________________
સ્થાપના નિક્ષેપ
૭૭
આવા જીવોનો સંસારનો રસ આંશિક પણ મોળો પડેલો હોય છે, તેનો રાગ ઘટે છે, માટે (૧) તીવ્રભાવે પાપ ન કરે. અહીં સંસારનું આકર્ષણ હતું, જે તીવ્ર રાગાદિ હતા, અત્યંત રુચિ હતી. સંસાર ઉપરનું (૨) જે બહુમાન હતું તે બધું ઓછું થયું છે. વળી તેના જીવનમાં (૩) ઔચિત્યનું પાલન હોય છે. આ છે ગુણસંપન્ન અપુનબંધકાવસ્થા.
પાપ નવિ તીવ્ર ભાવે કરે, જેહને નવિ ભવરાગ રે,
ઉચિત સ્થિતિ જે સેવે સદા, તેહ અનુમોદવા લાગ રે.” * ચેતન – જ્ઞાન – અજુવાળીએમાં પૂ. ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે આ તેની માનસિક સ્થિતિનું વર્ણન ઉપરની ગાથામાં કર્યું છે.
જેનામાં ઔચિત્યપાલન નથી, તે, ગુણસંપન્ન અપુનબંધકાવસ્થાથી બહાર છે. જીવ પંચમહાવ્રતનું પાલન કરતો હોય, સંયમ પાળે પણ જો અન્ય સંયમી પ્રત્યે આદરભાવ નથી, બહુમાન નથી, તો તેને, વાસ્તવિક પહેલું ગુણ સ્થાનક પણ નથી. જ્યાં ગુણાનુરાગ ગયો, ઔચિત્યનું પાલન ગયું, ત્યાં સંક્લેશ જ હોય અને તેથી અશુભ જ કર્મો બંધાય.
જૈન શાસનને પામેલો જ્યારે ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પામે છે ત્યારે પહેલું ગુણસ્થાનક આવે છે. એને યોગદષ્ટિ હોય છે. આવા જીવો તીવ્રભાવે સંસારની પાપપ્રવૃત્તિ કરી શકતા નથી. પાગલ બનીને કોઈનું અનુકરણ કરતાં નથી. તેની પ્રત્યેક પ્રવૃત્તિમાં તેને આલોક – પરલોકના વિચારો આવે છે. આત્માનું હિત – અહિત દેખાય છે, એના દ્વારા તેનામાં ઔચિત્યનું પાલન આવે છે.
જૈન શાસનમાં ઉત્સર્ગ જ મુખ્ય છે એવું નથી. ઉત્સર્ગના સ્થાને ઉત્સર્ગ મુખ્ય છે, અપવાદના સ્થાને અપવાદ મુખ્ય છે, વ્યવહારના સ્થાને વ્યવહાર મુખ્ય છે, નિશ્ચયના સ્થાને નિશ્ચય મુખ્ય છે, નય અને પ્રમાણમાં પણ સૌનું આગવું સ્થાન છે. દરેક નય પોતાના સ્થાને મુખ્ય છે અને બીજા સ્થાને ગૌણ બને છે. ઉપર ઉપરના ગુણઠાણે નીચેના ગુણઠાણાનો બધો વ્યવહાર છોડવાનો છે, પણ તોડવાનો નથી. વ્યવહાર વગર નિશ્ચય પ્રાપ્તિ ન હોય એ વાત વ્યવહારનયથી સાચી છે. નિશ્ચયનયથી એને વ્યવહારની જરૂર નથી કારણ કે કોઈ આત્મા ચોથે ગુણસ્થાનકે સમક્તિ પામી, ક્ષપકશ્રેણી માંડી, અંતગડ – અંતકૃત કેવળી બની શકે છે. વ્યવહાર વગર નિશ્ચય ન જ આવે એવું એકાંતે ન બોલાય. પણ નિશ્ચય મેળવવા માટે વ્યવહાર કરવો જરૂરી છે. જેમ આચાર્ય, ઉપાધ્યાય, સાધુ વ્યવહારથી સાધક છે, નિશ્ચયથી બીજા હોઈ શકે છે, પણ નિશ્ચયનો વ્યવહાર ન હોય. જૈન શાસન વિવેકના શિખર ઉપર ઊભેલું છે, એટલે જ સ્યાદ્વાદના આલંબનથી પરસ્પર વિરોધી દેખાતી વાતનો યોગ્ય રીતે સમન્વય સાધી શકે છે.
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org