વાપરી છે. પ્રભુને હેરાન કરવા આવનાર પ્રત્યે, પ્રભુએ, લાલ આંખ કરી નથી. બલ્લે ૬ મહિના સુધી સતત ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ પ્રભુ કરુણાથી આર્દ્ર બન્યા છે. એની નોંધ પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે દિવાળી કલ્પના સ્તવનમાં કરી છે.
સંગમે પીડિયો, પ્રભુ સજલ લોયણે, ચિંતવે છુટશ્ય કેમ એહો ? તાસ ઉપર દયા એવડી શું કરી ? સાપરાધે જને સબલ નેહો;
પ્રભુ મહાવીરની પ્રતિમાનાં દર્શન કરતાં આપણને પ્રભુના ગાલ ઉપર આંસુ દેખાય છે ? મોતી જેવાં આંસુઓ પ્રભુના કરુણા ગુણની સાક્ષી પૂરતાં ઊભાં છે.
પ્રભુ મહાવીરને જે ઉપસર્ગો આવ્યા તેવા મને કે તમને આવ્યા છે ? ના, તો શું આપણે પ્રભુ કરતાં વધુ પુણ્યશાળી ? અરે, પ્રભુએ, આ સ્થળે જે સમતા રાખી છે, તે સહજ ક્ષમાનો અનંતમો ભાગ પણ આપણે રાખી શકીએ તેમ નથી.
પરકૃત ઉપસર્ગ કહેવાય છે. સ્વકૃત પરિષહ કહેવાય છે. નારકીના જીવો ઉપસર્ગ કરવા આવતા નથી. દેવ, મનુષ્ય, તિર્યંચ ઉપસર્ગ કરે છે. આ ઉપસર્ગનો અર્થ શું ? સામો માણસ દુર્જન બનીને ઇરાદાપૂર્વક, સંકલ્પપૂર્વક ત્રાસ આપે તે ઉપસર્ગ કહેવાય. “મારે એને ત્રાસ આપવો છે' એવા સંકલ્પપૂર્વક ત્રાસ આપે તે ઉપસર્ગ કહેવાય. પરમાત્માનો આદર્શ એ હતો કે નાનામાં નાના જીવને પણ પીડા ન કરવી. પૂર્વના ભવોમાં આપણે દુર્જન બનીને ત્રાસ આપ્યા હોય તો જરૂર બીજા ભવોમાં આપણને ત્રાસ આવે. નિમિત્ત નથી અને કોઈ ત્રાસ આવે તો તે સહેવા સહેલાં છે પણ સામે નિમિત્ત મળે તો સહન કરવું દુષ્કર બને છે. કારણકે, તે વખતે, અનાદિકાલીન અભ્યાસથી દેહે કરેલા સંસ્કારો જાગૃત થાય છે. નિમિત્તને દોષ આપવા જીવ તૈયાર થાય છે અને પોતે આર્તધ્યાનાદિ કરે છે. નિમિત્તને દોષ આપવો એ મિથ્યાત્વ છે. તે શ્વાનવૃત્તિ છે. થાનવૃત્તિનો ત્યાગ કરવો જોઈએ. અને સિંહવૃત્તિ કેળવવી જોઈએ,
પરમાત્માએ સમ્યક્ત્વ પામ્યા પહેલાં અને સમ્યક્ત્વ પામ્યા પછી જ્યારે જ્યારે દુર્જન બનીને બીજાને જે જે ત્રાસો આપ્યા છે, તેના ફળ રૂપે આ ઉપસર્ગ આવ્યા છે. ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં ભગવાનના જીવે શય્યાપાલકના કાનમાં સીસું રેડાવવાનું કેટલું ભયંકર પાપ કર્યું છે ? જેના પરિણામે પ્રભુને
છેલ્લા ભવમાં કાનમાં ખીલા ઠોકાણા છે. જૈન શાસન પામ્યા પછી કષાયોને Jain Education International 2010_05 For Private & Personal Use Only
www.jainelibrary.org