________________
સ્થાપના નિક્ષેપ
કોઈ માણસ અમેરિકાથી આવી ત્યાંનું વર્ણન કરે તો જોવાની, જાણવાની ઇચ્છા થાય છે કારણ કે તેમાં તમારી રુચિ પડેલી છે, બસ, તેવી જ રીતે ગુણસંપન્ન અપુનબંધક અવસ્થા પ્રાપ્ત થતાં જીવને પરમાત્મરુચિ પ્રગટે છે, એનું ઉપાદાન એવું હોય છે કે, જે તીવ્ર ભાવે પાપ ન કરે, પાગલ બનીને સંસારમાં ન રહે અને સદા ઔચિત્યનું પાલન કરે. ભવનિર્ગુણતાનો ભાસ થયેલો હોવાથી તેનું જીવન વિવેકપ્રધાન હોય છે. જે આત્મા યોગદૃષ્ટિની. બહાર છે તે ભવાભિનંદી છે. જૈન દર્શન આખું વિવેપ્રધાન છે. જૈનદર્શનને પામેલો સાધક વિવેકનાં શિખર ઉપર ઊંચે ઊભો છે અને અન્યદર્શની વિવેકની તળેટીએ છે. જૈન શાસનમાં ઉત્સર્ગ - અપવાદ; વ્યવહાર – નિશ્ચય; નય – નિક્ષેપ, દ્રવ્ય – ભાવ વિ. બધી વસ્તુ યથાસ્થાને બતાવી છે. સ્યાદ્વાદી જ ઉત્સર્ગ અને અપવાદનું યથાવસ્થિત નિરૂપણ કરી શકે છે. તેરાપંથીઓ દાન – દયાનું ખંડન કરે છે, તે બરોબર નથી. ભૂમિકા પ્રમાણે બધું જ કર્તવ્ય બને છે. સ્થાનકવાસી પણ સ્થાપના નિક્ષેપનો અપલાપ કરે છે, તે વ્યાજબી નથી. હકીકતમાં સ્થાપના નિક્ષેપની વ્યાપકતાનો કોઈ અપલાપ. કરી શકે તેમ નથી. નામ, સ્થાપના વિ. નિક્ષેપ કોઈ સામાચારીના ભેદ નથી. પણ પદાર્થનું સ્વરૂપ જ છે અને તેથી તેનો સ્વીકાર કર્યા વિના કોઈનો છૂટકો નથી. સ્થાનકવાસીને કહીએ કે, તમે સ્થાપના નિક્ષેપનો ધર્મના ક્ષેત્રમાં મૂર્તિને ન માનવા દ્વારા અપલાપ કરો છો, તો, ૧૦૦ સ્ત્રીના નગ્ન ફોટાઓ તમે દીવાનખાનામાં મૂકશો ? ના, કેમ ? તેની અસર છે, બસ તો પછી વીતરાગની મૂર્તિ પણ વીતરાગતાની ઘેરી અસર ઉપજાવે છે. મૂર્તિપૂજકોએ પણ મૂર્તિમાંથી અમૂર્ત આત્મપ્રદેશોને નિહાળવાના છે અને તેનાથી અભેદ થવાનું છે. નામ અને રૂપ વગર સાધક જીવી શકતો નથી માટે અનામી અને અરૂપીનું નામ અને રૂપ આપી દીધું, આ બંને, સ્વરૂપને બતાવનારા છે.
કોઈનો લખેલો કાગળ વાંચવો, એ પણ, સ્થાપના નિક્ષેપનો સ્વીકાર છે. કારણ કે કાગળની ભાષા એ ભાવનું પ્રતીક છે. એ તમારા ભાવોની છાપ છે. આવી વ્યાપક અસરકારક સ્થાપનાની પ્રતીતિ થયા પછી કોઈ બુદ્ધિમાન તેનો અપલાપ ન કરી શકે.
દિગંબરોને પણ નગ્ન અવસ્થાનો આગ્રહ છે. જ્યાં આગ્રહ છે. ત્યાં સ્યાદ્વાદ નથી. કોઈ દિગંબર સાધુ ક્ષપકશ્રેણી માંડે અને તે વખતે કોઈ તેના શરીર ઉપર વસ્ત્રો ઓઢાડી દે, તો, તેને સર્વજ્ઞતા મળે કે નહિ ? પણ પોતાની માન્યતાના રંગમાં સંકુચિત વૃત્તિ આવી જાય છે. જ્યાં સંકુચિત
Jain Education International 2010_05
For Private & Personal Use Only
www.jainelibrary.org